Breaking News

નીતિશાસ્ત્ર મુજબ શારીરિક સબંધ બાંધ્યા બાદ આટલું કાર્ય કોઈપણ સંજોગોમાં કરીજ લેવું જોઈ,જાણીલો આ કાર્ય વિશે.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આપણા ભારતમાં એક રીવાજ છે કે વ્યકિતએ દિવસની શરૂઆતમાં સૌથી પહેલા શૌચ અને સ્નાન કરીને પવિત્ર થઈને બીજા કામોની શરૂઆત કરવી જોઈએ. કારણ કે હિંદુ ધર્મ શાસ્ત્રોમાં સુતેલી વ્યક્તિને અડધી મરેલી માનવામાં આવે છે. એટલે કે જયારે વ્યક્તિ ઊંઘી જાય છે ત્યારે એને કોઈ પણ વસ્તુ વિષે ખબર નથી પડતી, જે રીતે મૃત્યુ પછી કઈ ખબર નથી પડતી એ જ રીતે.એટલા માટે જ ઊંઘીને ઉઠયા પછી કોઈ પણ કામ કરતા પહેલા સ્નાન અવશ્ય કરવું જોઈએ. ઊંઘ લીધા પછી મનુષ્યનું શરીર એ પ્રેત જેવું હોય છે, જેમાં આત્માએ તરત પ્રવેશ કર્યો હોય. એટલા માટે કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા શરીરને શુદ્ધ કરવું જરૂરી હોય છે.

દરેક ધર્મમાં શારીરિક, માનસિક, આત્મિક સ્વચ્છતાને મહત્વ આપવામાં આવ્યું છે. હિંદૂ શાસ્ત્રોમાં તો દિવસમાં ત્રણ વખત સ્નાન કરવાની વાત કરવામાં આવી છે. જો શાસ્ત્રોક્ત રીતે વ્યક્તિએ જીવન પસાર કરવું હોય તો સૌથી પહેલા બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે 4-5 વાગ્યા વચ્ચે સ્નાન કરી લેવું જોઈએ. બીજી વખત બપોરના સમયે અને ત્રીજી વખત અને અંતિમ સ્નાન સાંજના 6 વાગ્યા પછી કરવાનું વર્ણન કરવામાં આવ્યું છે.

શાસ્ત્રોમાં સંપૂર્ણ સ્નાનનું જ નહીં હાથ-પગ ધોવાની વાતને પણ મહત્વની ગણવામાં આવી છે. જ્યારે પણ બહારથી ઘરમાં પ્રવેશ કરીએ ત્યારે હાથ-મોં અને પગ અવશ્ય ધોવા જોઈએ. આ ઉપરાંત જમવા બેસતાં પહેલાં પણ દરેક વ્યક્તિએ હાથ-પગ ધોવા જોઈએ. સ્નાનથી શરીર શુદ્ધ તો થાય જ છે તેની સાથે સ્નાયુ પણ મજબૂત બને છે.

શાસ્ત્રો સિવાય ભારતના મહાન નીતિશાસ્ત્રમાં પણ સ્નાનના મહત્વનું વર્ણન કરવામાં આવ્યું છે. આચાર્ય ચાણક્ય રચિત નીતિશાસ્ત્ર અનુસાર એવા 4 કાર્ય છે જેને કર્યા પછી વ્યક્તિએ સ્નાન કરવું જ જોઈએ. જે વ્યક્તિ આ નિયમનું પાલન નથી કરતી તેના સ્વાસ્થ્યને નુકસાની થાય છે, સાથે જ આધ્યાત્મિક સ્તરનો પણ નાશ થાય છે.સ્મશાન યાત્રામાંથી પરત ફરીને.સ્મશાન યાત્રામાંથી પરત ફર્યા પછી સ્નાન અવશ્ય કરવું જોઈએ.

અંતિમક્રિયા કર્યા પછી ઘરમાં પ્રવેશ સ્નાન કર્યા પછી જ કરવો જોઈએ. કારણ છે કે મૃતદેહમાંથી અનેક પ્રકારના બેક્ટેરિયા નીકળા હોય છે, આ બેક્ટેરિયા અન્ય લોકોના શરીર પર પણ ઉડે છે તેથી સ્મશાન પરથી પરત ફરીને સૌથી પહેલા સ્નાન કરવું જોઈએ. સંભોગ.સંભોગ કર્યા પછી કોઈપણ ધાર્મિક ક્રિયામાં જવું ન જોઈએ. એટલા માટે જ સંભોગ કર્યા પછી સ્નાન કરવું જોઈએ. સ્નાન કર્યા પછી જ કોઈપણ કામ કરવું જોઈએ.

સ્નાન કર્યા વિના રસોડામાં પણ પ્રવેશ ન કરવો.તેલ માલિસ. અઠવાડિયામાં એકવાર શરીર પર તેલ લગાવી અને માલિસ કરવી જોઈએ. પરંતુ તેલ માલિસ કર્યા પછી સ્નાન પણ અવશ્ય કરવું.વાળ કપાવ્યા પછી.દાઢી તેમજ વાળ કપાવ્યા પછી પણ સ્નાન કરવું જ જોઈએ. કારણ કે આ કામ કરાવ્યા પછી શરીર પર વાળ ખરેલા હોય છે તેને દૂર કરવા સ્નાન કરવું જોઈએ. જો આમ કરવામાં ન આવે તો સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.

સ્નાન કર્યા વગર ભોજન કરવું એ અસુર અને રાક્ષસોની પ્રવૃત્તિ છે.એવું કહેવામાં આવે છે કે બ્રશ કે દાતણ કર્યા પછી ભોજન કરવાથી શક્તિની પ્રાપ્તિ થાય છે. અને સ્નાન કર્યા વગર ભોજન કરવું અસુર અને રાક્ષસોની પ્રવૃતિઓને જન્મ આપે છે. આપણા પ્રાચીન શાસ્ત્રોના જણાવ્યા અનુસાર આત્મા મનુષ્યના શરીરમાં બે રીતે નિવાસ કરે છે. એક તો સુક્ષ્મ અને બીજી સ્થૂળ અવસ્થામાં. જયારે આપણે ઊંઘતા હોઈએ છીએ ત્યારે આપણી સુક્ષ્મ આત્મા શરીરના મનના સંસારમાં ભ્રમણ કરતી હોય છે, અને આપણને ભવિષ્યમાં થનારી ઘટનાઓના સપના દેખાડે છે.

તમે લોકોએ હંમેશા ઘરના વૃદ્ધને આ વાત કહેતા સાંભળ્યા હશે, કે કયારેય સ્નાન કર્યા પહેલા ભોજન કરવું જોઈએ નહીં. જોકે એના માટે તેઓ ધાર્મિક તર્ક આપે છે, પણ એની પાછળ વૈજ્ઞાનિક કારણ પણ છે. જો કે આજના સમયમાં આ વાતોને કોઈ ગંભીરતાથી નથી લેતું. વૈજ્ઞાનિકો અનુસાર સ્નાન કર્યા પછી શરીરના દરેક ભાગોને નવું જીવન મળે છે.

શરીર સંપૂર્ણ રીતે સાફ થવાથી વધારે ભૂખ લાગે છે.જયારે તમે સવારે ઉઠો છો, તો પાછળના દિવસે જે પણ ગંદકી તમારા શરીર પર રહી હોય છે, તે ફક્ત સ્નાન કરવાથી જ સાફ થાય છે. સ્નાન કરવાથી ન માત્ર શરીર સાફ થઈ જાય છે પણ તમને નવી તાજગી અને સ્ફૂર્તિનો અનુભવ પણ થાય છે. તેમજ જયારે તમારું શરીર સંપૂર્ણ રીતે સાફ થઈ જાય છે, ત્યારે તમને ભૂખ પણ આપમેળે લાગે છે.તે સમયે જે પણ ભોજન કરવામાં આવે તેની અસર આપણા શરીર પર વધારે થાય છે. તમે પ્રયોગની રીતે જોઈ શકશો કે સ્નાન કર્યા વગર ખાવાથી એક રોટલી ઓછી ખવાય છે, જયારે સ્નાન પછી ખાવાથી એક રોટલી વધારે ખવાય છે.

સ્નાન પહેલા ભોજન ન કરવાનું બીજું કારણ એ છે, કે જો તમે સ્નાન કરવાં પહેલા કઈ પણ ખાઈ લો છો ત્યારે તમારું શરીર એને પચાવવામાં લાગી જાય છે. અને ખાધા પછી તરત સ્નાન કરવાથી તમારું શરીર ઠંડુ થઈ જાય છે. અને તમારા શરીરનું લોહી ખાધેલા ખોરાકને પચાવવાના કામને બદલે શરીરને ગરમી આપવાના કામમાં લાગી જાય છે.

આમ થવાથી તમારી પાચનક્રિયા ઘીમી પડી જાય છે. આ કારણે આપણા આંતરડા નબળા પડી જાય છે અને કબજિયાતની સમસ્યા થવા લાગે છે, સાથે જ અન્ય ઘણા શારીરિક રોગ પણ થાય છે. એટલા માટે સ્નાન કરતા પહેલા જમવાની ના પાડવામાં આવે છે. જો ઘણી વધારે જરૂર હોય તો તમે પ્રવાહી પદાર્થ સ્નાન કરતા પહેલા લઈ શકો છો.

આયુર્વૈદમાં એક ખુબ જ મોટો અધ્યાય છે તેનું નામ છે દિનચર્યા. દિનચર્યા અધ્યાયમાં સવારે ઉઠીને રાત્રે સુતા પહેલા શું શું કરવું જોઈએ તેના બધા નિયમો છે. દિનચર્યા અધ્યાય અનુસાર હંમેશા સ્નાન કરવાનો સૌથી સારો સમય છે સવારનો. તેમાં ઉઠવાનું એ રીતે હોય છે કે આપણે રોજ સવારે 4 : ૩૦ ની આસપાસ ઉઠી જવાનું હોય છે. અને ત્યારે સ્નાનનો સમય છે 6 થી 6 : ૩૦ સુધીનો હોય છે. એટલે આપણે હંમેશા સવારે વહેલા ઉઠીને 6 થી 6 :30 ના સમય દરમિયાન સ્નાન કરી લેવું જોઈએ. આ પ્રયોગ ખરેખર ઉનાળામાં તો સારો રહે છે પરંતુ આપણને એક પ્રશ્ન થાય કે આપણે શિયાળામાં સવારે કેમ આ સમયે સ્નાન કરવું. તો ત્યારે આપણે આપણીં સુવિધા પ્રમાણે કરવું જોઈએ.

સ્નાન હંમેશા માટે સવારે જ કરવું જોઈએ. તેનાથી શારીરિક અને માનસિક બંને વસ્તુ પર ખુબ જ સારી અસર કરે છે. તે કંઈ રીતે થાય તે આપણે આગળ જાણીશું. આમ તો સાંજે પણ સ્નાન કરવાનું હોય છે પરંતુ તે રોગી લોકો માટે હોય છે. કંઈક એવી ખાસ બીમારીઓ પણ છે જેના માટે સાંજનું સ્નાન ખુબ જ ઉપયોગી હોય છે. પરંતુ સામાન્ય લોકો માટે સવારનું સ્નાન જ ખુબ ફાયદાકારક છે.

આપણને ઘણી વાર તેવો પ્રશ્ન પણ થતો હોય છે કે ગરમ પાણીથી સ્નાન કરવું કે ઠંડા પાણીથી સ્નાન કરવું. આયુર્વૈદમાં કહેવામાં આવ્યું છે કે ક્યારેય પણ ગરમ પાણીથી સ્નાન કરવું ન જોઈએ. ગરમ પાણી પીવું જોઈએ. પરંતુ સ્નાનમાં હંમેશા ઠંડુ પાણી જ ઉપયોગમાં લેવું જોઈએ. ઠંડુ એટલે જે સામાન્ય તાપમાન વાળું પાણી હોય તેનાથી જ સ્નાન કરવું જોઈએ. ઠંડા પાણીથી સ્નાન કરવામાં આવે તો આપણા શરીરને તંદુરસ્તી મળે છે.

જો આપણને કોઈ પણ મોટી મજબૂરી હોય કે જેમ કે આપણને ખુબ જ તાવ આવી ગયો હોય અને આપણે સ્નાન કરવા માંગતા હોઈએ તો ત્યારે જ માત્ર ગરમ પાણીનો ઉપયોગ કરવો જોઈએ. પરંતુ જો આપણું શરીર સ્વસ્થ હોય તો ક્યારેય ગરમ પાણીથી સ્નાન ન કરવું જોઈએ નહીતર બીમારી ન હોય તો પણ આવે છે.

આયુર્વૈદમાં ખુબ કડકાઈથી એક સૂત્ર લખવામાં આવ્યું છે કે “માથા ઉપર ગરમ પાણી જો નાખવામાં આવે તો તૈયાર રહો 123 રોગ આપણા જીવનમાં પ્રવેશે છે.” તેનાથીં માનસિક રોગ પણ થાય છે અને શારીરિક પણ રોગ આવી શકે છે. એટલા માટે માથા પર ક્યારેય પણ ગરમ પાણી ન નાખવું જોઈએ. આમ તો ગરમ પાણીથી સ્નાન જ ન કરવું જોઈએ.

પરંતુ જો આપણું દિલ નથી માનતું, શરીર નથી માનતું અને ખરાબ આદત પડી ગઈ હોય છે, કે ગરમ પાણીથી સ્નાન કરવા આદત પડી ગઈ હોય તો નક્કી કરવાનું કે ગરમ પાણી આપણા શરીરના કોઈ પણ અંગ પર જાય પરંતુ આપણા મસ્તક પર ન પડવું જોઈએ. મસ્તિષ્ક પર નાખવા માટે ઠંડુ સાધારણ પાણી જ લેવું જોઈએ. અને આંખ પર પણ ક્યારેય ગરમ પાણી ન અડવું જોઈએ.જો તમારા સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા માંગતા હોવ તો સ્નાન હંમેશા ઠંડા પાણીથી જ કરો જીવન ભર તંદુરસ્તી જળવાઈ રહેશે.

About bhai bhai

Check Also

છૂટાછેડા પછી કુતરા સાથે કર્યાં લગ્ન, મહિલાએ કહ્યું- પતિ કરતાં વધુ ખુશ રાખે છે..જાણો શા માટે

લંડનમાં રહેતી એક મહિલાએ તેની પાલતુ કૂતરી સાથે લગ્ન કર્યા મહિલાએ તેના પતિથી છૂટાછેડા લીધા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *