અરે બાપ રે! એક બેકાબૂ કાર દુકાન સાથે અથડાયા બાદ વીજળીના થાંભલા સાથે અથડાઈ અને બે થી ત્રણ પલટી ખાઈ ગઈ – જુઓ ઘટનાનો CCTV ફૂટેજ

0
67

આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે દેવભૂમિ દ્વારકા ના મુખ્ય મથક ખંભાળિયામાં મોડી રાત્રે બનેલી અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર કારચાલકે કોઈ કારણસર કારના સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને કાર દુકાનમાં અથડાઈ હતી.

ત્યારબાદ કાર વીજળીના થાંભલા સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ હતી. આ ઘટના બની ત્યારે નજીકમાં એક પોલીસ જવાન પોતાની ફરજ બજાવી રહ્યું હતું અને બે બાઈકસવાર ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. સદનસીબે આ અકસ્માતની ઘટનામાં તમામનો બચાવ થયો છે.

અકસ્માત બન્યા બાદ કારચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર પોલીસે આ સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઘટના સીસીટીવી ફુટેજમાં તમે જોઈ શકો છો તે પુરપાટ ઝડપથી આવતી એક કાર સૌપ્રથમ કોર્નર પરની એક દુકાનના શટર સાથે અથડાય છે.

ત્યારબાદ કારક વીજળીના થાંભલા સાથે અથડાય છે અને બેથી ત્રણ વખત પલટી ખાઈ જાય છે. આ ઘટના બનતા જ નજીકમાં ફરજ બજાવતો પોલીસ કર્મચારી ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પરંતુ પોલીસ કર્મી ઘટનાસ્થળે પહોંચે તે પહેલા તો કાર ચાલક ઘટના સ્થળેથી કાર મુકીને ભાગી ગયો હતો.

આ ઘટનામાં કારચાલકને કેટલી ઈજા પહોંચી તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પોલીસે સમગ્ર ઘટનાને લઇને ગુનો નોંધીને કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે. કયા કારણોસર કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો તેની પણ હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.