Breaking News

પાગલની એક્ટિંગ કરતો મી.બિન રિયલ લાઈફમાં છે કરોડપતિ, જીવે રાજાઓ જેવું જીવન,જુઓ તસવીરો…..

દરેક લોકોને કાર્ટ્રૂન પ્રિય હશે, આપણે એક એવા કાર્ટૂન કેરેક્ટરની વાત કરવાને છે, જે સૌ કોઇનું પ્રિય હશે. આમ તો કાર્ટૂન ના કહી શકાય પરંતુ 2007માં બાળકો માટે કાર્ટૂન સ્વરૂપમાં પણ તે વ્યક્તિનો શો બહાર પાડવામાં આવ્યો હતો. આપણે વાત કરી રહ્યા છે. દરેક બાળક 90ના દાયકામાં મિસ્ટર બીનની . મિસ્ટરબિન શો લગભગ 5 વર્ષ સુધી ચાલ્યો છે. તે સમયે, બીન શો લોકોમાં ખૂબ જ લોકપ્રિય હતો, બાળકોથી લઈને ઘરડા લોકો પણ આ શોના ફેન્સ હતા.

90ના દાયકાના મોટાભાગના બાળકો મિસ્ટર બીનના ચાહક હતાં. પાંચ વર્ષ સુધી મિસ્ટર બીનનો શો ચાલ્યો હતો. મિસ્ટર બીનની દિવાનગી ચાહકોમાં જબરજસ્ત જોવા મળતી હતી. બાળકોથી લઈ મોટેરાઓ આ શોના ચાહક હતાં. મિસ્ટર બીનનું સાચું નામ રોવન એટકિન્સન છે. જોકે, આજે પણ તેઓ મિસ્ટર બીન તરીકે લોકપ્રિય છે. મિસ્ટર બીને ‘રોવન બ્લેકડર’, ‘નાઈન ઓ ક્લોક ન્યૂઝ’, ‘ધ સીક્રેટ પોલીસમેન્સ બોલ્સ’ તથા ‘ધ થીન બ્લૂ લાઈન નામ’ જેવા ટીવી શોમાં કામ કર્યું છે.

મિસ્ટરબિનની લોકપ્રિયતા ભારતમાં પણ એટલી જ હતી, એક ખાસ વાત એ છે કે 2016માં મિસ્ટરબીન એ આત્મહત્યા કરી એવા ન્યુઝ મળ્યા હતા, ત્યાર બાદ 2018માં પણ કાર એક્સિડ્નટમાં તેનું મોત થયું છે તેવું જાણવા મળ્યું હતું. આ બધી સોશીયલ મીડિયાની અફવાઓ હતી.તમને જણાવી દઈએ કે તેઓ એકદમ ઠીક છે અને અત્યારે 63 વર્ષની ઉમરમાં પણ રાજા જેવું જીવન જીવી રહ્યા છે.તમને એ જાણીને નવાઈ લાગશે કે મિ.બીન 8 હજાર કરોડ રૂપિયાની સંપતિના માલિક છે. એમનું નામ બ્રિટનનાં સૌથી અમિર લોકોના લીસ્ટમાં શામિલ કરવામાં આવ્યું છે.તેમનું સ્ટારડમ મોટા એક્ટર્સ કરતાં પણ વધારે છે.

ચાલો આજે આપણે મિસ્ટરબિનની રિયલ લાઈફ પણ વિશે જાણીએ લઈએ. બીનનું અસલી નામ રોવાન એટકિન્સન છે પરંતુ દુનિયા હજી પણ તેને મિસ્ટર બીન કહે છે. કારણ કે તેને ‘મિસ્ટર બીન’ પાત્રથી બહુ લોકપ્રિયતા મળી. આજે પણ તેને લોકો મિસ્ટરબિનના નામથી ઓળખવાનુ પસંદ કરે છે.એટકિન્સને 1979 માં બીટીસી રેડિયો 3 માટે ધ એટકીન્સન પીપલ તરીકે ઓળખાતા કોમેડીશોની શ્રેણીમાં કામ કર્યું હતું . તેમાં કાલ્પનિક મહાપુરૂષો સાથેના વ્યંગ્યાત્મક ઇન્ટરવ્યુની શ્રેણી છે, જે એટકિન્સન પોતે ભજવી હતી. આ શ્રેણી એટકિન્સન અને રિચાર્ડ કરટીસ દ્વારા લખી હતી , અને ગ્રીફ હિર્સ જોન્સ દ્વારા બનાવવામાં આવી હતી .

એન્જીનિયર છે મિસ્ટર બીનમિસ્ટર બીનની સીરિઝ દુનિયાના 200 દેશોમાં ટેલિકાસ્ટ થઈ છે. ભાગ્યે જ એવો કોઈ દેશ હશે, જ્યાં મિસ્ટર બીનની સીરિઝ જોવામાં ના આવી હોય. રોવન ડરહમમાં જન્મ્યાં અને મોટા થયા. ત્યારબાદ ઓક્સફોર્ડની ક્વીન્સ કોલેજમાંથી ઈલેકટ્રિકલ એન્જીનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. એક સમયે રોવનને લારી ચલાવવાનો શોખ હતો અને તેમની પાસે લારી ડ્રાઈવરનું લાઈસન્સ પણ છે.

2013માં વિશિષ્ટ એવોર્ડથી સન્માનિતરોવનને એક્ટિંગ માટે યુનાઈટેડ કિંગડમ (યુકે)ની મહારાણીએ વર્ષ 2013માં ‘કમાન્ડ ઓફ ધ મોસ્ટ એક્સેલેન્ટ ઓર્ડર ઓફ બ્રિટિશ અમ્પાયર’ એવોર્ડથી સન્માનિત કર્યાં હતાં. મિસ્ટર બીન એટલે કે એટકિન્સન આઠ હજાર કરોડની સંપત્તિના માલિક છે. રોવન એટકિન્સન બ્રિટનના સૌથી અમીર વ્યક્તિઓમાં સામેલ છે. લંડનમાં તેમનો આલીશાન મહેલ જેવો બંગલો છે, જેની કિંમત કરોડોમાં છે.

About bhai bhai

Check Also

શું તમને પણ પૈસાની તંગી સતાવે છે તો આ દિવસે કરીલો આ ખાસ ઉપાય થઈ જશો માલામાલ

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ક્યારેક વ્યક્તિ અથાગ મહેનત અને …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *