હાશ હવે શાંતી! પેટ્રોલ-ડીઝલના ભાવને લઇને રાહતના સમાચાર,ફૂડ ના ભાવમાં ઘટાડો થતાં હવે નહિ વધે પેટ્રોલ-ડીઝલના ભાવ

0
153

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં ઘટાડો થયો છે. રશિયા અને યુક્રેન ના તણાવના કારણે લગભગ ત્રણ અઠવાડિયાથી આંતરરાષ્ટ્રીય બજારમાં રેકોર્ડ ઊંચાઈ પર રહેલા કાચા તેલ ની કિંમત હવે નરમ પડી ને સો ડોલર પ્રતિ બેરલની નીચે પહોંચી ગઈ છે.

આવી સ્થિતિમાં ભારતીય ઓઇલ કંપનીઓ માટે પણ રાહતના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં ઘટાડા થી રિટેલ ઓઈલ કંપનીઓ પર માર્જીન નું દબાણ ઘટી ગયું છે. જેના કારણે હજુ થોડા દિવસ પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રહી શકે છે.24 ફેબ્રુઆરી બાદ ફૂડ માં ભાવ 130 ડોલર પ્રતિ બેરલ પહોંચ્યા હતા.

ઉલ્લેખનીય છે કે રશિયાએ 24 ફેબ્રુઆરીએ યુક્રેન સાથે યુદ્ધની શરૂઆત કરી હતી અને ત્યાર બાદ આંતરરાષ્ટ્રીય સ્તર પર કાચા તેલની કિંમત 130 ડોલર સુધી પહોંચી ગઈ હતી. પરંતુ હોળીના તહેવાર પહેલા કાચા તેલની કિંમત ફરી સો ડોલર પર આવી ગઈ છે. દિવાળી બાદ એટલે કે નવેમ્બર 2021 થી દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઇ ફેરફાર થયો નથી.

ભારતીય પેટ્રોલિયમ માર્કેટિંગ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના લેટેસ્ટ અપડેટ મુજબ દેશની રાજધાની દિલ્હીમાં 20 માર્ચ 2022 ના રોજ પણ પેટ્રોલ 95.41 રૂપિયા પ્રતિ લીટર અને ડિઝલ 86.67 રૂપિયા પ્રતિ લીટર પર સ્થિર છે.આ જ રીતે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલ 109.98 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 94.14 રૂપિયા પ્રતિ લિટર વેચાય રહ્યું છે.

કોલકાતામાં પેટ્રોલ 104.67 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 89.79 રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નઈમાં પેટ્રોલ 101.40 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 91.43 રૂપિયા પ્રતિ લીટર છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ફૂડ ઓઈલ ની કિંમતને આધારે ઓઈલ ના ભાવ અપડેટ કરવામાં આવે છે. ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કંપનીઓ દરરોજ સવારે વિવિધ શહેરોના પેટ્રોલ અને ડીઝલના ભાવ ની માહિતી અપડેટ કરે છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.