Breaking News

નવરાત્રી થી લઈ ને દિવાળી સુધી ના તહેવારોની ઉજવણી, માટે સરકારે બહાર પાડી ગાઈડલાઇન, જાણો વિગતવાર…

દોસ્તો અત્યારે કોરોના ના કહેર ના કારણે તમામ તહેવારો ઉપર સરકારે ખાસ નિર્ણય લીધો છે તો ચાલો તેના વિશે વધુ માહિતી મેળવીએ નવરાત્રિના ગરબા, દશેરા, દિવાળી, બેસતા વર્ષ નૂતન વર્ષ સ્નેહમિલનના શરદ પૂનમના તહેવારોની ઉજવણી સંદર્ભે રાજ્ય સરકારે બહાર પાડી માર્ગદર્શક સૂચનાઓ જાહેર કરી છે. રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિ તેમજ જાહેર આરોગ્ય સુખાકારીના સંદર્ભમાં રાજ્ય સરકારે આગામી તહેવારો ઉત્સવોની ઉજવણી માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. રાજ્ય સરકારની આ માર્ગદર્શિકા અને નિર્ણયોનો અમલ આગામી 16મી ઓક્ટોબર 2020 થી કરવાનો રહેશે. આ સૂચનાઓનો અમલ કરીને જ નવરાત્રિ અને અન્ય તહેવારોનો અમલ કરવાનો રહેશે.

નવરાત્રિ દરમિયાન રાજ્યમાં કોઈપણ ગરબાના જાહેર આયોજન કરી શકાશે નહિ નવરાત્રિ દરમ્યાન જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગરબી મૂર્તિ ની સ્થાપના અને પૂજા આરતી કરી શકાશે.પરંતુ ફોટા કે મૂર્તિને ચરણ સ્પર્શ નહીં કરી શકાય કે પ્રસાદ વિતરણ નહિ કરી શકાય.આ માટે સ્થાનિક વહીવટી તંત્રની મંજુરી લેવી આવશ્યક રહેશે.200 થી વધુ વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે નહિ.તેમજ આ કાર્યક્રમનો સમય એક કલાક નો જ રહેશે તમામ એસઓપીનું પાલન અવશ્ય કરવાનું રહેશે.

કન્ટેન્ટમેન્ટ ઝૉન સિવાયના વિસ્તારોમાં સામાજિક, શૈક્ષણિક રમત ગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ધાર્મિક સમારોહના આયોજનમાં પણ કેટલીક ચોક્ક્સ શરતોને આધીન પરવાનગી અપાશે. તદ્દનુસાર 6 ફૂટની દૂરી સાથેનું ફિઝિકલ ડિસ્ટન્સ અને તે માટે ફ્લોર માર્કિંગ કરવાનું રહેશે. સમગ્ર સમારંભ દરમિયાન ચહેરાને યોગ્ય રીતે તમામ સમયે ઢાંકી રાખવો પડશે. થર્મલ સ્કેનર, સેનીટાઇઝર સાથે ઓકસી મીટરની સુવિધા તેમજ સ્ટેજ, માઇક, ખુરશીને સમયાંતરે સેનેટાઇઝ કરવાના રહેશે. હેન્ડવોશ, સેનિટાઇઝરની સુવિધાનો તમામે ફરજિયાત અમલ કરવાનો રહેશે.

સમારંભ દરમિયાન થૂકવા તેમજ પાન-મસાલા ગુટખા સેવન પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. 65 થી વધુ વયના વયસ્ક નાગરિકો, 10 વર્ષથી નીચેની વયના બાળકો, સગર્ભા માતાઓ તેમજ અન્ય બીમારીથી પીડિત વ્યક્તિઓ આવા સમારંભોમાં ભાગ ન લે તે હિતાવહ છે. જો આવા સમારંભો હોલ, હોટલ, બેન્ક્વેટ હોલ, ઓડિટોરિયમ, જ્ઞાતિ સમાજોની લગ્નવાડી, ટાઉન હોલ કે અન્ય બંધ સ્થળે યોજવામાં આવે ત્યારે આવા સ્થળની કેપેસિટીના 50 ટકા કે વધુમાં વધુ 200 વ્યક્તિની મર્યાદામાં જ યોજી શકાશે. લગ્ન-સત્કાર સમારંભ જેવી ઉજવણીમાં ૧૦૦ વ્યક્તિઓ ભાગ લઇ શકશે.

