Breaking News

નવા દિવસોમાં ઘરનાં મુખ્ય દરવાજે આ રીતનું તોરણ લગાવો, આખું વર્ષ સુધરી જશે થશે ઘણાં લાભ.

ભારત એક એવો દેશ છે જ્યાં ઘણી જાતિના લોકો રહે છે. તેના કારણે જ આપણો દેશ દરેક તહેવારને ખુબ હર્ષ અને ઉલ્લાસ સાથે મનાવવામાં આવે છે. દિવાળી ભારતનો સૌથી મોટો તહેવાર છે. દિવાળી ની બધા આતુરતાથી રાહ જુવે છે. તે દિવસે ધનની દેવી લક્ષ્મી અને ગણેશની પૂજા થાય છે. દિવાળી આવતા પહેલા જ લોકો પોતાના ઘરની સાફ સફાઈ કરવાનું શરુ કરી દે છે તેમને થાય છે કે આવું કરવાથી લક્ષ્મી માતા તેનાથી ખુશ થઇ જશે અને તેમને આશીર્વાદ આપશે.અને ખરેખર એ ઘર માં લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે.

સનાતન ધર્મમાં ભગવાન ગણેશ અને શ્રી મહાલક્ષ્મીની ખુશીનો ઉત્સવ કારતક માસની અમાસ એટલે કે શુભ દીપાવલી પર્વ 14 નવેમ્બરને શનિવારે ઉજવવામાં આવશે. ઘણા દિવસો પહેલા જ આપણે ભગવાન વિષ્ણુના પ્રિય મહાલક્ષ્મીના સ્વાગતની તૈયારીઓ શરૂ કરીએ છીએ. ઘરની સાફ સફાઇ કરી પછી ખૂબ જ શણગારવામાં આવે છે, દિવાળી પર તમે તમારા મુખ્ય દરવાજા પર વિવિધ પ્રકારના તોરણ બાંધી માતા લક્ષ્મીના આગમનની સ્વાગતની તૈયારીઓ કરો છો.નિયમો મુજબ જો દિશાઓ અને રંગોને ધ્યાનમાં રાખીને ઘરના મુખ્ય દરવાજા પર તોરણ બાંધી દેવામાં આવે તો ચોક્કસ આપણને વાસ્તુ ટિપ્સ શુભ ફળ મળશે.

તોરણ સામાન્ય રીતે આંબા અથવા આસોપાલવનાં પાન માંથી બનાવવામાં આવે છે. જ્યારે પણ ઘરમાં કોઈ ધાર્મિક કાર્ય અથવા તહેવાર હોય છે, તો તેને લગાવવાનો રીવાજ હોય છે. એવું માનવામાં આવે છે કે આ તોરણમાં ઘણી બધી સકારાત્મક ઊર્જા રહેલી હોય છે.  તેવામાં પોઝિટિવ એનર્જીથી દેવી-દેવતાઓ તેની તરફ આકર્ષિત થતા હોય છે. એજ કારણ છે કે દિવાળી ઉપર તેને લગાવવાથી માતા લક્ષ્મી તમારા ઘરે પ્રથમ પ્રવેશ કરે છે.

જો તમારા ઘરનો મુખ્ય દરવાજો પૂર્વમાં છે, તો પછી ફૂલો અને આસોપાલવના પાંદડાના તોરણથી સુખ અને સમૃદ્ધિ આવે છે. આ દિશામાં આસોપાલવનું તોરણ લગાવવાથી સકારાત્મક ઉર્જા આવે છે અને માતા લક્ષ્મીની કૃપા રહેશે.

સંપત્તિની દિશા તરફ ઉત્તરના મુખ્ય પ્રવેશદ્વાર માટે વાદળી અથવા આકાશ રંગના ફૂલો લટકાવવા જોઈએ. જો તમારી પાસે તાજા ફૂલો નથી, તો તમે પ્લાસ્ટિકના ફૂલો વાપરી શકો છો. પરંતુ ધ્યાનમાં રાખો કે ફૂલ-પાંદડા વાસી કે ગંદા તો નથીને. આ તોરણ નકારાત્મકતામાં વધારો કરે છે.જો ઘરનું પ્રવેશદ્વાર દક્ષિણ દિશામાં હોય, તો દરવાજા પર લાલ, નારંગી અથવા સમાન રંગોનો કમાનથી શણગારેલો હોવો જોઈએ. આવું કરવાથી માતા લક્ષ્મીનું આગમન થશે.

પશ્ચિમના મુખ્ય દરવાજા માટે પીળા, સોનેરી અથવા આછા વાદળી ફૂલોના તોરણ લટકાવવાથી લાભ અને પ્રગતિ કરવામાં મદદ મળશે. ધાતુની કમાન પશ્ચિમ અને ઉત્તર દિશાઓ પર સ્થાપિત કરી શકાય છે. એ જ પ્રકારે લાકડાની બનાવટ વાળી વસ્તુ ઉત્તર, પૂર્વ અને દક્ષિણ દિશામાં પ્રવેશદ્વાર પર સ્થાપિત કરી શકાય છે, પરંતુ પશ્ચિમ દિશામાં લાકડાની કમાન સ્થાપિત ન કરવા જોઇએ.

ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર રંગોળી બનાવવાથી ઘર સુંદર લાગે છે, મહેમાનો પણ તેને જોઈને ખૂબ ખુશ થઇ જશે. તમે પરંપરાગત રંગો અને ફૂલોનો ઉપયોગ કરીને તમારા હાથથી રંગોળી બનાવી શકો છો. પરંતુ જો તમે આ ન કરી શકો, તો બજારમાં એક કરતા વધારે રેડીમેડ રંગોળી ઉપલબ્ધ છે જેનો તમે ઉપયોગ કરી શકો છો. પ્રવેશદ્વારની સાથે, લીવિંગ રૂમની વચ્ચે પણ સુંદર રંગોળી બનાવીને ઘરની સંદરતા વધારી શકાય છે.આ તમે પણ માનસો કે ઘરની લાઇટો બદલવાથી જ આખા ઘરનો દેખાવ બદલાઇ જાય છે. આ જ રીતે દિવાળી પર ઘરને સજાવવા માટે લાઇટની જગ્યાએ દીવાનો ઉપયોગ કરો, અને ઘરની દરેક ખુણાને દીવાથી શણગારો.

ઘરના મેન ડોરની સાથે સાથે રૂમના દરેક દરવાજા પર તોરણ લગાવો. આ માટે તમે ફુલો અને પાનમાંથી બનેલા તોરણનો ઉપયોગ પણ કરી શકો છો અથવા બજારમાં મળતા ડિઝાઇનર તોરણનો પણ ઉપયોગ કરી શકાય છે.આજકાલ, બજારમાં ઘણા પ્રકારની મીણબત્તીઓ ઉપલબ્ધ છે. તમે ઘરને એક અલગ અને સરળ લુક આપી શકો છો. તમે આ મીણબત્તીઓને વિંડોઝ અને છત પર પણ સજાવટ કરી શકો છો.

ટી લાઇટ્સને રંગીન ગ્લાસ કન્ટેનરમાં મૂકો અને તેને ડ્રોઇંગ રૂમ અને ડાઇનિંગ રૂમની છત પરથી લટકાવી દો. તેઓ ઘરને ખૂબ સુંદર દેખાવ આપશે.દીવાળી પર રંગોળી પણ બનાવવામાં આવે છે. દરેક વખતે જો તમે ફૂલો અથવા રંગોની રંગોળીથી કંટાળ્યા છો, તો આ સમયે ક્રિસ્ટલ અને માળાની રંગોળી બનાવવાનો પ્રયાસ કરો. તે સંપૂર્ણપણે અલગ દેખાશે. બજારમાં રેડીમેડ રંગોલીસ પણ ઉપલબ્ધ છે. જો તમે ઇચ્છો તો, તમે તેને ઘરે પણ બનાવી શકો છો. આમાં દીવા અને ગણેશજીની મૂર્તિ મુકીને સજાવટ કરી શકો છો.

દિવાળીમાં બજારમાં અનેક પ્રકારના સામાન જોવા મળે છે. આમાંનું એક પેપર ફાનસ છે. તમારા ઘરને પેપર ફાનસથી સજાવો. તે માત્ર દેખાવમાં જ સુંદર નથી, પણ ઘરને રોશન પણ કરે છે.તમારી પાસે બીજો એક સરસ વિકલ્પ છે, જો તમે ઇચ્છો, તો તમે આ દિવાળીમાં ફ્લોટિંગ મીણબત્તીઓનો પણ ઉપયોગ કરી શકો છો, તે તમારા ઘરની સજાવટમાં ચાર ચાંદ લગાવી દેશે.

આજકાલ બજારમાં ઇલેક્ટ્રિક લાઇટ મળી રહે છે. આ લાઇટ્સની મદદથી, તમે તમારા ઘરને સજાવટ કરી શકો છો. આ લાઇટ્સમાં, તમને ઘણી વેરાઇટ પણ મળશે જે તમારા ઘરને ચમકાવી દેશે.ઇંટીરિયરને બદલવા માટે કેટલાક નવા પ્રોડક્ટ બજારમાં આવ્યા છે. તેમાંથી ક્રિસ્ટલ, મલ્ટી કલર સ્ટોન, મોતીનું કામ વગેરે છે. દિવાળી નિમિત્તે આજે અમે તમને આ વસ્તુઓથી ઘરની કેવી રીતે સજાવટ કરવી, કેવા પ્રકારની લાઈટ રાખવી એ વિશે જણાવીશું. તો ચાલો આપણે જાણીએ કે આ દિવાળીને ઘર કેવી રીતે રોશન કરવુ અને શું ટ્રેન્ડમાં છે.

આ દિવસે સૌથી ખાસ વાત એ છે કે તમારું ઘર કેટલું સુશોભીત છે. તમારે ઘરની સજાવટ માટે સારૂ રાચરચીલું પણ લાવવું જોઈએ. ચાલો આપણે જાણીએ તે કઈ-કઇ રીતો છે જેના દ્વારા તમે દિવાળીમાં તમારા ઘરને સજ્જ કરી શકો છો.

About bhai bhai

Check Also

ઘરમાં કબૂતરનું આવવું શુભ માનવામાં આવે છે કે અશુભ.આવો જાણીએ

કબૂતરને લઈને ઘણી માન્યતાઓ છે જ્યારે આ દરમિયાન ઘણી બધી બાબતો લોકોના મગજમાં પણ આવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *