અરે બાપ રે! લીંબુના ભાવ 40 રૂપિયાથી વધીને સીધા પહોંચી ગયા 140 રૂપિયા પર…

0
160

દેશમાં દિવસેને દિવસે જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ઉનાળાની શરૂઆત સાથે લીંબુના ભાવ આસમાની સપાટીએ પહોંચી ગયા છે. મળતી માહિતી અનુસાર લીંબુના ભાવમાં 15 દિવસમાં ત્રણ ગણો વધારો જોવા મળ્યો છે. સામાન્ય દિવસોમાં 1 કિલો લીંબુનો ભાવ 40 થી 50 રૂપિયા હોય છે.

પરંતુ હાલમાં 1 કિલો લીંબુનો ભાવ 120 રૂપિયા થી 140 રૂપિયા સુધી પહોંચી ગયો છે. ઉનાળામાં લોકો ગરમીથી બચવા માટે લીંબુ પાણી પીવાનુ વધારે પસંદ કરે છે અને ઉનાળાની શરૂઆતમાં જ લીંબુના ભાવ આસમાને સપાટીએ પહોંચી ગયા છે. લીંબુ પાણી પીવાથી શરીરમાં તંદુરસ્તી વધે છે. જો આ જ રીતે લીંબુના ભાવમાં વધારો થતો રહ્યો હતો.

લોકો લીંબુ પાણી પીવાનું બંધ કરી દેશે. કારણ કે 40 રૂપિયાના કિલો વેચાતા લીંબુ સીધા 140 રૂપિયાએ પહોંચી ગયા છે. જો આ જ રીતે દિવસેને દિવસે વધારો થતો રહ્યો તો સામાન્ય જનતાને ભારે મુશ્કેલીઓ પડી શકે છે. એક લીંબુના વેપારીએ જણાવ્યું કે, અમે માર્કેટમાંથી 90 થી 100 રૂપિયાના ભાવે લીંબુની ખરીદી કરીએ છીએ.

સતત લીંબુના ભાવમાં વધારો થતાં અને ગ્રાહકોની ફરિયાદ પણ આવી રહી છે. માત્ર ગુજરાત રાજ્યમાં નહિ પરંતુ ગુજરાતના પડોશી રાજ્યોમાં પણ લીંબુના ભાવ આસમાને સપાટીએ પહોંચ્યા છે. તો આ જ રીતે જીવન જરૂરિયાતની વસ્તુઓમાં ભાવ વધારો થતો રહ્યો તો સામાન્ય જનતાના બજેટ ખોરવાઇ જશે.

દિવસેને દિવસે ખાદ્યતેલ, LPG ગેસ સિલિન્ડર, શાકભાજી અને અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ભાવ વધારાના કારણે સામાન્ય જનતા મૂંઝવણમાં પડી છે. ખાસ કરીને ખાદ્યતેલના ભાવમાં પણ દિવસેને દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.