સોના ચાંદી ખરીદવા માટેની સુવર્ણતક,ફરી એકવાર સોના-ચાંદીના ભાવમાં થયો મોટો ઘટાડો,જાણો 10 ગ્રામ સોનાની કિંમત

0
1023

જો તમે સોનું ખરીદવા માંગતા હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ જ સારા છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે છેલ્લા ટ્રેડિંગ સપ્તાહમાં સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.છેલ્લા ટ્રેડિંગ સપ્તાહ સોનું 1100 પ્રતી 10 ગ્રામથી વધુ ઘટયું હતું જ્યારે ચાંદી ₹850 પ્રતી કિલો સસ્તી થઈ હતી.

આ ઘટાડા પછી સોનું હાલમાં તેની સર્વકાલીન ઊંચાઈ થી ₹3748 અને ચાંદી 10267 સસ્તું વેચાઈ રહુ છે.હાલમાં સોનું 52400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 69700 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે છે.Good returns વેબસાઈટ અનુસાર આજ રોજ દિલ્હીના બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામ ની કિંમત 52462 રૂપિયા છે અને તેના આગલા દિવસ ના ભાવ કરતા 418 રૂપિયા ઘટી છે

અને તે સમયે 22 કેરેટ સોનાના 10 ગ્રામ ની કિંમત 48055 રૂપિયા છે અને તેના પાછલા દિવસ ના ભાવ કરતાં 383 રૂપિયાનો ઘટાડો આવ્યો છે. બીજી તરફ ચાંદીના ભાવમાં આજે પણ ઘટાડો જોવા મળ્યો છે.આ ઘટાડો થયા પછી શુક્રવારે સોનુ તેની સર્વકાલીન ઉંચાઈ કરતા 3748 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તુ વેચાય રહ્યુ છે.

અમે તમને જણાવી દઈએ કે ઓગસ્ટ 2020 માં તેની સર્વકાલીન ઊંચી સપાટી બનાવી હતી. તે સમયે સોનું 56200 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગયું હતું. તે જ સમયે ચાંદી તેના ઉચ્ચતમ સ્તર થી લગભગ 10267 રૂપિયા પ્રતિ કિલો ના દરે સસ્તુ થઇ રહ્યું છે. ચાંદીના ઓલટાઇમ હાઇ લેવલ 79980 રૂપિયા પ્રતિ કિલો છે.

આપને જણાવી દઇએ કે હંમેશા સોનું ખરીદતી વખતે તેની ગુણવત્તાનું ફરજિયાત પણે ધ્યાન રાખવું જોઈએ. સોનાના દાગીના હોલમાર્ક જોઈને જ ખરીદવા જોઈએ. હોલમાર્ક એ સોનાની સરકારી ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એ ભારતમાં એકમાત્ર એજન્સી છે જે હોલમાર્ક નક્કી કરે છે.હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ,નિયમો અને નિયમન હેઠળ કામ કરે છે.મિસ કોલ આપીને આ રીતે સોનાની નવીનતમ કિંમત જાણો.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.