એકની એક દીકરીએ પોતાનું જીવન ટૂંકાવી લીધું : એક વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું – જાણો સમગ્ર ઘટના

0
1140

હાલમાં જીવ ટૂંકો કરવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ઘણા લોકો પોતાના અંગત કારણોસર અને ઘણા લોકો કોઈ વ્યક્તિ કંટાળીને પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે. ત્યારે હાલમાં બિલાસપુરમાં બનેલી જીવન ટૂંકાવવાની એક ઘટના સામે આવી છે. અંબિકાપુરની એક વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.

મળતી માહિતી અનુસાર વિદ્યાર્થીનો મૃતદેહ ભાડાના મકાનમાં લટકતું જોવા મળ્યું હતું. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે, મંગળવારના રોજ સાંજે PSC પ્રિલિમિનરી પરીક્ષાનું પરિણામ સામે આવ્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીનીએ આ પગલુ ભર્યું છે. મળતી માહિતી અનુસાર વિદ્યાર્થીની આ પરીક્ષામાં નાપાસ થઇ હતી.

વિદ્યાર્થિનીએ પોતાનો જીવન ટૂંકાવ્યું તેના આગલા દિવસે પોતાના પરિવાર સાથે વાતચીત કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે વિદ્યાર્થિનીનો મોબાઇલ જપ્ત કર્યો છે. મૃત્યુ પામેલી વિદ્યાર્થીનું નામ પ્રિયંકા ગુપ્તા હતું. તે 28 વર્ષની હતી. માહિતી અનુસાર પ્રિયંકા બિલાસપુરમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહી હતી.

મળતી માહિતી અનુસાર પ્રિયંકા બિલાસપુરમાં મનોહર ગુપ્તાના ભાડાના મકાનમાં રહેતી હતી. મળતી માહિતી અનુસાર મંગળવારના રોજ રાત્રે આઠ વાગ્યાની આસપાસ પ્રિયંકાને તેની પડોશમાં રહેતી એક મહિલાએ બોલાવી હતી. પરંતુ પ્રિયંકાએ અવાજ આપ્યો ન હતો. થોડીકવાર પછી પડોશમાં રહેતી મહિલાએ પ્રિયંકાને ફોન કર્યો પરંતુ પ્રિયંકાએ ફોન પણ ઉપાડ્યો નહીં.

ત્યાર બાદ મહિલાએ બારીમાંથી જોયું ત્યારે લટકતી હાલતમાં પ્રિયંકાનું મૃતદેહ જોવા મળ્યું હતું. ત્યાર બાદ મહિલાએ આ ઘટનાની જાણ મકાનના માલિક મનોહર ગુપ્તાને કરી હતી. તેઓએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે બુધવારના રોજ યુવતીના પરિવારજનોની હાજરીમાં રૂમમાં તપાસ કરી હતી. યુવતીના રૂમ માંથી કોઈપણ પ્રકારનો સુસાઇડ નોટ મળી નથી.

પોલીસે આવી સ્થિતિમાં યુવતીનો મોબાઈલ જપ્ત કર્યો છે. પોલીસે સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે. યુવતીએ કયા કારણોસર પોતાનું જીવન ટુંકાવ્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પ્રાથમિક તપાસમાં એવું કહેવામાં આવી રહી છે કે પરીક્ષામાં નાપાસ થવાના કારણે યુવતીએ પોતાનું જીવન ટૂંકાવી લીધું હશે. પ્રિયંકા ઘરની માત્ર એક દીકરી હતી. તેણે એક ભાઈ છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.