Breaking News

પેહલી કિસ ખુબજ ભારે પડી હતી સની લિયોનીને,પરિવાર વાળાએ રંગે હાથ પકડતાં આવ્યું હતું આવું પરિણામ.

બોલિવૂડની સૌથી ચર્ચિત અભિનેત્રી સન્ની લિયોન સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. બોલિવૂડમાં તેની શાનદાર સુપરહિટ ફિલ્મોના કારણે તેણે કોઈ ફેમિલી કનેક્શન વિના બોલિવૂડમાં પોતાને પ્રતિષ્ઠિત કરી છે.બોલીવુડ જગતમાં પોતાની બોલ્ડનેસને કારણે ઓળખ બનાવનારી એક્ટ્રેસ સની લિયોની ઘણીવાર ચર્ચામાં રહેતી હોય છે. સની લિયોનની જીંદગી ઘણા ઉતાર-ચડાવવાળી રહી છે. પરંતુ આજે અમે તમને સની લિયોનીનુ એ રહસ્ય જણાવવાનાં છીએ, જેનાંથી તમે અજાણ જ હશો. સોશિયલ મીડિયા ઉપર પોતાના બોલ્ડ અંદાજથી લોકોને દીવાના બનાવનારી સનીની પહેલી કિસ વિશે શું તમે જાણો છો?

પહેલી કિસનો અનુભવ હતો ખુબજ ખરાબ… સની લિયોનીની પહેલી કિસ નો અનુભવ બહુ ખરાબ જ રહ્યો હતો. વાસ્તવમાં સનીએ પોતાની પહેલી કિસના રાઝ જાતે જ ખોલ્યો હતા. વેબસિરીઝ ‘ કરણજીતકૌર:ધ અનટોલ્ડ સ્ટોરી’ના પ્રમોશન દરમ્યાન એક ઈન્ટરવ્યૂમાં તેણે જણાવ્યુ કે, તેની ફર્સ્ટ ટાઈમ કિસ નો અનુભવ ખુબજ ખરાબ રહ્યો હતો.કારણકે તે દરમ્યાન તે પકડાઈ ગઈ હતી અને તેના માટે સનીને પપ્પાનો ગુસ્સો સહન કરવાનો વારો આવ્યો હતો.

સ્કૂલના સમયમાં બોયફ્રેન્ડને કરી દીધી હતી કિસ… આ કિસ વિશે વાત કરતાં તેણે કહ્યુ કે, આ તેના સ્કૂલનાં દિવસોની વાત છે. જ્યારે તેણે પોતાના તે સમયનાં બોયફ્રેન્ડને કરી લીધી હતી તો સનીનાં પપ્પા જોઈ ગયા હતા અને બાદમાં તેની ઉપર ખુબજ ગુસ્સો કર્યો હતો. અને ઘરે પહોંચ્યા બાદ મોટો હંગામો પણ થયો હતો. સની લિયોની સોશિયલ મિડીયા ઉપર ઘણી એક્ટિવ રહેતી હોય છે. ખાસકરીને ઈન્સ્ટાગ્રામ ઉપર તે ઘણીવાર ફોટા અને વીડિયો શેર કરતી હોય છે. તેની સાથે થોડાદિવસો પહેલાં પોતાના હોટ ફોટો શેર કરીને એક ઈન્ટરનેટ સેંસેશન પણ બની ગઈ હતી.

સની લિયોને હાલમાં ફરી એખ વખત તેનાં બોલ્ડ અવતારને કારણે ચર્ચામાં છે હાલમાં તેની અપકમિંગ ફિલ્મ જૂઠા કહીં કાનું સોન્ગ રિલીઝ થયું. આ સોન્ગમાં સની જલપરી બનેલી જોવા મળે છે. હમેશાંની જેમ આ સોન્ગમાં સનીનો હોટ અવતાર જોઇને તેની ફેન ફોલોઇંગ મોટી થઇ રહી છે.

આ સોન્ગ ભારે હિટ થઇ ગયુ છે. અને થાય પણ કેમ નહીં સની લિયોને તેનું કરિઅર એક પોર્ન સ્ટાર તરીકે શરૂ કર્યુ હતું અને આજે અમે આપને જણાવીશું કે કેવી રીતે એક સરળ પરિવારમાંથી આવનારી સનીએ પોર્ન ઇન્ડસ્ટ્રીમાં કદમ મુક્યો.સની હારમોનિયમ ખુબ સારુ વગાડતી હતી અને તેનો ભાઇ તબલા વગાડતો હતો. બાળપણમાં સનીને બોલિવૂડ ફિલ્મોનો ખુબજ શોખ હતો. પણ 19 વર્ષની ઉંમરમાં તે એડલ્ટ ઇન્ડસ્ટ્રીનો ભાગ બની ગઇ.

સની લિયોનનું સાચુ નામ કરનજીત કૌર વહોરા છે. ફિલ્મોમાં આવતા પહેલાં સનીએ નર્સિંગનું ભણવાનું કર્યુ હતું. પોતાનાં જીવન પર આધારિત એક ડોક્યુમેન્ટ્રી મોસ્ટલી સનીમાં સનીએ જણાવ્યું કે, તે નાનપણમાં પરિવારની સાથે ગુરુદ્વારા જતી હતી.
સનીને પોર્ન ઇન્ડસ્ટ્રીમાં લાવનારો એક વ્યક્તિ હતો. સની એક જર્મન બેકરીમાં પહેલી નોકરી કરતી હતી તે સમયે તેની ઉંમર 15 વર્ષ હતી. તે બેકરીમાં કામ કરતા દરમિયાન તેનાં સંબંધ એક એવાં વ્યક્તિ સાથે બન્યા કે તે તેને એડલ્ટ મોડલિંગનાં રસ્તે લઇ ગયો.

ડિસેમ્બર 2005માં સનીનાં નામે તેની પહેલી એડલ્ટ ફિલ્મ રિલીઝ થઇ. સની લિયોન પોર્ન ફિલ્મોમાં ન ફક્ત કામ કરતી તે તેનું ડિરેક્શન પણ કરી. તે માનતી કે આ એક ખુબ જ મોટો બિઝનેસ છે. જેનાં માટે આપને ટેલેન્ટની સાથે સાથે દિમાગની પણ જરૂર પડે છે.
સની લિયોનની એડલ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક જાણીતી વ્યક્તિ તરીકે ઓળખ બનાવી લીધી. બીજી તરફ પોર્ન ફિલ્મ વર્ચ્યુઅલ વિવિડ ગર્લ માટે સની લિયોનને એવીએમ એવોર્ડ પણ મળ્યો છે. આ એવોર્ડને પોર્ન ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ઓસ્કાર કહેવાય છે.

ફિલ્મો હાલમાં હાથમાં ન હોવા છતાં સની લિયોનની લોકપ્રિયતા ભારતમાં ઓછી થઇ નથી. સોશિયલ મિડિયામાં તે હજુ પણ છવાયેલી છે.સોશિયલ મિડિયા પર સૌથી વધારે લોકપ્રિય સ્ટાર પૈકીની એક સની લિયોન હજુ પણ લોકપ્રિયતાના મામલે સૌથી આગળ છે. સની લિયોન અને તેના પતિ દ્વારા તેમના ત્રણ બાળકોને ખુબ સાવચેતીપૂર્વક સાચવી રહ્યા છે. તેમના પ્રત્યે ગંભીરતા રાખી રહ્યા છે. તેમના મામલે બન્ને કોઇ બાંધછોડ કરતા નથી. સની લિયોન અને તેના પતિ ડેનિયલ વેબર હવે ત્રણ બાળકોના માતાપિતા બની ચુક્યા છે.

સની લિયોને પોતે સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર આ અંગેની જાહેરાત કરી છે. સાથે સાથે નવજાત બાળકોના ફોટો પણ જારી કર્યા છે. સની લિયોને કહ્યુ છે કે તેમના પરિવારમાં હવે બે જોડકા પુત્રો સામેલ છે. જે પૈકી એક પુત્રનુ નામ અશર સિંહ વેબર અને બીજા પુત્રનુ નોરા સિંહ વેબર રાખ્યુ છે. સની લિયોને પોતાના બન્ને પુત્રોની સાથે સાથે પુત્રી નિશા કૌર વેબરનો ફોટો પણ જારી કર્યો છે. સોશિયલ મિડિયા પર જારી કરવામાં આવેલા ફોટોમાં સની લિયોન અને તેના પતિ વેબર પણ નજરે પડી રહ્યા છે.

સનીએ પોસ્ટમાં લખ્યુ છે કે ભગવાને અમારા માટે પહેલાથી જ તમામ યોજના બનાવીને રાખી હતી. સની લિયોને કહ્યુ છે કે અમે હવે ત્રણ બાળકોના સૌભાગ્યશાળી માતા પિતા બની ગયા છે. પોસ્ટના છેલ્લે સરપ્રાઇઝ એવરીવન પણ લખ્યુ છે. સની લિયોને પોસ્ટમાં પુત્રોના જન્મના સંબંધમાં વધારે વાત કરી નથી. પરંતુ એવો અંદાજ મુકવામાં આવી રહ્યો છે કે બાળકો સરોગેસી મારફતે થયા છે. ડેનિયલ અને સની લિયોને મહારાષ્ટ્રના લાતુરમાંથી બે વર્ષની બાળકીને દત્તક લીધી હતી. જેનુ નામ નિશા કૌર રાખવામાં આવ્યુ છે.

About bhai bhai

Check Also

કતારની સૌથી ઉંચી ઈમારત પર મૌની રોયની સ્ટાઈલિશ ચાલ, ચાહકોએ કરી વાહ વાહ – જુઓ વીડિયો

બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય તેના ખૂબસૂરત અને અદભૂત લુકને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે મૌની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *