આ મોંઘવારી નહિ જીવવા દે!ફરી એકવાર સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં થયો ધરખમ વધારો,જાણો સીંગતેલ ના ડબ્બાનો ભાવ

0
920

આપણે બધા જાણીએ છીએ કે દેશમાં મોંઘવારીએ માઝા મૂકી છે. ઇંધણના ભાવ સાથે સાથે જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ દિવસેને દિવસે વધી રહ્યા છે. દરેક વસ્તુમાં સતત ભાવ વધારો જોવા મળી રહ્યો છે અને લોકો આર્થિક સંકટમાં મુકાઇ ગયા છે ત્યારે રાજ્યના વડોદરા શહેરમાં સીંગતેલ, કપાસિયા તેલ અને મકાઈ ના તેલ માં ભાવ વધારો જોવા મળી રહ્યો છે.

છેલ્લા એક મહિનામાં આપને જણાવી દઇએ કે ખાદ્ય તેલની કિંમતમાં 150 રૂપિયા જેટલો વધારો થયો છે.આપને જણાવી દઇએ કે આ ભાવ વધારા સાથે સીંગ તેલના ડબ્બાનો ભાવ 2680 રૂપિયા પહોંચ્યો છે જ્યારે કપાસિયા તેલના ડબ્બા નો ભાવ 2660 રૂપિયા એ પહોંચ્યો છે.

આપને જણાવી દઇએ કે વડોદરા ખાદ્યતેલ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું કે રશિયા અને યુક્રેનના યુદ્ધ ને લઇને ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ સતત વધતા ખાદ્યતેલના ભાવ ના કારણે સામાન્ય લોકોની મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે.સતત ભાવ વધારાના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે.

સરકાર ખાદ્યતેલોના ભાવોને અંકુશમાં લાવે તેવી ગૃહિણીઓ દ્વારા માંગ કરવામાં આવી છે. પેટ્રોલ ડીઝલ ગેસ અને શાકભાજીના ભાવમાં વધારા પછી ખાદ્યતેલના ભાવમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. મધ્યમવર્ગના પરિવારોને હવે ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે અને મહામારીમાં થયેલા લોકડાઉન ના કારણે આર્થિક માર સહન કર્યા પછી જનતાને ફરી એકવાર મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે.

ખાધતેલના ભાવમાં પણ વધારો થતાં લોકોએ મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવી ગયો છે. વેપારીઓના જણાવ્યા અનુસાર સિંગતેલના ભાવમાં હજુ પણ ભાવ વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે અને સીંગતેલમાં ભાવ વધારો થવાને કારણે હાલ સિઝનમાં લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવા મુશ્કેલ પડી રહ્યું છે અને બીજી બાજુ મગફળી અને કપાસની આવક હાલમાં ચાલુ છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.