સાવ આમ નો હાલે! ભર ઉનાળે ડુંગળી ના ભાવ માં મોટો ઘટાડો થયો,ખેડૂતો દ્રારા કરવામાં આવી મોટી માંગ

0
223

ડુંગળી ઉત્પાદક સંઘના બેનર હેઠળ ખેડૂતોએ ડુંગળીની લઘુતમ ટેકાના ભાવ હેઠળ લાવવાની માંગ કરી છે.જે અંતર્ગત સંઘે ડુંગળી નો લઘુત્તમ ભાવ 30 રૂપિયા પ્રતિ કિલો નક્કી કરવાની માંગ કરી છે. ખેડૂતોનું કહેવું છે ડુંગળી ની ખેતી માં મોટો ખર્ચ થાય છે.

નોફેડે બહુરાષ્ટ્રીય સરકારી મંડળી છે. કેન્દ્ર સરકાર આ સંસ્થા દ્વારા ખેડૂતોને કૃષિ પેદાશો ખરીદે છે. હાલમાં નાફેડ મહારાષ્ટ્રના બે અલગ અલગ બજારોમાંથી ડુંગળીની ખરીદી કરી રહી છે. પરંતુ નાફેડ ની આ ખરીદીથી ખેડૂતો પરેશાન છે. તેનું કારણ એ છે કે ડુંગળીના ભાવ સતત ઘટી રહ્યા છે. આવી સ્થિતિમાં ખેડૂતોને ભાવ નથી મળી રહ્યા.

જેના ઉકેલ માટે હવે ડુંગળીના ખેડૂતો સંગઠિત થઈ રહ્યા છે. જે અંતર્ગત આ ખેડૂતોએ ડુંગળી ઉત્પાદક સંઘના બેનર હેઠળ ડુંગળીના બાયંધરી ભાવની માંગણી કરી છે. જે અંતર્ગત સંગે ડુંગળીના લઘુત્તમ ટેકાના ભાવ જાહેર કરવાની માંગ કરી છેઆ અંતર્ગત સંઘે ડુંગળીનો લઘુત્તમ ભાવ 30 રૂપિયા પ્રતિ કિલો નક્કી કરવાની માંગ કરી છે.

ખેડૂતોનું કહેવું છે કે ડુંગળીના ઉત્પાદનમાં ખર્ચો વધારે થાય છે। આવી સ્થિતિમાં ડુંગળીનો ભાવ પ્રતિ કિલો 30 રૂપિયા હશે તો તેમની કિંમત સાથે થોડો નફો પણ થશે.તો બીજી તરફ ડુંગળીના ઉત્પાદક સંઘે નાફેડ પર ગંભીર આક્ષેપ કર્યો છે. યુનિયન નો આરોપ છે કે નાફેડ ખેડૂતો પાસેથી અલગ-અલગ દરે ડુંગળી ખરીદી રહી છે.

ઓનિયન ગ્રોવર એસોસિએશનના જણાવ્યા મુજબ નાફેડ નાસિક માર્કેટ કમિટીમાંથી બાર રૂપિયા પ્રતિ કિલોના ભાવે ડુંગળી ખરીદી રહી છે. બીજી તરફ અહમદ નગર માં ડુંગળી દસ રૂપિયા પ્રતિ કિલોના ભાવે ખરીદવામાં આવી રહી છે.ડુંગળીના ઉત્પાદક પ્રશ્નો ઉઠાવે છે કે રાજ્યમાં ડુંગળીની ખરીદી માં આટલો તફાવત કેમ છે.

તેઓને ડુંગળીના નજીવા ભાવ મળી રહ્યા છે આવા સમયમાં તેઓ તેમનો ખર્ચ પણ કાઢી શકતા નથી.મહારાષ્ટ્રમાં ખેડૂતોને હાલમાં ઓછા ભાવે ડુંગળી વેચવાની ફરજ પડી રહી છે. ઔરંગાબાદ મા ખેડૂતોને 200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ડુંગળી વેચવાની ફરજ પડી છે. આ ઉપરાંત સૌથી ખરાબ હાલત મહારાષ્ટ્રના રાથા માર્કેટની છે.

ખેડૂતોને માત્રદોઢ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચી રહ્યા છે. સરેરાશ ભાવ 400 ક્વિન્ટલ રહ્યો છે.નાફેડ કેન્દ્ર સરકાર દ્વારા અનાજની ખરીદી અને સંગ્રહ કરે છે. બાકીના સમયગાળા દરમ્યાન જો અનાજની અછત હોય અથવા વાજબી કરતાં વધુ કિંમત હોય તો ખરીદેલ માલ ને વેચાણ માટે બહાર લાવવામાં આવે છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં કેન્દ્ર સરકારે ડુંગળીના ભાવમાં થયેલા વધારાને માં લેવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.