ભારે હો! મકરસંક્રાંતિ ના દિવસે કપીરાજે ધાબા પર ચઢીને ચગાવી પતંગ,જુઓ વાયરલ વિડિયો

0
56

હાલ માં ઈન્ટરનેટ ની દુનિયામાં ઘણા બધા વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતા હોય છે.અમુક વીડિયો એવા હોય છે કે જેને જોઈને આપણને ગદગદ હસવું આવતું હોય છે જ્યારે અમુક વીડિયો એવા પણ હોય છે કે જે આપણા દિલ ને સ્પર્શી લેતા હોય છે.આજે આવો જ એક વીડિયો આપણી સામે આવ્યો છે જે જોઈને તમે તમારા હાસ્ય પર કંટ્રોલ ગુમાવી દેશો.

ભારતભરમાં 14 જાન્યુઆરી એ મકરસંક્રાંતિ નો આ તહેવાર લોકો એ ઉત્સાહપૂર્વક ઉજવ્યો હતો.આ દિવસે ગુજરાત અને રાજસ્થાન જેવા રાજ્યમાં પતંગ ઉડાવવાની જૂની પરંપરા પણ છે.શું તમે ખબર છે કે માત્ર માણસો જ નહિ પણ વાંદરાઓ પણ પતંગ ઉડાવીને આ તહેવાર ને ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવે છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કપિરાજ ધાબા પર ની ટાંકી પર બેઠા છે અને દોરી પકડીને પતંગ ઉડાવી રહા છે.પતંગ કપાય ને તેની પાસે આવ્યો અને કપિરાજ પછી તેને ઉડાવવા લાગ્યા.પછી તેને પતંગ ને પોતાની તરફ ખેંચ્યો અને ફાડી નાખ્યો.

આપણે જણાવી દઈએ કે આ રમુજી વીડિયો ટ્વીટર પ્લેટફોર્મ પર ટ્વીટ કરવામાં આવ્યો છે અને આ વીડિયા ને લોકો ખૂબ જ પસંદ કરી રહા છે.આ વિડીયા ને @anilsaini2004 નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.