Breaking News

પરિવારની ખુશી ઈચ્છતાં હોય તો અત્યારેજ ઘરનાં મંદિરમાં મુકીદો આટલી વસ્તુ, જાણીલો ફટાફટ……

કુટુંબની ખુશી અને પ્રગતી માટે ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ અને ભગવાનની પૂજા અર્ચના કરીએ છીએ, બધા લોકો ભગવાનની પૂજા અર્ચના કરવા માટે મંદિરે જાય છે કે પછી પોતાના ઘરની અંદર એક નાનું એવું પૂજા ઘર જરૂર બનાવે છે. જે કુટુંબ હંમેશા દરરોજ સવાર સાંજ ભગવાનની પૂજા અર્ચના કરીને પોતાના કુટુંબની ખુશીઓની પ્રાર્થના કરે છે.

ઘરમાં જો એક નાનકડું મંદિર હોય તો તમે ક્યારેય પણ તમારા મનને શાંત કરવા માટે બેસીને ધ્યાન-પૂજા કરી શકો છો. વાસ્તુ મુજબ બનાવેલ પૂજા ઘર, આખો દિવસ તણાવ અને ચિંતાને થોડાક જ સમયમાં શાંત કરી શકો છો અને આપણી અંદર નવી ઉર્જા પણ ભરી નાખે છે.ઘરના મંદિરમાં આપણે રોજ પૂજા-અર્ચના કરીએ છીએ. નિયમો દ્વારા, દીવાઓ, ધૂપ કરીએ છીએ. આમ કરવાથી ઘરમાં સકારાત્મકતાની ભાવના ઉત્પન્ન થાય છે. દરેક વ્યક્તિએ નિયમિત નિયમો દ્વારા પૂજાગૃહમાં પૂજા કરવી જોઈએ. આજે અમે તમને તે વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ઘરના મંદિરમાં ખૂબ મહત્વની છે. ચાલો જાણીએ તે વસ્તુઓ વિશે…

એક લોટો જળઘરના મંદિરમાં લોટામાં જળ ભરવું જોઈએ. શક્ય હોય તો લોટો તાંબાનો રાખો અને તુલસીને પાણીમાં નાંખો. પૂજા કર્યા પછી, આ પાણી પરિવારના બધા સભ્યોને આપો, તે પછી, તાજું શુધ્ધ પાણી ફરીથી ભરવું જોઈએ.ચંદનશક્ય હોય તો ઘરના મંદિરમાં ચંદન રાખો. ચંદન શાંતિ અને ઠંડક પ્રદાન કરે છે. ચંદનની મોહક સુગંધ ઘરે સકારાત્મકતા રહે છે.

અક્ષતઅક્ષત, એટલે કે ચોખાના દાણા. ઘરના મંદિરમાં પણ અક્ષત હોવું જોઈએ, તે સમૃદ્ધિનું પ્રતીક છે.પૂજામાં ચોખાનો ઉપયોગ જરૂર કરવો જોઈએ પરંતુ ધ્યાન રાખવું કે ચોખના દાણા તૂટેલા ન હોઈ.પુષ્પઘર ના મંદિર માં દેવી દેવતાઓ ની સામે ફૂલ અર્પણ કરવા જોઈએ. પૂજા ઘર માં ફૂલ હોવું શુભ માનવામાં આવે છે.પુષ્પ ચઢાવવાથી મંદિર અને ઘરમાં સારી સુગઘ ફેલાય જાય છે.

રોલીરોલી એટલે કુમકુમ. ઘર ના મંદિર માં કુમકુમ પણ હોવું જોઈએ. કુમકુમ ને ચોખા ની સાથે માથા પર લગાવવા માં આવે છે.કોડી કોડીને માતા લક્ષ્મીજીનું પ્રતિક માનવામાં આવે છે, જો તમે તમારા ઘરના મંદિરમાં કોડી રાખો છો, તો તેનાથી માતા લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે.

ધૂપઘર ના મંદિર માં ધૂપ નો પ્રયોગ હોવો જોઈએ. ધૂપ સુગંધ ને વધારવાનું કાર્ય કરે છે. તેની મનમોહક ખુશ્બુ ઘર ના વાતાવરણ માં સકારાત્મકતા નો સંચાર કરે છે.મોરપંખતમે તમારા ઘરના મંદિરમાં અથવા ઘરની અંદર મોર પીંછ રાખો,જો તમે તમારા ઘરમાં મોર પીંછ રાખો છો,તો તેનાથી ભગવાન કૃષ્ણ તમાર‍ા ઘરમાં વિરાજીત થાય છે,તેને રાખવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દુર થાય છે અને સકારાત્મક ઉર્જા નો સંચય થાય છે.

દિપકઘર ના મંદિર માં દિપક હોવો ખુબજ જરૂરી છે. નિત્ય નિયમ થી ઘર માં દિપક પ્રજ્વલિત કરવો જોઈએ. આવું કરવું શુભ હોઈ છે.દિપક કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જા બની રહે છે.ગરુડ ઘંટડીતમે તમારા ઘરના મંદિરમાં એક એવી ઘંટડી રાખો જેના ઉપર ગરુડનું ચિત્ર બનેલુ હોય,કારણ કે ગરુડ ભગવાન વિષ્ણુજીનું વાહન માનવામાં આવે છે, જો તમે ગરુડ ઘંટડી તમારા મંદિરમાં રાખશો તો,તે તમારા ઘરનુ વાતાવરણ પ્રસન્ન કરી દેશે. અને તમારા જીવનમાં ઉત્સાહ આવશે,આ ઘરમાં રાખવામાં આવે છે,તો તે ચારે બાજુથી તમારા જીવનમાં ખુશીઅો લાવે છે.

ગાય ની મૂર્તિતમે તમારા ઘરની અંદર ગાયની મૂર્તિઓ રાખી શકો છો,ભગવાન શ્રીકૃષ્ણ સાથે તમે લોકોએ મૂર્તિ અથવા ચિત્રમાં ગાયને ચોક્કસપણે જોશો, પણ તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે તમે એ જ ગાયની મૂર્તિ તમારા ઘરમાં રાખશો જેમાં ગાય તેના બચ્ચાને દૂધ પીવડાવતી હોય,તેનાથી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.વાસળીજેમ કે તમે બધા લોકો જાણે છે કે ભગવાન શ્રીકૃષ્ણ ને વાસળી સૌથી વધુ પસંદ છે,તો વાસ્તુ મુજબ જોવામાં આવે તો વાંસળી જો ઘર રાખવામાં આવે તો તેનાથી ઘણા દોષોનું સમાધાન થઈ શકે છે, તમે ઇચ્છો તો વાંસ અથવા ચાંદીની વાંસળી તમારા ઘરમાં રાખી શકો છો.

શંખશંખ ની ઘ્વનિ થી નકારાત્મકતા દૂર જાય છે. જે પણ ઘર માં નિત્ય શંખ નો પ્રયોગ થાય છે, ત્યાં સકારાત્મકતા નો વાસ થાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર જે ઘર માં શંખ હોય છે. ત્યાં માતા લક્ષ્મી નો વાસ થાય છે.ગંગા જળગંગાજળ એકદમ પવિત્ર માનવામાં આવે છે. જેનાથી વ્યક્તિના દરેક પાપનો નાશ થઈ શકે છે. તેથીઘર ના મંદિર માં ગંગા જળ રાખવું જોઈએ. ઘર માં ગંગાજળ છાંટવા થી નકારાત્મકતા દૂર જાય છે.

પંચામૃતદૂધ, દહીં, મધ, ઘી અને શુદ્ધ પાણીના મિશ્રણને પંચામૃત કહેવામાં આવે છે, જો પંચામૃતનું સેવન કરવામાં આવે તો તેનાથી ઘણા બધા રોગોનો નાશ થાય છે.આચમન આ નાના એવા તાંબાના લોટામાં જળ ભરીને તેમાં તુલસી નાખીને હંમેશા પૂજા સ્થળ ઉપર રાખવામાં આવે છે, જેને આચમન કહેવામાં આવે છે, માન્યતા મુજબ જો આચમનથી પૂજા કરવામાં આવે તો માણસને પોતાની પૂજાનું બમણું ફળ પ્રાપ્ત થાય છે.

શિવલિંગ :-જેમ કે તમે લોકો જાણો છો કે દેવોના દેવ મહાદેવની પૂજા અર્ચના શિવલિંગના રૂપમાં કરવામાં આવે છે, આ તમામ પ્રકારની મૂર્તિઓથી ઉત્તમ માનવામાં આવે છે, જો તેની પૂજા રોજ નિયમિત રીતે કરવામાં આવે તો તેનાથી વ્યક્તિની તમામ તકલીફો દુર થાય છે, એટલા માટે તમે શિવલિંગને તમારા પૂજા ઘરમાં જરૂર રાખો, તે શુભ માનવામાં આવે છે.

શાલીગ્રામ :-શાલીગ્રામ વિષ્ણુજીની એક પ્રકારની મૂર્તિ છે, જે પથ્થરની ગોળીઓ કે ટુકડા વગેરેના રૂપમાં હોય છે, તેની ઉપર ચક્રનું નિશાન બનેલું રહે છે, જે શાલગ્રામ ઉપર એ નિશાન નથી હોતું તે પૂજા કરવા માટે યોગ્ય નથી માનવામાં આવતું, તમે તેને તમારા પૂજા ઘરમાં રાખીને પૂજા કરો છો, તો તેનાથી તમને લાભ મળશે.

About bhai bhai

Check Also

અઠવાડિયામાં ફક્ત એકજ વખત આ જગ્યાએ મુકીદો રોટલી દરેક દુઃખ થઈ જશે દૂર.

ધન મેળવવાની ઈચ્છા દરેક માણસને હોય છે, મનુષ્ય પૈસા કમાવા માટે દરેક શક્ય એટલા પ્રયાસ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *