Breaking News

નવ પરણિત દુલ્હનને પતિ કરતાં ફરિયામાં રહેતી અન્ય યુવતીઓ તરફ વધારે આકર્ષક થતાં કરી નાખ્યું આવું કાર્ય.

આજ રોજબરોજ ની જિંદગી માં ઘણા એવી સમસ્યાઓ ઉભી થાય છે જેને તમે કોઈને કહી નથી સકતા, તમારા જીવનમાં ઘણી એવી મુજવાનો હોય છે જેને તમે સામે ચાલી ને કોઈને પૂછી નથી સકતા નહીં તમને એવી ઘણી બધી સમસ્યાઓ નો ઉકેલ મળશે. આજે તમારા જીવન માં ઘણી એવી સમસ્યાઓ હશે જેને તમે કોઈ ને કહી નથી શકતા તમારી જીવન માં તમારી પર્સનલ લાઇફ માં ઘણી વધી સમસ્યાઓ હશે જેને ઉકેલ મળવો મુશ્કેલ છે.

 

મારા લગ્નને વીસ વર્ષ થઈ ગયા છે. ગયે વરસે મારું ગર્ભાશય ઓપરેશન કરી કાઢી નાખવામાં આવ્યું હતું. આ પછી મારી સેક્સમાં રૂચિ એકદમ ઘટી ગઇ છે. મારા પતિને પણ સેક્સ દરમિયાન ઉત્તેજના થતી જ નથી. શું ગર્ભાશય કઢાવી નાખવાને કારણે આમ થતું હશે ગર્ભાશયને સેક્સ સાથે કોઇ સંબંધ જ નથી. એનો ઉપયોગ માત્ર સંતાનનો જન્મ આપવાનો જ છે. સેક્સમાં રસ ઓછો થવા પાછળ બીજું કોઇ કારણ જવાબદાર પણ હોઇ શકે છે.

આ પાછળ માનસિક કારણ જવાબદાર હોઇ શકે છે. તમારા પતિનો પણ રસ ઓછો થઇ ગયો હોવાથી આનું કારણ કોઇ બીજું જ છે. તમારે આજે બંનેએ કોઇ મનોચિકિત્સક કે સેક્સોલોજીસ્ટની સલાહ લેવાની જરૂર છે. મારી એક ભૂલને કારણે અમે ડિવોર્સ લઈ લીધા હતા. મારા બાળકો મારા પતિ પાસે છે. હવે એમ થાય છે કે મેં છૂટાછેડા આપીને ખુબજ ઉતાવળ કરી હતી. મારી ભૂલને કારણે મારા બાળકોની જિંદગી ખરાબ થઇ ગઇ છે. આ અપરાધ બોજનો ભાર મારા મનમાંથી જતો જ નથી. પિયરના લોકો બીજા લગ્ન કરવાનું કહે છે પણ હું મારી જાતને માફ કરી શકતી નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી

હવે પસ્તાવાથી કંઇ વળવાનું પણ નથી. વિતી ગયેલો સમય પાછો આવવાનો નથી. ભૂતકાળ ભૂલી તમારે વર્તમાનમાં આગળ વધવાની જરૂર છે અને તમારા પતિએ બીજા લગ્ન કર્યાં નહીં હોય અને તેઓ તૈયાર હોય તો તેમની પાસે ભૂલની માફી માગી સમાધાન કરી નવેસરથી જીવન શરૂ થઇ જ શકે છે. આમ તમારા સંતાનોને માતા અને પિતા બંનેનો પ્રેમ મળી શકશે. એ શક્ય હોય નહીં તો તમારા પરિવારના લોકો કહે છે એ વાત માની બીજા લગ્ન કરી તમારો સંસાર શરૂ કરો. આખી જિંદગી એકલા રહેવું સહેલું નથી હોતું અને આ ઉપરાંત કોઇ નોકરી શોધી પગભર થઈ જાવ.મારી જાણકારી મુજબ પિરિયડ્સના એક અઠવાડિયા પહેલાંનો અને એક અઠવાડિયા પછીનો સમયગાળો સમાગમ કરવા માટે એકદમ સલામત ગણાય છે. શું આ સમયગાળો ૧૦૦ ટકા સલામ છે? આ ગાળામાં ગર્ભ રહેવાની કોઈ શક્યા ખરી.

માસિકપાળી આવવાના અને એક અઠવાડિયા પહેલાં અને એક અઠવાડિયા પછીના સમયગાળામાં સમાગમ કરવાથી ગર્ભ રહેવાની શક્યતા ઓછી જ હોય છે, પણ નથી હોતી એવું પણ નથી હોતું . માસિકપાળીના પહેલા જ દિવસે સમાગમ કરી નાખ્યો હોય તોય ગર્ભ રહ્યો હોવાના કિસ્સાઓ મોજૂદ છે અને એટલે તમે જ્યારે પણ ગર્લફ્રેન્ડ સાથે સમાગમ કરો ત્યારે ૧૦૦ ટકા સુરક્ષિતતા ઇચ્છતા હો તો નિરોધ પહેરીને જ સમાગમ કરવો એ હિતાવહ રહેશે. મને ચામડીનો રોગ છે. મારી ઇન્દ્રિયની આજુબાજુ સાથળમાં ખુબજ દાદર-ખૂજલી થાય છે. મેં ઘણી દવા કરી હતી, પરંતુ કોઈ અસર નથી થતી. કેન્ડિડ, કેન્ડિડ-બી જેવા મલમ પણ વાપર્યા છે. જ્યાં સુધી દવા ચાલુ રાખું છું ત્યાં સુધી સારું રહે છે, પણ પછી ખૂજલી ફરી શરૂ થઈ જ જાય છે. મારે શું કરવું જોઈએ.

અહી મુંબઈની આજુબાજુ દરિયો નજીક હોવાથી હવામાં ભેજ વધારે જ હોય છે. આખો દિવસ જીન્સ જેવાં કપડાં પહેર્યાં હોવાથી સાથળની આજુબાજુના ભાગમાં પસીનો થઈને ચામડી પર દાદર જેવો રોગ થવાની શક્યતા પણ વધારે રહે છે. એને લીધે દુર્ગંધ અને ખંજવાળ આવે છે. આ એક સામાન્ય વસ્તુ છે.તમે જે દવા વાપરો છો એ બરાબર છે. મારી તમને સલાહ છે કે સ્નાન કર્યા પછી પહેલાં સુંવાળા રૂમાલથી થપથપાવીને (ઘસીને નહીં) તમારા સાથળની બન્ને બાજુની ચામડી અને અંડકોશની નીચેના ભાગમાંની ભીનાશ દૂર કરો. પછી ડોક્ટરે આપેલો મલમ લગાવીને ટેલ્કમ પાઉડર કે એન્ટિ-ફન્ગલ પાઉડર છાંટીને પાંચ-સાત મિનિટ નિર્વસ્ત્ર પંખા નીચે સૂઈ રહ્યો. ત્યાર બાદ કોટનની અન્ડરવેઇર પહેરો.

જો તમને કોટન ન ફાવે તો ઓફિસેથી રાત્રે ઘરે આવીને પછી ઉપરની ક્રિયા ફરી કરીને અન્ડરવેઅર, લુંગી કે કોટનનો પાયજામો પહેરીને સૂઈ જાઓ.આ બધું કર્યા પછી પણ જો સારું ન થાય તો તમને ડાયાબિટીઝ છે કે નહીં એ ચેક કરાવી લેવું અને કોઈ સારા સ્કિન-સ્પેશ્યલિસ્ટની સલાહ લેવી જોઈએ.થોડા સમયમાં મારાં લગ્ન થઈ જવાનાં છે. સ્ત્રીઓ માટે ગર્ભાધાનનો ઉત્તમ સમય કયો હોય છે ?ગર્ભાધાન માટે કોઈ ખાસ નિયત દિવસ નથી જ હોતા કે ક્યારે સંભોગ કરો તો સ્ત્રી પ્રેગ્નન્ટ થાય. એવું કહેવામાં આવે છે કે જ્યારે ઓવરીમાંથી સ્ત્રીબીજ બહાર આવી જાય ત્યાર પછી જો ૪૮ કલાકમાં એ બીજ શુક્રજંતુને મળે તો ગર્ભ રહેવાની શક્યતા વધુ રહે છે.

સામાન્ય રીતે આ સ્ત્રીબીજ માસિક આવવાના પહેલા કે છેલ્લા અઠવાડિયામાં નીકળવાના ચાન્સ ઓછી હોય છે અને વચલાં બે અઠવાડિયાં ગર્ભાધાન માટે વધુ સારાં. સંભોગ કર્યા પછી જો સ્ત્રી પોતાના પગ છાતીસરસા ચાંપીને અડધો કલાક પડી રહે તો વાત્સાયનના કહેવા મુજબ આ ઉત્ફુલ્લક આસનથી ગર્ભ રહેવાની શક્યતા ખુબજ વધી જાય છે. મને ફક્ત બીજી સ્ત્રીઓ પ્રત્યે ખુબજ જાતીય આકર્ષણ થાય છે. એનું કારણ શું? મારી જન્મકુંડળીનો જોડામેળ પણ જોવડાવવામાં આવ્યો પણ હતો અને અમારા ગુણાંક (દોકડા) સરેરાશ કરતાં વધારે હતા.આ બાબતમાં આવી સ્ત્રીઓની આદતોથી માંડીને તેમનો વિકાસ, તેઓ કયા વાતાવરણમાં રહેટી હોય છે,

માબપાનું વર્તન અને છેલ્લે આનુવંશિકતાના સિધ્ધાંત સહિત ઘણાબધા સિધ્ધાંતોના આધારે જન્મકુંડળીનો અભ્યાસ કરવામાં આવે છે અને છઠ્ઠી સદીના જાણીતા જ્યોતિષી તથા ખગોળશાસ્ત્રી વરાહમિહિરે તેમના સૌથી લોકપ્રિય ગ્રંથ ‘બૃહદજાતક’ (અધ્યાય ૨૪, શ્લોક નં. ૭)માં લખ્યું પણ છે કે જો સ્ત્રીની જન્મકુંડળીમાં શુક્ર અને શનિ બરાબર સામસામે (એકબીજા પર દ્રષ્ટિ કરતા) હોય અથવા એકબીજાના નવમાંશમાં રહેલા હોય તો તે સ્ત્રી વધુ પડતી કામવાસના ધરાવતી થઈ જશે અને બીજી સ્ત્રીઓની મદદથી વિજાતીય વ્યક્તિની ભૂમિકા ભજવીને તેની કામવાસના પ્રગટ કરશે. વરાહમિહિરે આ નિયમનો ઉલ્લેખ સમલૈંગિક આકર્ષણ અનુભવતી સ્ત્રીઓ વિશે પણ કર્યો હોવા છતાં તેમના ગ્રંથના સમીક્ષક રુદ્રભટ્ટ જણાવે છે કે આ નિયમ સમલૈંગિક આકર્ષણ અનુભવતા પુુરુષોને પણ લાગુ પડી જ શકે છે.

હું ૧૮ વર્ષનો એફ.વાય.બી.કોમ ની વિદ્યાર્થી છું. હું કોઈપણ છોકરી અથવા કોઈ અશ્લીલ દ્રશ્ય જોતાં જ એટલો બધો ઉત્તેજિત થઈ જાઉં છું કે, જાત પર કાબૂ રાખી શકતો નથી. આ કારણસર મેં ૫-૬ વાર ખોટી જગ્યાએ જઈ કેટલીક છોકરીઓ સાથે સંબંધ પણ બાંધ્યો છે. મારા આ કાર્ય માટે હું આત્મગ્લાનિ અનુભવું છું, પરંતુ લાચાર છું. હું મારી જાત પર કાબૂ રાખી શકું એવો કોઈ ઉપાય કે દવા બતાવશો.

દરેક વ્યક્તિમાં સેક્સની ભાવના વધારે કે ઓછી હોય જ છે. તે માટેની કોઈ દવા નથી. આ અંગે તમારે થોડાં વર્ષ સંયમપૂર્વક વર્તવું પડશે. માણસની ઈન્દ્રિયોને કાબૂમાં રાખવાનું કાર્ય મુશ્કેલ છે, પરંતુ અશક્ય નથી. તમે કોશિશ દ્વારા તમારી જાત પર કાબૂ મેળવી શકો છો. તે માટે અભ્યાસ અને રમતગમત વગેરે તરફ તમારી જાતને વધુમાં વધુ પ્રવૃત્ત રાખો, તે જરૂરી છે. આના લીધે તમારું ધ્યાન બીજે નહીં દોરવાય. ઉન્મુક્ત જાતીય સંબંધ બાંધવાની તમને એઈડ્સ જેવો જીવલેણ રોગ થઈ શકે છે, તેથી અનૈતિક સંબંધોથી દૂર રહો.મારી ઉંમર ૨૦ વર્ષની છે.મારી એક સાહેલી સાથે મારો સમલૈંગિક સંબંધ છે. મારું વ્યક્તિત્વ છોકરાના વ્યક્તિત્વ જેવું છે અને મારી બહેનપણી મને એનો પતિ માને છે. અમે બંને કાયમ સાથે રહેલા માગીએ છીએ, પરંતુ અમારાં કુટુંબીજનો વિરોધ કરે છે. શું કરવું.

