Breaking News

મૃત્યુ પછી પણ સુપરસ્ટાર માઇકલ જેક્સન આ રીતે કમાઇ રહ્યો છે અરજો રૂપિયા,જાણો કેવી રીતે….

કિંગ ઑફ પૉપ’ના નામથી વિશ્વભરમાં પ્રસિદ્ધિ મેળવનારો પૉપ સ્ટાર માઇકલ જૈક્સન આજે આપણી વચ્ચે નથી. લૉસ એંજેલ્સમાં હ્રદય રોગના કારણે એક હોસ્પિટલમાં તેનું મૃત્યુ નિપજ્યું .માઈકલ છેલ્લા ઘણા સમયથી બીમાર હતાં. મીડિયામાં અવાર નવાર તેમની કેન્સરની બીમારીને લગતા સમાચારો આવી રહ્યાં હતાં ત્યારે અચાનક જ હ્રદય રોગનો હુમલાથી તેમના નિધનની ખબરો બહાર આવતા સમગ્ર સંગીત જગતમાં શોકની લહેર ફેલાઈ ચૂકી છે.

આમ 50 વર્ષની ઉમરે એક મહાન સુપર સ્ટાર અને ડાન્સરનો અંત આવ્યો છે. આ મહાન ડાન્સરે જીવનપર્યત જેટલી વખત પોતાના ચહેરા સાથે છેડછાડ કરી તેના કરતા અનેક ગણી વખત પોપ મ્યુજિક ચહેરાને પણ પરિવર્તિત કર્યો હતો. કહેવામાં આવે છે કે આ સુપરસ્ટારે પોતાના નાકનું નવ વખત ઓપરેશન કરાવેલું કદાચ આટલું તો હોલીવુડ અથવા બોલીવુડની કોઈ અભિનેત્રીઓ પણ નહીં કરતી હોય. માઈકલે પોતાની દાઢી અને નેણના આકારમાં પણ પરિવર્તન કરાવ્યું તેને પોતાના ચહેરા અને ચામડીને પણ ઓપરેશન મારફત શ્વેત બનાવી.

જો તમને વિશ્વાસ ન આવતો હોય તો તમે ખુદ માઈકલનો કોઈ જૂનો ફોટો જોઈ શકો છો. તમે ઓળખી જ નહીં શકો કે આ માઈકલ જેકશન હોય શકે છે 30 વર્ષની ઉમરમાં માઈકલે આ પ્રકારના ઓપરેશન કરાવાનું ચાલુ કર્યું હતું જે અતં સુધી કાયમ રહ્યું.ઈંડિયાના ગેરી શહેરમાં વર્ષ 1958 માં આ સુપરસ્ટાર્સનો જન્મ થયો. નવ ભાઈ-બહેનો પૈકીના એક માઈકલ જૈક્સનને સંગીત વારસામાં મળ્યું. પાંચ વર્ષની ઉમરમાં જ તે પોતાના પિતા જોસેફ દ્વારા ચલાવામાં આવનારા એક મ્યુજિકલ બેન્ડમાં કામ કરવાનું શરૂ કર્યું. આ મ્યૂજિક બેન્ડનું નામ હતું ”જેક્શન 5” માઈકલ શેરીઓમાં નાચતો અને ગાતો પણ ખરો અને લોકો તેની પ્રતિભાની કદર કરીને તેને પુરસ્કાર રૂપે અમુક રકમ આપતા.

વર્ષ 1970 માં માઈકલનો પ્રથમ આલ્બમ ”ડાયના રોઝ પ્રેસન્ટ ધિ જેક્સન 5” રજૂ થયો. 20 વર્ષની ઉમરે માઈકલની કારકિર્દી પ્રગતિના પંથ પર આગળ ધપવા લાગી. ”આઈ વોન્ટ યુ બેક”, ”ધિ લવ યૂ સેવ”, ”એબીસી”, ”રોકીન રોબીન” જેવા આલ્બમો કર્યા બાદ માઈકલ ”ધિ વિઝ” નામની ફિલ્મ દરમિયાન માઈકલ ક્યુંસી જોનના સંપર્કમાં આવ્યાં જેણે માઈકલ સાથે પાંચમો મ્યૂજિક આલ્બમ ”ઑફ ધિ વોલ” બનાવ્યો. આ આલ્બમે ખુબ જ પ્રસિદ્ધિ મેળવી.માઈકલ આટલાથી સંતુષ્ટ ન હતાં. તેમની ઈચ્છા હતી કે તેના આલ્બમના તમામ ગીતો હિટ થાય અને સાચે થયું પણ એવું. ”થ્રિલર” નામના આલ્બમ બાદ માઈકલનો અવાજ અને ડાન્સ પૂરા વિશ્વમાં પ્રસિદ્ધ થઈ ગયાં. આ આલ્બમની સમગ્ર વિશ્વમાં આશરે 4 કરોડ 60 લાખ કેસેટ વહેચાઈ અને રાતોરાત દુનિયાભરના લોકો માઈકલના ખાસ પ્રશંસકો બની ગયાં.

” ગ્લોબલ વાર્મિંગ” ને કેન્દ્રસ્થાને રાખીને બનાવામાં આવેલા માઈકલના એક આલ્બમે પણ તેને ખુબ જ પ્રસિદ્ધિ અપાવી. માઈકલે પોતાની કારકિર્દીમાં કેટલાક ટીવી શો અને ફિલ્મો પણ કરી.કહેવાય છે ને દરેક કલાકારનો એક ઉદય હોય છે અને અસ્ત પણ. ધીરે ધીરે માઈકલ પોતાના પ્રશંસકોની નજરેથી દૂર થવા લાગ્યાં. માઈકલની ચહેરાની ચામડીમાં થતા પરિવર્તને તેના પ્રશંસકો વચ્ચે અવાર-નવાર કુતુહલ ઉત્પન્ન કર્યું. અધુરામાં પૂરુ વર્ષ 1994 માં બાળકો સાથે યૌન શોષણને લઈને ઉભા થયેલા વિવાદે અને પોતાની પત્ની લીસા મેરી સાથેના તેના સંબંધોએ માઈકલની કારકિર્દી પણ વિરામ લાવ્યો. જો કે માઈકલે બાદમાં ડેબી રોવ સાથે લગ્ન કર્યા પરંતુ આ લગ્ન જીવન પણ લાંબુ ન ટકી શક્યું. ડેબી સાથેના લગ્ન જીવનમાં માઈકલ પ્રિન્સ માઈકલ અને પેરીસ માઈકલ નામની બે સંતાનોના પિતા બન્યાં.

આ અરસામાં માઈકલ ફરી વિવાદોમાં ઘેરાયા જ્યારે મીડિયામાં માઈકલ દ્વારા પોતાના ત્રીજા બાળક પ્રિન્સ માઈકલ-2 ને છત પરથી ફેંકતી તસવીરો પ્રસારિત થઈ. 2003 માં ફરી એક બાળકે માઈકલ પર યૌનશૌષણનો આરોપ લગાવ્યો. માઈકલને અટકાયતમાં લેવામાં આવ્યાં અને બાદમાં છોડી દેવામાં આવ્યાં. લોકોની ટીકાથી બચવા માટે માઈકલને નેવરલેંડ રેન્ચ સ્થિત પોતાનું મકાન વેંચવું પડ્યું.કુદરતે પણ આ કલાકાર પર કહેર વરસાવામાં કોઈ કસર ન છોડી અને એક ગંભીર કેંસરની બીમારી તેમના શરીરમાં પ્રવેશી. માઈકલ પોતાના પ્રશંસકો વચ્ચે પરત ફરવા ઈચ્છતાં હતાં. જુલાઈ 2009 માં તેમનો એક વિશાળ સ્ટેજ શો પણ યોજાવાનો હતો. જેની ટિકીટો પણ વહેંચાઈ ચૂકી હતી પરંતુ આ સ્ટેજ શો ના પ્રિમિયરના બે સપ્તાહ પૂર્વે જ આ મહાન કલાકાર આ દુનિયાને છોડીને ચાલ્યો ગયો.

પૉપ સિંગર અને ડાન્સર માઇકલ જેક્સન (Michael Jackson)ની મોત પછી પણ તેની કમાણી અધધ છે. કેમ? જાણો કારણ ફોર્બ્સ મેગેઝિન મુજબ પોપ સિંગર માઇકલ જેક્સનની કમાણી તેની મૃત્યુ પછી પણ વધી રહી છે. જે પાછળ Halloween અને નવો આલ્બમ Scream જવાબદાર છે. આ આલ્બમમાં શો એન્ટરટેનમેન્ટ કંપની Cirque Du Soleil દ્વારા લાસ વેગાસમાં વેન્ચર કરવામાં આવ્યું છે. સાથે જ ઇએમઆઇ મ્યૂઝિક પબ્લિશિંગ કેટલોગમાં પણ ભાગેદારી છે. વળી માઇકલ પર બનેલી ડૉક્યુમેન્ટ્રી “This is It”એ પણ 260 મિલિયન ડૉલરની કમાણી કરી છે. મીડિયમ.કૉમની રિપોર્ટ મુજબ આ સાથે જ તે ડૉક્યુમેન્ટ્રી દુનિયાની સૌથી વધુ કમાણી કરનાર ડૉક્યુમેન્ટ્રીમાં જોડાઇ ચૂકી છે.ઉલ્લેખનીય છે કે માઇકલ સાથે અનેક વિવાદ જોડાયેલા છે. પણ તે વાતમાં કોઇ શક નથી કે તેણે ડાન્સિંગ અને સિંગગ શ્રેત્રે પોતાનું શ્રેષ્ઠ આપ્યું છે. અને આજ કારણે પોતાના જીવનકાળમાં તેણે એટલી કમાણી કરી લીધી છે કે તે આજે પણ ફોર્બ્સની રિચેસ્ટ ડેડ સેલેબ્રિટીઝમાં નામ નોંધાવે છે. ઉલ્લેખનીય છે કે ફોર્બ્સની આ લિસ્ટ 2001થી બની રહી છે.

Forbes Highest Earning Dead Celebrities આ લિસ્ટમાં 2009માં માઇકલ જેક્શન ત્રીજા નંબરે હતો. ત્યારે તેની કમાણી 90 મિલિયન ડોલર માનવામાં આવે છે. આ પહેલા રોઝર્સ અને હેમરસ્ટેન કંપની અને ફ્રેંચ ફેશન કંપની Yves Saint Laurent નામ પણ સામેલ હતું. પણ તે પછી માઇકલની કમાણી સતત વધતી ગઇ. આ વર્ષે 275 મિલિયન ડોલરની કમાણી સાથે ફોર્બ્સની લિસ્ટમાં તે ટોપ પર રહ્યો છે.વર્ષ 2018માં માઇકલ જેક્સનની કમાણી લગભગ 2800 કરોડ રૂપિયા રહી હતી. જેમાં મોટાભાગનો ભાગ ઇએમઆઇ મ્યૂઝિક પબ્લિસિંગમાં તેમની ભાગેદારીને વેચવાથી આવ્યો હતો. આ સિવાય સોનીની સાથે રિકોર્ડ સોદા મિઝાક મ્યૂઝિક કેટલોગ અને માઇકલ જેક્સન હૈલોવીન જેવા સ્પેશ્યલ ટીવી પ્રોગ્રામથી પણ તેમની કમાણી થઇ છે.માઇકલ સિવાય ફોર્બ્સની લિસ્ટમાં બીજા બે સિંગર પણ હાજર છે. જેક્સન પછી એલ્વિસ પ્રેસ્લી અને બૉબ માર્લેનું નામ પણ આગળ પડતું છે આ લિસ્ટમાં. વર્ષ 2018માં બંનેની મોતના ચાર દાયકા પસાર થયા પછી પણ તે ટૉપ 5માં સામેલ હતા. મર્યા પછી કમાણી કરનાર ટૉપ 13 સ્ટાર્સની લિસ્ટમાં વૈજ્ઞાનિક અલ્બર્ટ આઇસ્ટાઇનનું નામ 10માં નંબરે હતું. જો કે આ લિસ્ટમાં તેમનું નામ આવવું જોઇએ કે નહીં તે મામલે લોકોની અલગ અલગ રાય હતી.

ઉલ્લેખનીય માઇકલ જેક્સનની મોત આજે પણ રહસ્ય છે. કેટલાક લોકો કહે છે કે તેમની મોત દવાઓના ઓવરડોઝના કારણે થઇ કેટલાકનું કહેવું છે કે તેમને હદયરોગનો હુમલો આવ્યો હતો. તે એક કોન્સર્ટમાં પરફોર્મ કરવા હતા અને તે પહેલા જ રાતે તેમની મોત થઇ ગઇ.જે ડૉક્ટરે સૌથી પહેલા માઇકલને જોયો તેણે તેની સીપીઆર આપવાનો પ્રયાસ કર્યો. માઇકલનું પોસ્ટમોર્ટમ કરનાર ડૉક્ટરે કહ્યું કે તેમના શરીર પર અનેક જગ્યા સીરીન્ઝના નિશાન હતા. અને તેમના શરીરમાં ડ્રગ્સની વધુ માત્રા મળી હતી. જો કે માઇકલના ડૉક્ટર પર તે આરોપ છે કે તેમણે માઇકલને જીવલેણ ડ્રગ્સનું ઇન્જેક્શન આપ્યું અને તબિયત બગડવા પર પણ પોલીસને ખબર ન કરવામાં આવી.માઈકલે પોતાના જીવનના ચાર દર્શકા પોપ સંગીત ફિલ્મ અને ટેલીવિઝનને આપ્યાં. ભાગ્યે જ હવે દુનિયાને માઈકલ જેવો અન્ય કોઈ ડાન્સર મળી શકશે. ભગવાન તેની આત્માને શાંતિ અર્પે એજ અભ્યર્થના.

About Admin

Check Also

How to get a job in USA?

The country United States is formed by various ethnic groups who settled there for trade. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *