ઉનાળાની ગરમી વચ્ચે ડુંગળીના ભાવમાં થયો મોટો વધારો,પાક વેચવા માર્કેટયાર્ડમાં ખેડૂતોની પડાપડી,જાણી લો ડુંગળી ની નવી કિંમત

0
261

ડુંગળીના ભાવમાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે. ડુંગળીના ભાવમાં ઘટાડો થોડા સમય પહેલા થયો હતો અને હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી ને લઈને માર્કેટયાર્ડ દ્વારા અનેક પ્રકારના મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. માર્કેટયાર્ડ દ્વારા ખરીદી પણ બંધ કરી દેવામાં આવી હતી. હવે ફરી એકવાર સામાન્ય તાપમાન થતા માર્કેટયાર્ડમાં પાકોની ખરીદી શરૂ કરી દેવામાં આવી છે.

હાલમાં દરેક પાકના ખૂબ જ સારા ભાવ મળી રહ્યા છે તે જ રીતે મગફળી નો પણ ખુબ જ સારો ભાવ મળી રહ્યો છે. સૌરાષ્ટ્રની ડુંગળી ખાસ કરીને દિલ્હી અને ઉત્તર પ્રદેશ જઈ રહી છે. આપણે જણાવી દઈએ કે 20 કિલો ડુંગળીના ભાવ 175 થી 225 રૂપિયા મળી રહ્યા છે અને સારી ક્વોલિટી ન હોય તેવી ડુંગળીના ભાવ 70 થી 150 રૂપિયા મળી રહ્યા છે.

વેપારીઓના મતે આ વખતે કેરી નો ઉંચો ભાવ હોવાથી ડુંગળી અને કપાસ પર અસર કરતી નથી. એક વરસાદ પડ્યા પછી ડુંગળી માં ચોક્કસ ચમકારો આવશે તેવું નિષ્ણાતોનું માનવું છે. આપને જણાવી દઇએ કે ડુંગળીના ભાવ માં 10 થી 20 રૂપિયા નો વધારો થયો છે.

રાજકોટમાં ડુંગળી ની 2240 ક્વિન્ટલ પાકની આવક થઈ હતી અને ભાવ 50 રૂપિયાથી લઈને 220 રૂપિયા બોલાયા હતા. મહુવામાં લાલ ડુંગળી ની 13000 બોરીની આવક સામે તેનો ભાવ 70 થી 225 રૂપિયા બોલાયો છે. ગોંડલમાં લાલ ડુંગળી 8820 બોરીની આવક સામે ભાવ 41 થી 226 અને સફેદ ડુંગળી ની 12600 થયેલી આવક સામે તેનો ભાવ 85 થી 140 રૂપિયા બોલાયો હતી.

થોડાક સમય પહેલા ડુંગળીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો પરંતુ ત્યારે ફરી એકવાર વધારો જોવા મળ્યો છે. આપને જણાવી દઇએ કે ડુંગળીના ભાવમાં ફરી એકવાર વધારો થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. શરૂઆતમાં ડુંગળીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો અને ત્યારબાદ સતત ભાવ ઘટતા ખેડૂતો અને ચોધાર આંસુએ રડવા નો વારો આવ્યો હતો ત્યારે ફરી એકવાર ડુંગળીના ભાવમાં વધારો થયો છે અને ખેડૂતો હાલમાં રાજીના રેડ થઈ ગયા છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.