દીકરી ગ્રીષ્મા ના મૃત્યુ ના દિવસ ના સવારે કોલેજમાં ખિલખિલાટ કરતી દીકરીના છેલ્લા સીસીટીવી વીડિયો આવ્યા સામે

0
43

પાસોદરા માં જાહેર માં થયેલી ઘટના કેસમાં સંડોવાયેલા આરોપી ફેનીલ સામે સોમવારે માત્ર 6 દિવસમાં જ હજાર પાનાની મૂળ અને ફુલ 2500 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જેમાં 25 નજરે જોનારા સાક્ષીઓ છે. તેઓ સ્ટેટમેન્ટ લખાવ્યું હતું કે જ્યારે ઘટના બની ત્યારે તેઓ આરોપીના હાથમાં હથિયાર જોવાના કારણે તેઓ ડર ના કારણે તેની પાસે ગયા ન હતા.

દીકરી ના મૃત્યુ બાદ તેની પળેપળની માહિતી જાણવા લોકો ઉત્સુક બન્યા છે અને તેની ઘણી બધી તસવીરો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ પણ થઇ રહી છે. ત્યારે જે દિવસે દીકરી નું મૃત્યુ થયું તે દિવસે સવારે કોલેજ ની અંદર ખિલખિલાટ કરતી દીકરીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

દીકરી નો વિડીયો જોઈને પણ ઘણા બધા લોકો ભાવુક થઇ રહ્યા છે અને મીડિયા રિપોર્ટ અનુસાર આ વિડીયો દીકરી ના મૃત્યુના દિવસનો છે જ્યારે દીકરી કોલેજમાં ગઈ હતી ત્યાં ક્લાસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે દીકરી હસી રહે છે અને ક્લાસમાં સવાલનો જવાબ પણ આંગળી ઉંચી કરી ને આપી રહી છે.

દીકરીને સપનામાં પણ ખબર ન હતી કે આજે તેના જિંદગીનો છેલ્લો દિવસ હશે. માથા ઉપર કાર લઇને સવારે ફેમિલી તેની ઘરે રાહ જોઈ રહ્યો હશે અને સાંજ સુધીમાં તેનો જીવ પણ લઈ લેશે. હવે દેશ આખો ન્યાયની માંગણી કરી રહ્યો છે અને બધા જ લોકોની માંગ છે કે આરોપીને ફાંસીની સજા આપવામાં આવે.

આ ઘટના થયા બાદ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી પણ તેમના ઘરે પહોંચ્યા હતા. પરિવાર ને જલ્દી આરોપીને કડકમાં કડક સજા આપવાની વાત કરીને પરિવારના લોકોને સાંત્વના પાઠવી હતી. ફેનીલ છેલ્લા એક વર્ષથી આ દીકરી ને હેરાન કરતો હતો અને હાલ પરિવારના માથે દુઃખનો પહાડ આવીને પડ્યો છે. ભગવાન આ પરિવારને દુખ સહન કરવાની શક્તિ આપે તે માટે દરેક લોકો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે અને હાલમાં આ ઘટના ગુજરાતમાં ભારે ચર્ચાનો વિષય બની ગયો છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.