પગના અંગુઠાની બાજુની આંગળી થી જાણો વૈવાહિક જીવનનું રહસ્ય, ઘર માં કોનું ચાલશે પતિ કે પત્નીનું.??.

સામુદ્રિક શાસ્ત્ર અનુસાર પગના અંગૂઠા અને આંગળીઓ ને જોઈ અને તમે તમારા જીવનની અંદર ભવિષ્યમાં મળનારા પૈસા અને સ્ત્રી સુખ વિશે ઘણું બધું જાણી શકો છો. પગના અંગૂઠા અને આંગળીઓની લંબાઈના આધારે તથા તેના આકાર ના આધારે કોઈપણ વ્યક્તિ જાણી શકે છે કે ભવિષ્યમાં તેને પૈસા મળશે કે નહીં? સામુદ્રિક શાસ્ત્ર કહે છે કે જો પગના અંગૂઠા અને તેની પાસેની આંગળી બરાબર લંબાઈ ના હોવા જોઈએ. આ ઉપરાંત પગ ની છેલ્લી આંગળી ની લંબાઈ પણ તમારા ભવિષ્યના સંકેત આપે છે.

આપણે બધા આપણા અથવા કોઈ વ્યક્તિની આદતો વિશે તથા એના સ્વભાવના વિષયમાં જાણવા માંગીએ છીએ, તો એ વ્યક્તિના પગનો આકાર જોઈને એના સ્વભાવ વિશે જાણી શકાય છે. જ્યોતિષના અંતર્ગત શરીરના અંગોની બનાવટ, આકાર અને રંગથી વ્યક્તિત્વનું રહસ્ય જાણી શકાય છે અને એનાથી ભવિષ્યની જાણકારી પણ પ્રાપ્ત કરી શકાય છે.

કોઈ પણ વ્યક્તિના પગનો શેપ જોઈની પણ આસાનીથી જાણી શકાય છે કે સ્ત્રી અથવા પુરુષ વ્યવહાર, આચાર વિચાર અને કાર્યક્ષેત્રમાં કેવા છે. ખાસ કરીને પતિ પત્નીના પગ જોઈને એ જાણી શકાય છે કે બંનેમાંથી કોનું ઘરમાં ચાલવાનું છે અને એનો સબંધ કેવો રહેવાનો છે.

પતિ પત્નીનો સબંધ અનમોલ છે. બે અપરિચિત વ્યક્તિઓને સંપૂર્ણ જીવન એક બીજાનો સાથ નિભાવવા માત્ર સમાજ અને બંને પરિવાર દ્વારા એક સૂત્રમાં બાંધવામાં આવે છે. જીવનમાં બધા પારિવારિક સબંધ સમય સમય પર સાથ છોડી જાય છે માં, બાપ, ભાઈ, બહેન ત્યાં સુધી કે પોતાના સંતાન પણ સાથ છોડીને ચાલ્યા જાય છે પરંતુ પતિ પત્ની જ્યાં સુધી બંને જીવતા હોય છે ત્યાં સુધી સાથ નિભાવે છે.

આ સંસાર મા પતિ-પત્ની નો સંબંધ અનમોલ હોય છે કેમકે બે અજાણ્યા વ્યક્તિઓ આખી જીંદગી એક બીજા નો સાથ આપવા માટે સમાજ તેમજ બંને પરિવારો તેમને એક સૂત્ર મા બાંધી દે છે. આ સમય વીતવા સાથે બધા જ પારિવારિક સંબંધ સાથ છોડી દેતા હોય છે. માં,બાપ,ભાઈ,બહેન અહીં સુધી કે સંતાન પણ એક સમયે સાથ છોડીને ચાલ્યા જાય છે પણ પતિ-પત્ની એકબીજા નો સાથ ક્યારેય નથી છોડતા.

આ ગ્રહસ્થ સંબંધનો અંત બંનેમાંથી કોઈ એક અથવા બંનેની મૃત્યુ પછી થાય છે એટલા માટે જીવન સાથી કહેવામાં આવે છે. જીવનના આ સફરમાં ઘણા ઉતાર ચડાવ આવતા રહે છે.. ક્યારેક કોઈ એક સાચા હોય છે તો કોઈ બીજું ખોટું… ક્યારેક કોઈ શાંત પડી શકે છે તો બીજું કઠોર બને છે. આમ તો એ પરિસ્થિતિ પર નિર્ભર કરે છે પરંતુ અમે આજે પગના આકાર ના આધારે જણાવીએ છે કે વૈવાહિક જીવન કેવું ચાલવાનું છે અને કોણ આ સબંધમાં રહશે ભારે..

અંગુઠાની બાજુ વાળી આંગળી મોટી હોય..જે લોકોના પગમાં અંગૂઠાની બાજુની આંગળી મોટી હોય છે અને શેષ આંગળી નાની હોય છે એ લોકો કોઈ પણ કામને યુનિક તરીકે કરવાનું પસંદ કરે છે. પરંતુ સાથે જ એ લોકો બીજા પર પ્રભાવ પાડવાનો પ્રયાસ કરે છે, તથા એવા પગનો શેપ વ્યક્તિને અધિકાર જતાવવા વાળો બનાવે છે. આ પ્રકારના પગ વાળા લોકો એવું ઇચ્છે છે કે દરેક જગ્યા પર એને ખુબ જ માન સન્માન મળે અને બધા એમની વાતનું પાલન કરે. જો ઘર પરિવાર અથવા સમાજમાં કોઈ વ્યક્તિ એમની ઈચ્છા મુજબ ચાલતા નથી તો એને ગુસ્સો આવે છે. જો પતિ પત્નીમાંથી કોઈ એકના પગમાં એ આંગળી નાની હોય તો સારું ગણાશે નહિ તો જો બન્ને માં સમાન હશે તો પછી નિશ્ચિત રૂપથી બંનેમાં અહમ વધશે અને વિવાદ થશે.

જે લોકો ના પગ ના અંગુઠા પછીની આંગળી મોટી હોય છે તેઓ થોડા કાળા હોય સકે તો પણ તે દેખાવના સુંદર હોય છે. તેને લીધે તેઓ એક અલગ જ પ્રકાર નું આકર્ષણ બંને છે.આવા લોકો ની સાથે રહી ને ઘણું સીખી સકાય એવું હોય છે.આવી મહિલાઓ શરમાળ હોય છે એવી સ્ત્રીઓ કે જેમના પણ પગના અંગુઠા ની બાજુ ની આંગળી બાકી બધી આંગળીઓ કરતા મોટી હોય તો આવી સ્ત્રી પોતાના પતિ ને ખુબજ પ્રેમ કરતી હોય છે પણ વધારે સંજોગો માં આવી સ્ત્રીઓ પોતાના પાણી સાથે આ લાગણી વ્યક્ત કરી શકતી નથી. અને આવી સ્ત્રી ખુબજ સરળ સ્વભાવ ની હોય છે.

થોડા ગુસ્સા વાળા પણ માસુમ હોય છે :પછીનો લક્ષણ એ છે કે જે લોકો ના પગના અંગુઠા પછીની આંગળી લાંબી હોય તે થોડા ગુસ્સા વાળા હોય છે, પરંતુ તેઓ અંદર થી ઘણા સારા દિલના અને માસુમ હોય છે.જેના પગ માં અંગૂઠા ને છોડી ને બધી આંગળીઓ સમાન હોય છે.અને જો અંગૂઠો એમાં સૌથી લાંબો હોય તો તે વ્યક્તિ એક કલાપ્રેમી હોય છે.એમનામાં આકર્ષણ હશે અને તે કુદરતની વ્યક્તિ હશે.મતલબ બધી વસ્તુ માં શોધ કરશે.તેઓ ખૂબ શાંતિથી વસવાટ કરશે.

જેના પગ માં અંગૂઠાના જોડે ની આંગળી સમાન હોય તો એવા લોકો ખૂબ રોબિલા હોય છે.એમણે અન્ય લોકો પર પ્રભાવ દર્શાવવાની ટેવ હોય છે. આવા વ્યક્તિ એક સારા લીડર હોય છે. તેઓ તેમની વાત મનાવવાનો ગુણ સારી રીતે જાણે છે. ફક્ત તેમની અંદર જિદ્દી સવાર હોવી જોઈએ તેમણે જે નક્કી કર્યું છે તે કરી ને જ રહે છે.ઘણી વખત તેઓ તેમના નિરાકરણને પરિપૂર્ણ કરવામાં પોતાને પણ નુકસાન પહોંચાડે છે.

આવા લોકો કે જેઓ તેમના અંગૂઠા અને આંગળીઓ વચ્ચે અંતર ખૂબ વધારે હોય છે,તેઓ હંમેશા તેમના કુટુંબોથી અલગ રહે છે.મોટા પરિવાર પછી પણ,તેઓ પરિવાર સાથે જોડાયેલા નથી હોતા.લોકો તેમની સાથે જોડાય છે પરંતુ ટૂંક સમયમાં જ છોડી દે છે.તેઓ એકાંતમાં રહે છે. જો આગળથી બાજુથી અંગુઠો ગોળ હોય તો અને ખાસ કરી ને પુરુષ નો તો એ લોકો ખૂબ ધનવાન હોય છે.તેમના જીવનમાં નાણાં 36 થી 42ની વચ્ચે આવે છે.

જો તમારા પગ ની એડી હંમેશા ફાટેલી હોય છે તો સમજવાનું કે તમારી કિસ્મત પણ ફાટેલી છે.આ લોકો જૂની વસ્તુઓને એકસાથે રાખે છે,સમય સાથે પોતાને બદલાતા નથી, અને આ જ કારણ છે કે તેઓ આગળ વધતા નથી.નિરોધાશ,પિત્રોડ,કુલ દોષ,તોડા,વગેરે સાથે લઈ ને ચાલે છે.આ એક કારણ છે કે તમે ઉપર કોઈનો સર્રપ આપ્યો છે.આ કારણે તમારી સફળતા અવરોધે છે. જો તમારા પગ નમ્ર હોય,તો 23 કે 28 વર્ષની ઉંમરે તમારો ભાગ્યોદય ખુલશે.ઊંચાઈ પર આવવાથી કોઈ તમને રોકી શકશે નહીં તમને માન, સંપત્તિ,વૈભવ મળશે.

જો તમારા પગ હંમેશાં ગરમ ​​અથવા પરસેવા વાળા હોય છે.તો તમે સમજી લેવાનું કે તમને જીવનમાં કોઈ પણ વસ્તુ સરળતાથી નહીં મળે.તમારી બધી મહેનતુ નું ફળ ઓછું મળશે.જીવનમાં કંઇક મેળવવા માટે તમારે ખૂબ જ સખત સંઘર્ષ કરવો પડશે.જો પગમાં અંગુઠાથી ઘટતા ક્રમ માં આંગળીઓ હોય તો એ લોકો પણ પ્રભાવશાળી પ્રકૃતિ ના હોય છે.આ પોતાની વાત જ સાચી માને છે. અને બીજા ની વાતો ને નજરઅંદાજ કરે છે.આનું કારણ એ છે કે ગુહસ્ત જીવન એમનું સુખમય નથી હોતું. જો અંગૂઠો અને બાજુ ની બે આંગળીઓ સમાન હોય તો આવા લોકો મહેનતી,નમ્ર તથા જવાબદારી વાળા હોય છે.તેઓ કોઈ વિવાદમાં નથી આવતા અને કોઈને પણ પરેશાન નથી કરતા. તેઓ સારા જીવનસાથી હોય છે.

જો કોઈ ના પગ માં અંગૂઠાની પાસે ને આંગળી અંગૂઠા તથા બધી આંગળીઓ કરતા લાંબી હોય તો આવી વ્યક્તિ એકદમ ઉત્સાહિત છે.જો તેઓ કોઈ પણ કામમાં નિર્ણય કરી લે તો પછી એ કામ કરી નેજ રહે છે.તેમની અંદર એક વિચિત્ર શક્તિ છે અને તેઓ તેમના માટે હકારાત્મક છે. પગ ની બનાવટ અને આંગળીઓ માણસ ના વ્યક્તિવ ને જણાવે છે.વ્યક્તિત્વ થી ભાગ્ય બને પણ છે અને બગડે પણ છે.માટે પોતાની ખામી ને ઓળખી ને એને દૂર કરવી જોઈએ.

Leave a Comment