આ વર્ષની સિઝનમાં કપાસના ભાવ રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચી ગયા છે. કપાસના ભાવ માર્કેટ યાર્ડ માં ખૂબ જ મહત્તમ સપાટીએ પહોંચી ગયા છે ત્યારે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. કપાસનો ભાવ 10605 રૂપિયાને પાર પહોંચી ગયો છે. સારી ક્વોલિટીના કપાસના ભાવ આસમાને પહોંચી ગયા છે. આ વર્ષે કપાસનું ઉત્પાદન ખૂબ જ ઓછા પ્રમાણમાં થયું હોવાના કારણે બજારમાં કપાસની માંગ વધી છે.
કપાસના સારા એવા બોલાઇ રહ્યા છે જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કપાસના ભાવ ની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના અમરેલી માં કપાસના ભાવ મહત્તમ સપાટીએ પહોંચ્યા હતા. અમરેલીમાં કપાસનો મહત્તમ ભાવ 11210 રૂપિયા નોંધાયો છે. અમરેલીમાં કપાસનો સરેરાશ ભાવ 8720 રૂપિયા નોંધાયો છે.
અમરેલીના માર્કેટ યાર્ડ માં કપાસ નો ભાવ 9050 થી લઈને 10550 રૂપિયા બોલાય રહો છે. બાબરા માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ 9002 થી 10505 રૂપિયા બોલાય છે. રાજકોટના જસદણ માર્કેટ યાર્ડ માં કપાસ નો મહત્તમ ભાવ 10555 રૂપિયા અને સરેરાશ ભાવ 9400 રૂપિયા નોંધાયો છે. રાજકોટ ધોરાજી માર્કેટ યાર્ડ માં કપાસનો મહત્તમ ભાવ 10905 રૂપિયા અને સરેરાશ ભાવ 10105 રૂપિયા નોંધાયો છે.
ડીસા માર્કેટ યાર્ડ માં કપાસ નો ભાવ 8005 થી 8050 રૂપિયા બોલાઇ રહ્યો છે. ભાવનગર માર્કેટ યાર્ડ માં કપાસ નો ભાવ 7165 થી 10330 રૂપિયા બોલાઇ રહ્યો છે.મોરબી વાંકાનેર APMC મા કપાસ નો મહત્તમ ભાવ 10500 રૂપિયા અને સરેરાશ ભાવ 9250 રૂપિયા નોંધાયો છે. અમદાવાદમાં ધંધુકા માર્કેટ યાર્ડ માં કપાસ નો મહતમ ભાવ 10505 રૂપિયા અને સરેરાશ ભાવ 9130 રૂપિયા નોંધાયો છે.
અમરેલીના બાબરા માર્કેટ યાર્ડ માં કપાસ નો મહતમ ભાવ 11000 રૂપિયા અને 9425 રૂપિયા નોંધાયો છે.મહેસાણાના વિસનગર એપીએમસીમાં કપાસનો મહત્તમ ભાવ 10725 રૂપિયા અને સરેરાશ ભાવ 8737 રૂપિયા નોંધાયો છે. જૂનાગઢ માર્કેટ યાર્ડ માં કપાસ નો ભાવ 8740 થી 10105 રૂપિયા નોંધાયો છે. જામનગર ધ્રોલ માર્કેટ યાર્ડ માં કપાસ નો મહત્તમ ભાવ 10055 રૂપિયા અને સરેરાશ ભાવ 9040 રૂપિયા નોંધાયો છે.
તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.