તમારું વ્યક્તિત્વ ભલે ગમે તેવું હોય, પરંતુ સચ્ચાઈ એ છે કે તમે યુવતી છો. આ વાસ્તવિક્તા સ્વીકારીને એ છોકરી સાથે બીજી બહેનપણીઓ સાથે રાખતાં હો એવો જ સંબંધ રાખો. સામાન્ય રીતે લગ્ન પછી આવા સમલૈંગિક સંબંધ પર પૂર્ણવિરામ મુકાઈ જતું હોય છે.હું ૩૧ વર્ષની નોકરી કરતી, પરિણીતા છું. દેખાવમાં પણ સુંદર અને સ્માર્ટ છું. મારું દામ્પત્યજીવન સુખમય છે. મારું કુટુંબ સમૃદ્ધ છે. સામાન્ય રીતે હું બહુ ઓછા લોકો સાથે હળીમળી શકું છું, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે મારા નવા ઓફિસર, જે આધેડ વયના હોવા છતાં પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવે છે. તેમના પ્રત્યે એટલી બધી આકર્ષાઈ છું કે પહેલાં ઈશારાથી અને પછી શાબ્દિક રીતે મારી લાગીણી મેં વ્યક્ત કરી છે. એમને જોયા વિના એક દિવસ પણ રહેવાતું નથી. અમારી વચ્ચે ચુંબનનું આદાનપ્રદાન પણ થાય છે, પરંતુ હું મર્યાદામાં રહેલા ઈચ્છું છું. હું કંઈ અનૈતિક તો નથી કરી રહી ને.

તમારું દામ્પત્યજીવન સુખમય હોવા છતાં તમે પરપુરુષ પ્રત્યે આકર્ષાયા છો એટલું જ નહીં, તમારી લાગણીને દબાવવાને બદલે તમે એમને શાબ્દિક અભિવ્યક્તિ દ્વારા સામેથી આમંત્રણ આપ્યું છે. એક પરિણીતા સ્ત્રી, જેનો પતિ એને અનહદ ચાહે છે, તેના માટે આવું વર્તન શોભાસ્પદ નથી. તમે જો ખરેખર મર્યાદામાં રહેવા ઈચ્છતાં હો, તો તમારા અધિકારી સાથેના સંબંધ ન રાખો. તમે નોકરી કરવા ઓફિસે જાવ છો, એટલે તમારા કામ પ્રત્યે વધુ ધ્યાન આપો, તે વધારે સારું રહેશે.

મેં પ્રેમલગ્ન કર્યા છે. છતાં મારા ઘરના સભ્યોએ યથાશક્તિ દહેજ આપ્યું છે પણ સાસરીના સભ્યોની અપેક્ષાએ તેમને ઘણું ઓછું લાગે છે.ખરું જોતાં, મારા પતિનો સંબંધ મારાં સાસું જ્યાં કરવા ઈચ્છતાં હતાં ત્યાંથી તેમને ખૂબ ધનદોલત દહેજમાં મળવાની હતી. તે છોકરી તેમની કરોડપતિ બહેનપણીની એકની એક દીકરી હતી. પણ મારી સાથે લગ્ન કરીને પતિએ બધું ગુમાવી દીધું. હવે મારાં સાસુ ઊંઘતાજાગતાં મને મહેણું મારે છે. તે બધું મારા પતિને કહું છું તો તે કહે છે તેને બોલવા દે, તું શા માટે ચિંતા કરે છે. હું બી.એ., બી.એડ. થયેલી છું. લગ્ન પહેલાં સ્કૂલમાં ભણાવતી હતી. વિચારું છું કે ફરીથી નોકરી જોઈન્ટ કરી લઉં. દૂર રહેવાથી થોડી તો રાહત મળશે. શું આનાથી મારી મુશ્કેલીનો ઉકેલ આવશે કે પછી ઘરબહાર બંને જવાબદારીઓથી થાકીને લોથપોથ થઈ જઈશ? – એક યુવતી (ભરુચ)

તમે કહો છો કે તમારી સાથે લગ્ન કરતાં પહેલાં તમારાં સાસુ પોતાના દીકરાનાં લગ્ન કોઈ પૈસાદાર છોકરી સાથે કરાવવા ઈચ્છતાં હતાં. પરંતુ તમે તેની ઈચ્છાઓ પર પાણી ફેરવી દીધું. એટલે તે ગુસ્સે થાય એ સ્વાભાવિક છે. આમ પણ શરૂઆતમાં લેણાદેણીને લઈને આવા પ્રકારની બોલાચાલી થાય છે, પણ થોડા સમય પછી બધું શાંત સામાન્ય થઈ જાય છે. એટલે તમે ચિંતા ન કરો. તમારો નોકરી કરવાનો વિચાર પણ વાજબી છે. આથી ત્યાં તમને ઘરથી દૂર બહારનું અલગ વાતાવરણ મળી જશે અને આર્થિક રીતે પણ તમે સક્ષમ થઈ જશો.

