સવા સો વર્ષીય યોગગુરુ સ્વામી શિવાનંદે અનોખા અંદાજમાં મેળવ્યો ‘પદ્મશ્રી’, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ થયા નતમસ્તક,જુઓ વિડિયો

0
101

125 વર્ષીય યોગ ગુરુ સ્વામી શિવાનંદ ને સોમવારે યોગના ક્ષેત્રમાં યોગદાન બદલ પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. શિવાનંદ દેશના ઇતિહાસમાં કદાચ સૌથી વૃદ્ધ પદ્મ પુરસ્કાર વિજેતા છે. તેમનું વર્ણન યોગ સેવક તરીકે કરવામાં આવે છે. આપણે વીડિયોમાં જોઇ શકાય છે કે સ્વામી શિવાનંદને સનમાનના ચિહ્ન તરીકે એવોર્ડ પ્રાપ્ત કરતાં પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નમન કરતાં જોઈ શકાય છે.

આપને જણાવી દઇએ કે સ્વામી શિવાનંદ નો જન્મ 3 ઓગસ્ટ 1986ના રોજ થયો હતો. તેઓ યોગ અને ધર્મમાં રસ ધરાવતા સ્વામી શિવાનંદ રોજ સવારે 3 વાગે કરે છે અને આ ઉપરાંત તેઓ ભગવદ્ ગીતા અને માં ચંડી નો પાઠ કરે છે.જ્યારે યોગગુરુનું સન્માન લેવા પહોંચ્યા ત્યારે તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે ઘૂંટણિયે પડીને તેમનું

અભિવાદન શરૂ કર્યું હતું. યોગગુરૂ ને આમ કરતાં જોઈને પ્રધાનમંત્રી મોદી તરત જ તેમની જગ્યાએ ઊભા થઈ ગયા અને હાથ જોડીને યોગગુરૂ સમક્ષ પ્રણામ કર્યા હતા. યોગગુરુ એ આ જ રીતે રાષ્ટ્રપતિ નું અભિવાદન કર્યું હતું.આસામના પ્રખ્યાત સામાજિક કાર્યકર સ્વામી શિવાનંદ ઉપરાંત શંકુતલા ચૌધરીને મરણોત્તર પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે.

થોડા દિવસ પહેલા 102 વર્ષ ની વયે તેમનું નિધન થયું હતું અને આ ઉપરાંત જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર નજમા અખ્તર, જમ્મુ અને કાશ્મીર નિવાસી પ્રોફેસર વિશ્વ મૂર્તિ શાસ્ત્રી, પંજાબી લોકગાયક ગુરમીત બાવા, દક્ષિણ કન્નડમાં ટનલ મેન તરીકે જાણીતા અમાઈ મહાલિંગ નાઈક સહિત ઘણી હસ્તીઓને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.