જલ્દીથી આજે જ કરો સોના ચાંદીની ખરીદી,ફરી એકવાર સોનાના ભાવમાં થયો ઘટાડો,જાણો સોનાનો લેટેસ્ટ ભાવ

0
1637

મે અને જુન નો મહિનો લગ્નગાળો કહેવાય છે.આ લગ્નની સિઝનમાં લોકો સોના-ચાંદીની ખરીદી ધોમ કરતા હોય છે. પરંતુ જો તમે લગ્ન વિના પણ સોનામાં રોકાણ કરવા માંગતા હોય તો આજે બેસ્ટ મોકો છે આજે સતત બીજા દિવસે સોનાની કિંમતમાં ધરખમ ઘટાડો આવ્યો છે.સોનાની કિંમત માં ઘટાડો થતા લોકો આજે સોનાની ખરીદી કરે તેવું લાગી રહુ છે.

Bankbazaar.com અનુસાર આજે ભોપાલ 22 કેરેટ સોનાની કિંમત 47,330 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 49,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. અન્ય માર્કેટમાં આજે આ ઘટાડા બાદ સોનુ 50000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 20,800 રૂપિયાથી વધુ સસ્તુ થઇ રહ્યું છે. વર્લ્ડ માર્કેટમાં સોનું ઘટીને 1810.86 ડોલર થયું હતું. અમેરિકન કન્ઝ્યુમરસઁ અને પ્રોડ્યુસર્સ બંને ઈનફલેશન ઘટતા ડોલરને વધુ મજબૂતી મળી હતી.

અમેરિકી ડોલર સતત છઠ્ઠા સપ્તાહે વધ્યો હતો. સોનું ઘટયું હતું પણ ચાંદી,પ્લેટિનમ અને પેલેડિયમ સુધર્યા હતા.રૂપિયો ઇન્ટરબેંક ફોરેક્સ માર્કેટમાં તેનો પ્રારંભિક લાભ ગુમાવ્યો હતો અને શુક્રવારે પ્રતિ ડોલર રૂપિયા 77.49 પર પૈસા વધીને બંધ થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનુ 1826 ડોલર ઔંસ પર ટ્રેડ કરી રહ્યું હતું. જ્યારે ચાંદી 20.87 ડોલર પ્રતિ ઔંસ પર લગભગ યથાવત રહી હતી.

“શુક્રવારે ન્યૂયોર્ક સ્થિત કોમોડિટી એક્સચેન્જ કોમએક્ સના સ્પોર્ટ ટ્રેડમાં સોનુ 0.24% વઘી ને 1826 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થય રહ્યું હતું”સોના-ચાંદીની ખરીદી કરતી સમયે એક સરાહનીય વાત જણાવી દઈએ કે, હંમેશાં હોલમાર્ક જોયા પછી જ સોના-ચાંદીની ખરીદી કરવી જોઈએ. તમને મનમાં પ્રશ્ન થતો જ હશે કે, હોલમાર્ક એ શું છે? ત્યારે તમને જણાવી દઈએ કે હોલમાર્ક એ સોનાની સરકારી ગેરંટી છે અને ભારત માં બીઆઈએસ એજન્સી છે કે જે હોલમાર્ક નક્કી કરે છે. આ ઉપરાંત સોનાની શુદ્ધતા ઓળખવા માટે પણ આઇ.એસ.ઓ દ્વારા હોલમાર્ક આપવામાં આવતા હોય છે.

જો તમે રોજિંદા તાજેતરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો 8955664433 પર મિસ કોલ કરવાનો રહેશે. આ નંબર પર મિસ કોલ કરવાથી તમારા મોબાઇલમાં એક એસએમએસ આવશે અને તેમાં રોજિંદા સોના-ચાંદીના ભાવમાં થયેલા ફેરફારને જોઈ શકાશે. આ ઉપરાંત તમે www.ibja.co અથવા www.ibjarates.com વેબસાઇટ પર જઇને પણ તાજેતરના સોના ચાંદીના ભાવ જાણી શકશો.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.