અરે બાપ રે! ફરી એકવાર કોરોના ના કેસો ના કારણે વધ્યું ટેન્શન,ઓક્સિજનની માંગ માં પણ થયો વધારો

0
187

દિલ્હીમાં કોરોના સંક્રમણ માં વધારો હોવા છતાં દર્દીઓની સંખ્યા સામાન્ય છે .હોસ્પિટલમાં 19 દર્દીને ઓક્સિજનના સપોર્ટની અને ચાર ગંભીર રીતે બિમાર દર્દીઓ ને વેન્ટિલેટરલેટર ની જરૂર હતી.દેશની રાજધાની દિલ્હીના આરોગ્ય નિષ્ણાંતોએ કહ્યું કે દિલ્હીમાં કોરોના ના કેસ વધારે હોવા છતાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા સામાન્ય છે

.ઓક્સિજન અને વેન્ટિલેટર ની જરૂરિયાત પણ ઓછી છે અને બીજી બાજુ દિલ્હી સરકારના ડેટા અનુસાર શહેરમાં 3705 એક્ટિવ કેસમાંથી શનિવારે ફક્ત 101 covid-19 અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા એનો અર્થ એ થયો કે દિલ્હીની 9,489હોસ્પિટલના બેડ માંથી લગભગ 99% ખાલી છે. હોસ્પિટલમાં માત્ર29 લોકો આઈસીયુમાં દાખલ છે

દિલ્હી સરકારના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં દાખલ કરાયેલા 90 ટકાથી વધુ લોકો 75 વર્ષ થી વધુ ઉંમરના છે. જે પહેલેથી જ ગંભીર બીમારીઓ જેવી કે કેન્સલ કિડની અને ફેફસા જેવી પીડાઈ રહ્યા છે. ડિસેમ્બર અને જાન્યુઆરી માં પણ amicron ની લહેર માં અગાઉની લહેર કરતા ઓછા લોકો હોસ્પિટલમાં જોવા મળે છે.

ડોક્ટર જુગલકિશોર જણાવ્યું હતું કે જ્યાં સુધી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા ઓછી હોય ત્યાં સુધી ગભરાવાની કોઈ જરૂર નથી. દિલ્હીરસીકરણનો દર પણ ઘણો ઊંચો છે. આરોગ્ય વિભાગ દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર શનિવારે દિલ્હીમાં 1094 કેસ નોંધાયા હતા જ્યારે આગળના દિવસે 1042 કેસ નોંધાયા હતા. અને 3 દિવસથી સંક્રમણમાં 1000થી વધારે કેસ સામે આવી રહ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં બે દર્દીઓના મોત પણ થયા છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.