આજના જમાનામાં આ સંત છેલ્લા 22 વર્ષથી એક જ જગ્યાએ બેસીને કરી રહ્યા છે તપસ્યા, તેમના દર્શન કરવા માટે દૂર-દૂરથી લોકો…

0
134

આપણો દેશ સંતો અને મહાત્માઓનો દેશ માનવામાં આવે છે. પહેલાના સમયમાં ઋષિમુનિઓ ભગવાનને પ્રસન્ન કરવા માટે વર્ષો સુધી તપસ્યા કરતા હતા. પરંતુ આજના જમાનામાં તપસ્યા ખૂબ જ ઓછી થઈ ગઈ છે. ત્યારે આજના સમયમાં આપણે એક એવા સંતની વાત કરવા જઈ રહ્યા છીએ જે 22 વર્ષથી તપસ્યામાં લીન છે.

આ સંતનું નામ સત્યનારાયણ બાબા છે. અને તેઓ છત્તીસગઢના રહેવાસી છે. તમને જાણીને ખૂબ જ આશ્ચર્ય થશે કે તેઓ છેલ્લા 22 વર્ષથી તપસ્યામાં લીન છે. દેશના ખૂણે ખૂણેથી લોકો સંત સત્યનારાયણ બાબાની તપસ્યા જોવા માટે આવે છે. લોકો સંત સત્યનારાયણ બાબાના આશીર્વાદ લઈને ખૂબ જ ધન્યતા અનુભવે છે.

મળતી માહિતી મુજબ સંત સત્યનારાયણ બાબા એક દિવસ શાળામાં ગયા હતા. ત્યાં તેઓ એક પથ્થરને શિવલિંગ સમજીને ત્યાં તપસ્યા કરવા બેસી ગયા હતા. તેઓ આ જગ્યા છેલ્લા 22 વર્ષથી તપસ્યા કરી રહ્યા છે. સંત સત્યનારાયણ બાબા આજે પણ તપસ્યામાં લીન છે.

દૂર-દૂરથી લોકો તેમને જોવા માટે આવે છે. છેલ્લા 22 વર્ષથી એક જ જગ્યાએ બેસીને તપસ્યા કરવી એ કોઈ સામાન્ય વ્યક્તિ નું કાર્ય નથી. કોઈ દિવ્ય પુરુષ જ આ કામ કરી શકે છે. દૂર-દૂરથી લોકો સંત સત્યનારાયણ બાબા ના દર્શન કરવા આવે છે અને તેમની પૂજા-અર્ચના કરે છે.

સંત સત્યનારાયણ બાબા ના આશીર્વાદથી ઘણા લોકોની મનોકામનાઓ પૂરી થઈ છે. ઘણા લોકો તો કોઈ શુભ કામ કરતા પહેલા સંત સત્યનારાયણ બાબા ના આશીર્વાદ લેવા આવે છે. આજે આપણે જ્યારે એક જગ્યાએ શાંતિથી થોડાક સમય પણ નથી બેસી શકતા ત્યારે આજના સમયમાં સંત સત્યનારાયણ બાબા છેલ્લા 22 વર્ષની એક જગ્યાએ બેસીને તપસ્યા કરી રહ્યા છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.