મારા પતિ એમસીડીમાં કાર્યરત છે. અમને સરકારી ક્વાર્ટર મળેલું છે. મારી ઓફિસ અને બંને બાળકોની સ્કૂલ પણ નજીક છે. હવે અહીં મારા સસરાની પણ બદલી દિલ્હી કેંટમાં થઈ છે. હવે મારાં સાસુ-સસરા એવું ઈચ્છે છે કે અમે લોકો તેમની સાથે રહીએ. આવું કરવામાં અમને ઘણી તકલીફ થશે પણ તે લોકો માનતાં નથી. તે કહે છે કે દિલ્હી બદલી કરાવવાનો શું ફાયદો થયો, જો તમારે અલગ અલગ રહેવું હતું, અમને ઘણી મુશ્કેલી પડે એમ છે. શું કરીએ? સૌથી મોટી વાત તો એ છે કે ત્રણ વર્ષ પછી તેમની ફરી બદલી થઈ જશે. પછી ફરી અમારે શિફ્ટ થવું પડશે.

આ મુશ્કેલીનો પ્રશ્ન એટલો અઘરો નથી જેટલો તમે વિચારી રહ્યાં છો. બસ, તમારે લોકેએ સંમત થવું જરૂરી છે. તમારા સાસું સસરાને તમારા લોકો સાથે લગાવ છે. એટલે તે વિચારે છે કે આખો પરિવાર એકસાથે રહીને સુખી થઈએ. પણ તમે તેમની પાસે બેસીને શાંતિથી સમજાવી શકો છો કે બાળકોની સ્કૂલ અને તમારે બંનેને પોતાની ઓફિસ પહોંચવામાં ઘણો સમય લાગશે. જેથી મોટા ભાગનો સમય તો અમારો આવવાજવામાં જ જતો રહેશો અને પછી દિલ્હીમાં ટ્રાફિકની મુશ્કેલીથી તો દરેક વ્યક્તિ વાકેફ છે.

તમે તેમને આ પણ સમજાવી શકો છો કે સરકારી ક્વાર્ટર્ એક વાર છોેડી દીધા પછી ફરીવાર મળવું સહેલું નથી. આટલી મુશ્કેલીઓ વેઠવા કરતાં સારું એ છે કે અમે લોકો રજાઓમાં અથવા જ્યારે સગવડ હોય ત્યારે તમને મળવા આવીશું. તેમની સાથે બેસીને વાત કરશો તો તે જરૂર તમારી વાત સાથે સંમત થઈ જશે.હું ૨૬ વર્ષની પરિણીતા છું, મને વસ્ત્રોનો બહુ ક્રેઝ છે. પતિ પણ શોખીન સ્વભાવના છે. મારી માતાની એકની એક દીકરી છું, એટલે ત્યાંથી પણ અવારનવાર નવા નવા ડ્રેસ મળતાં રહે છે. મારો આ શોખ મારા સાસુના મનમાં નથી ઊતરતો. જ્યારે પણ હું કોઈ નવો ડ્રેસ પહેરું છું ત્યારે તે ખરાબ રીતે મોં મચકોડે છે.

 

ક્યારેક ક્યારેક કટાક્ષમાં પણ બોલે છે કે કેટલા બધા પૈસા વસ્ત્રો પાછળ ફૂંકી મારે છે, શો ફાયદો? બધો મૂડ બગાડી નાખે છે. જો કે મેં આજ સુધી તેમની પાસેથી એક પણ રૂપિયો નથી માંગ્યો. તો પણ ખબર નહીં શા માટે ગુસ્સે થાય છે. શું બધાની સાસુ આવી જ હોય છે? તમારા પતિને તમારા તરફથી કોઈ ફરિયાદ નથી અને તે તમારી ઈચ્છા પૂરી કરે છે. જ્યાં સુધી તમારી સાસુની વાત છે તો કેટલાક અપવાદને છોડીને સાસુ આવી જ હોય છે. વહું નવાં વસ્ત્રો પહેરી, ઓઢીને ફરે તે તેમને બિલકુલ સારું નથી લાગતું, એટલે તમારી સાસુ રોકટોક કરે તો તેના પર તમારે વધારે ધ્યાન ન આપવું.

About bhai bhai

Check Also

9 વર્ષમાં આટલી બદલાઈ ગઈ છે રાણી લક્ષ્મી બાઈનું પાત્ર ભજવનાર આ અભિનેત્રી, તસવીરો જોઈ ચોંકી જશો…..

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *