દીકરી ગ્રીષ્મા ની નીકળી અંતિમયાત્રા,માતા-પિતાએ રડતા રડતા દીકરી ગ્રીષ્મા ને આપી અંતિમ વિદાય,જુઓ ફોટો

0
56

સુરતના કામરેજ તાલુકામાં પાસોદરા પાટીયા નજીક 12 ફેબ્રુઆરીના રોજ એકતરફી પ્રેમમાં યુવકે બધાની વચ્ચે ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીનો જીવ લઇ લીધો હતો. આ દીકરીના પિતા આફ્રિકા હોવાથી તેના અંતિમ સંસ્કાર બે દિવસ સુધી કરવામાં આવ્યા ન હતા. દીકરીના જીવ લઇ લેવા અંગે સમાચાર સાંભળી પિતાનું હ્રદય કંફી ઉઠયું હતું.

આફ્રિકાથી સુરત આવેલા પિતા અને દિકરી ના મૃત્યુ અંગેની જાણ થતા તેના પિતા જમીન પર ઢળી પડ્યા હતા. આખી સોસાયટી નહિ પણ સમગ્ર પાટીદાર સમાજમાં શોકનો માહોલ છે.

બીજી તરફ અંતિમયાત્રા ને લઈને સોસાયટીને કોર્ડન કરવામાં આવી છે. મહિલાઓ મોટી સંખ્યામાં આવી રહી છે અને પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. દીકરી ની અંતિમ સફર શરૂ થઈ ગઈ છે અને પાટીદાર સમાજના તમામ લોકો ચોધાર આંસુએ વિદાય આપી રહ્યા છે.

અંતિમયાત્રામાં ધાર્મિક માલવીયા અને અલ્પેશ કથિરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર વિસ્તારમાં જિલ્લા પોલીસનો કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે અને અશ્વિની કુમાર સુધી સ્પેશ્યલ બ્રાન્ચને કામગીરી બંદોબસ્ત ની જવાબદારી સોંપવામાં આવી છે.

ખાનગી વાહનો પર દીકરી ની અંતિમ સફર ના ફોટા સાથેની યાત્રાની તૈયારી જોવા મળી છે. દીકરીના માતા વિલાસબેન હજુ સુધી તેના મૃત્યુ અંગે અજાણ છે.

પીતા નંદલાલભાઇ ને પેલો ભાઈ નો અકસ્માત થયો હોવાનું કહી સુરત આવવા કહ્યું હતું. જોકે ત્યારબાદ દીકરીની જીવ લઈ લેવાની ઘટના અંગે સાંભળી પિતાનું હ્રદય કપાઈ ગયું હતું. દીકરી ની અંતિમ વિધિ ની કામગીરી કરવામાં આવી છે.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.