આગામી તહેવારોની જાહેરમાં ઉજવણી માટે સ્થાનિક વહીવટી તંત્રની પૂર્વ મંજૂરી આવશ્યક છે. મેળા, રેલી, પ્રદર્શનો, રાવણ દહન, રામલીલા, શોભાયાત્રા જેવા સામૂહિક કાર્યક્રમો કે જ્યાં મોટા પ્રમાણમાં લોકો એકઠા થતા હોય તેના પર પ્રતિબંધ રહેશે. આ સૂચનાઓના ભંગ થવાના કિસ્સામાં સંબંધિત સ્થળ સંચાલક-આયોજક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તમામ કાર્યક્રમો દરમિયાન તબીબી સુવિધાઓ ત્વરાએ ઉપલબ્ધ થાય તેનો જરૂરી પ્રબંધ પણ કરવાનો રહેશે.

ગુજરાતના ખેલૈયાઓ માટે સારા સમાચાર આવી શકે છે તેવા સંકેતો દેખાઈ રહ્યાં છે. નવરાત્રિ માં ગરબા માટે સરકાર છૂટછાટ આપી શકે છે. કોરોનાની મહામારી વચ્ચે નિયમો સાથે સરકાર નવરાત્રિના આયોજન માટે છૂટછાટ આપી શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. નવરાત્રિ યોજાશે કે નહિ તે ચર્ચાઓ વચ્ચે રાજકોટના એક મોટા ગરબા આયોજકે પાસ બુકીંગની જાહેરાત કરી છે. સરકારની છૂટછાટ પહેલા જ ગરબા આયોજકોએ તૈયારીઓ શરૂ કરી છે.

ગુજરાતમાં નવ દિવસનો નવરાત્રિ ઉત્સવ ઉજવાય છે. આવામાં ગુજરાતના સૌથી મોટા ફેસ્ટિવલમાં આયોજન થાય તેવી લોકોની માંગ છે. લોકોની માંગ હતી કે, છૂટછાટ સાથે ગરબા રમવા મળે. પરંતુ જો ગરબાનું આયોજન કરવું હશે તો સરકારની ગાઈડલાઈનનું પાલન કરવું પડી શકે છે. આ આયોજનમાં સરકાર કેવા પ્રકારની છૂડછાટ આપે છે તે હજી જાહેર થયુ નથી. પણ થોડા દિવસોમાં જ ચિત્ર સ્પષ્ટ થઈ જશે. અનલોક 4માં સરકાર વધુ છૂટછાટો જાહેર કરી શકે છે, જેમાં નવરાત્રિ અંગે પણ મોટી જાહેરાતો થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, દોઢ મિના પહેલા ગરબા આયોજકોએ સરકાર સાથે બેઠકો યોજી હતી. 31 ઓગસ્ટે અનલોક 3 પૂરુ થઈ રહ્યું છે. અનલોક 4ની ગાઈડલાઈન હજી બહાર પડી નથી. આવામાં સરકાર અનલોક 4 માં કેવા પ્રકારની છૂટછાટ આપે છે તે જોવા નું બાકી છે.

નવરાત્રિના પાસ માટે જાહેરાત કરી દેનાર રાજકોટના ગરબા આયોજક પંકજ સઠીયાએ આ વિશે જણાવ્યું કે, સરકાર છૂટછાટ આપે તો અમે ગાઈડલાઈન મુજબ આયોજન કરવા તૈયાર છીએ. ગરબાના આયોજન માટે અમને બે અઢી મહિનાનો સમય લાગી જાય છે. તે માટે અમે અત્યારથી જ શરૂઆત કરી દીધી છે. સરકાર હા પાડે તે માટે અમે અત્યારથી અમે તૈયારી કરી દીધી છે. સરકાર ના પાડશે તો પછી કંઈ કરવાનું રહેતુ નથી.

સરકાર હા પાડે તો પ્રિપ્લાનિંગ શરૂ કરી દીધું છે. સોશિયલ ડિસ્ટન્સિંગ બાબતે અમને ખાસ ધ્યાન રાખવું પડશે. પરંતુ બધુ કરવાની અમારી તૈયારી છે. ઝેનિત પટેલે જણાવ્યું કે, સરકાર છૂટછાટ આપે તો ગાઈડલાઈન મુંજબ કામ શરૂ કરીશું. માસ્ક, સેનેટાઈઝેશન, ટનલ વગેરે બાબતે અમે બધુ ધ્યાન રાખીશું. સરકાર બીજા નિયમો બહાર પાડે તો તેને અનુસરવા પણ અમે તૈયાર છીએ.

About bhai bhai

Check Also

ચરોતરમાં આવેલું છે માં સિકોતરનું ચમત્કારીક મંદિર,જાણો આ મંદિર વિશે.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ભારત એક એવો દેશ છે, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *