સારા દિવસો હવે આવ્યા! ફરી એકવાર સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં થયો મોટો વધારો, જાણો નવો ભાવ

0
2599

આપણે જાણીએ છીએ કે દેશભરમાં હાલમાં સતત મોંઘવારી વધી રહી છે અને ખાદ્યતેલના ભાવમાં પણ ભડકો થયો છે. સીંગતેલ અને કપાસિયા તેલ સહિતના ખાદ્ય તેલના ભાવમાં લગભગ આસમાની સપાટીએ પહોંચી ગયા છે. જો સિંગતેલના ડબ્બાના ભાવ ની વાત કરવામાં આવે તો 2750 રૂપિયાની સપાટીએ પહોંચી ગયા છે જ્યારે કપાસિયા તેલના ડબ્બા નો ભાવ 2660 રૂપિયાએ પહોંચી ગયો છે.

ખાદ્ય તેલના વેપારીઓનું કહેવું છે કે મગફળીની આવક ન હોવાથી અને બજારમાં મગફળી ની કિંમત ઊંચી હોવાથી સિંગતેલના ભાવ આસમાની સપાટીએ પહોંચ્યા છે. જ્યારે કપાસિયા તેલના ભાવમાં પણ કપાસ બજાર માં ઊંચા ભાવે વેચાતા ભાવ ઊંચકાયા છે. એટલું જ નહીં રશિયા અને યુક્રેનના યુદ્ધને કારણે સનફ્લાવર અને પામોલિન તેલની આયાત પહોંચી ગઇ છે જેના કારણે પણ ભાવ વધ્યા છે.

ખાધતેલના ભાવ પર એક નજર કરવામાં આવે તો સીંગ તેલના ડબ્બાનો ભાવ 2750 રૂપિયા છે જ્યારે કપાસિયા તેલના ડબ્બા નો ભાવ 2650 થી 2400 રૂપિયા છે. સન ફલાવર ડબાના ભાવ વિશે જાણીએ તો 2600 થી 2750 છે જ્યારે મકાઈ ના તેલ ના ડબ્બા નો ભાવ 2350 થી 2530 છે જ્યારે સોયાબીન તેલ ના ભાવ 2650 થી 2700 રૂપિયા છે.

ખાધ તેલના વેપારી ભાવેશ પોપટે જણાવ્યું કે સૌરાષ્ટ્રમાં મગફળીના પાકનું મબલખ ઉત્પાદન થયું હોય છે પરંતુ આ વખતે મગફળીના ભાવ ખૂબ જ વધારે છે અને સાથે જ સૌરાષ્ટ્ર માં સીંગતેલ અને કપાસિયા ની મિલો 70 ટકા બંધ છે. માત્ર 30 ટકા જ મિલો ચાલુ છે તો બીજી તરફ ગૃહિણીઓને પણ ખાદ્ય તેલના ભાવ વધતાં ઘરનાં બજેટ ખોરવાયાં છે.

ગૃહિણીઓનું કહેવું છે કે દુધ થી લઈને તેલ સુધીની તમામ સામગ્રીઓ મોંઘી બની ગઈ છે જે ઘર 5000 રૂપિયામાં ચાલતું હતું તેમાં હવે બમણો વધારો થયો છે ને હવે તે લોકોને ઘર ચલાવવા માટે 10000 થી 12000 રૂપિયા ખર્ચો થઈ રહ્યો છે. સરકાર નિયંત્રણ કાયદા ની કડક અમલવારી કરી મોંઘવારી કાબૂમાં કરે તેવી માંગ કરી હતી.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.