હવે શાંતિવાળુ થઈ જશે ડ્રાઇવિંગ લાઇસન્સ નું કામ! મોદી સરકાર લાવી રહી છે આ નવો નિયમ

0
117

નવા નિયમો 1 જુલાઈ 2022 લાગુ થશે. ડ્રાઇવિંગ લાઇસન્સ માટે કરવાનો રહેશે કોર્સ. ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવાના નિયમોમાં થશે-ફેરફાર. જો તમે જલ્દી જ પોતાનું ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવા જઈ રહ્યા છો. અથવા તેને રિન્યુ કરાવવાની તૈયારીમાં છો તો આ સમાચાર તમારા માટે જ છે.

મોદી સરકારે ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવાના નિયમોમાં બદલાવો કર્યા છે. બદલાવો બાદ નવા ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવા અને રીન્યુ કરાવવા તમારા માટે સરળ બની જશે. આ સાથે જ હવે તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ ના કામ માટે વારંવાર આરટીઓ ઓફિસના ધક્કા નહીં ખાવા પડે.

પહેલા ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવા માટે લોકોએ ટેસ્ટ આપવી પડતી હતી. પરંતુ હવે, નિયમોમાં બદલાવ બાદ તમારે કોઈપણ પ્રકારની ટેસ્ટ આપવી પડશે નહીં. લોકોની સુવિધા માટે ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવાના નિયમો ફેરફારો કરવામાં આવ્યા છે. હવે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે લોકોએ મહિનાઓ સુધી રાહ જોવી નહીં પડે. થોડા દિવસોમાં જ તમારું લાયસન્સ બની જશે.

જો તમે નવું ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવા માગો છો તો આરટીઓના ધક્કા લગાવવાની જરૂર નહીં પડે. ડ્રાઈવિંગ શીખવા માટે કોઈ ડ્રાઇવિંગ સ્કૂલ માં રજીસ્ટ્રેશન કરાવો છો તો, ત્યાં ટ્રેનિંગ લીધા બાદ સરળતાથી એક ટેસ્ટ આપીને એક ડ્રાઇવિંગ સર્ટીફીકેટ બનાવી લો. ત્યારબાદ આ સર્ટિફિકેટ ના માધ્યમથી વહેલી તકે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ બની જશે.

ડી એલ બનાવવા માટે એક કોશ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં થિયરી અને પ્રેક્ટિકલ બનીને સામેલ કરવામાં આવ્યા છે. આ કોર્સમાં મોટર વ્હીકલ્સ નો કોર્સ 4 અઠવાડિયા અને કુલ 29 કલાકનો રહેશે. જ્યારે પ્રેક્ટીકલ કોર્સ માં તમને ગાડી રીવર્સસિંગ, પાર્કિંગ, ડ્રાઇવિંગ વગેરે માટે પૂરતો સમય મળશે. આ 21 કલાકનો રહેશે સાથે જ 8 કલાક ની થીયરી ની જાણકારી પણ પ્રાપ્ત થશે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.