અરે ભારે કરી! ફરી એકવાર સોનાના ભાવમાં થયો મોટો ફેરફાર,જાણો 10 ગ્રામ સોનાની કિંમત

0
32

લગ્નની સિઝનમાં ભારતીય શરાફ બજારમાં ફરી એકવાર સોનાની ચમક વધવા લાગી છે. આજે ફરી એકવાર સોનાની કિંમત વધી છે અને બીજી તરફ ચાંદીની કિંમતમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. ચાંદી આજે 0.24 ટકા ઘટીને ટ્રેડ કરી રહી છે.

ઓગસ્ટ 2020 દરમિયાન MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ 56200 રૂપિયાની સર્વોચ્ચ સપાટી પર પહોંચી ગયો હતો.આજે MCX પર એપ્રિલ વાયદા સોનુ પ્રતિ 10 ગ્રામ 48290 રૂપિયા છે એનો મતલબ એવો થાય છે કે હજુ પણ સોનું સસ્તું મળી રહ્યુ છે.

આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર એપ્રિલ ડિલિવરી વાળા સોનાની કિંમત 0.13 ટકાની તેજી જોવા મળી હતી.આજે સોનું પ્રતી 10 ગ્રામ 48290 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યુ હતું.આજે શરૂઆતમાં કારોબારમાં ચાંદીની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો હતો.

ચાંદી પ્રતિ કિલોગ્રામ 0.24 ટકા ઘટાડા સાથે ટ્રેડ કરી રહી હતી. એમસીએક્સ પર એક કિલો ગ્રામ ચાંદી ની કિંમત આજે 61884 રૂપિયા પર પહોંચી હતી.સોનાની કિંમત ની વાત કરવામાં આવે તો ચેન્નઈમાં 22 કેરેટ સોનાનો ભાવ 45400 અને 24 કેરેટ સોનાનો ભાવ 49530,

મુંબઈમાં 22 કેરેટ સોનાનો ભાવ 45210 અને 24 કેરેટ સોનાનો ભાવ 19260, દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ 45210 અને 24 કેરેટ સોનાનો ભાવ 49310, કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ 45210 અને 24 કેરેટ સોનાનો ભાવ 49310 જોવા મળ્યો હતો.

.તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.