મોંઘવારીના માર વચ્ચે ડુંગળીના ભાવમાં થયો મોટો ઘટાડો,જાણીલો કેટલા રૂપિયાનો થયો મોટો ઘટાડો?

0
2019

આપણે બધા જાણીએ છીએ કે મોંઘવારીના સમયમાં ડુંગળી તેમજ લીંબૂ અને ઘણા બધા શાકભાજી ના ભાવ ની અંદર મોટો વધારો થઈ રહ્યો છે તેમાં લીંબુના ભાવ તો આસમાની સપાટીએ પહોંચી ગયા છે. આપને જણાવી દઇએ કે ડુંગળી નો સૌથી વધારે પાક સૌરાષ્ટ્રના ભાવનગર જીલ્લાની અંદર થઈ રહ્યો છે.

ભાવનગર માર્કેટિંગ યાર્ડને મહુવા માર્કેટીંગ યાર્ડની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં ડુંગળીના પાકનું વેચાણ થઈ રહ્યું છે.હજુ પણ થોડા સમય પછી માર્કેટીંગ યાર્ડની અંદર ડુંગળીની આવક સતત ચાલુ છે અને તેના કારણે આ વર્ષે વાત કરીએ તો ભાવનગર સીવાય રાજ્યની અંદર પણ ડુંગળીનું ઉત્પાદન ખૂબ જ ઓછી માત્રામાં થયું હતું

તેના કારણે થોડા સમય પહેલાં ડુંગળીના ભાવ અચાનક વધવા લાગ્યા હતા. માર્કેટીંગ યાર્ડની અંદર ડુંગળીની આવક થવાની સાથે જ ઘટાડો થયો હોય તે પ્રકારની જાણકારી સામે આવી છે.ખાસ કરીને શરૂઆતના તબક્કાની અંદર માર્કેટિંગ યાર્ડ માં ખેડૂતોને ખૂબ જ સારા એવા ભાવ મળી રહ્યા હતા અને માર્કેટિંગ યાર્ડ ડુંગળીની આવક વધવાની સાથે જ ખેડૂતોને ડુંગળીના ભાવ મળી રહ્યા નથી

તેના કારણે મોટાભાગના ડુંગળીના ભાવ અત્યારના સમયમાં ખૂબ જ તળિયાના ભાવે બેસી ગયા છે. પેલા ડુંગળીના ભાવ માં મોટો વધારો જોવા મળ્યો હતો.જ્યારે માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક થતી ન હતી તે સમયે ડુંગળીનો ભાવ પ્રતિ મણ 600 થી 700 રૂપિયા સુધી ચાલી રહ્યો હતો પરંતુ

અત્યારે માર્કેટિંગ યાર્ડ ના ભાવ પ્રમાણે ની વાત કરીએ તો ડુંગળીની આવક શરૂ થઇ જવાના કારણે મોટા પ્રમાણમાં માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી આવી રહી છે.તેને કારણે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં 20 કીલો ડુંગળીનો ભાવ 60 રૂપિયાથી લઈને 150 રૂપિયા સુધી બોલાયો હતો અને આ ઉપરાંત ડુંગળીના ભાવ આટલા બધા નીચે થઈ જવાને કારણે ખેડૂતોને પણ થોડી કંઈ નુકસાન થાય તેવી આશંકાઓ સેવાઈ રહી છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.