Breaking News

પરણિત સ્ત્રીએ ખોલ્યો પોતાની સાસુ નો કાળો ચિઢ્ઢો, શારીરિક સંબંધ બાંધી કરીતી હતી આવું કામ……

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજે આપણે એક એવી ઘટના વિશે વાત કરીશું જેમાં મણિનગરમાં રહેતી એક યુવા પરીણિતાએ તેના પતિ, સાસરિયાં વિરૂદ્ધ ત્રાસ અને હિંસાની જે ફરિયાદ નોંધાવી છે તેમાં એવો ચોંકાવનારો આક્ષેપ કર્યો છે કે, તેના પતિ તેના સસરાના જ એક મિત્રનું અનૌરસ સંતાન છે. તેના કહેવા મુજબ, સાસુએ સસરાના એક મિત્ર સાથે જે સંબંધો રાખ્યા હતા તેમાં જે સંતાન જન્મ્યું તે તેના પતિ છે.

આ પરિણીતા છેલ્લા દસ મહિનાથી તેના માતા તથા ભાઈ સાથે રહે છે. તેને સંતાનમાં દોઢ વર્ષની પુત્રી છે. મહિલાના લગ્ન વર્ષ ૨૦૧૮માં એક યુવક સાથે થયા હતા. જો કે, મહિલાને લગ્ન બાદ જાણ થઈ કે, તેના સસરાના મિત્ર નરેન્દ્ર ભાવસાર સાથે તેની સાસુને પ્રેમ સંબંધો હતા. આથી તેનો પતિ તે તેના પિતાનું સંતાન નહીં પરંતુ તેના પિતાના મિત્ર સાથે તેની માતાને સંબંધ હતા તેનો પુત્ર હોવાનું જાણવા મળ્યું હતું.

આ બાદ સાસુ કહેતી કે, તું તો મનહુસ છે ઘરમાં ખરાબ પગલાં લઈને આવી છે અને તારા પિયરજનોએ કરિયાવર પણ ઓછું આપ્યું છે, તેમજ ભિખારીની છોકરી છે તેમ કહી ત્રાસ ગુજારતા હતા. ગર્ભવતી પરિણીતાનુ પતિ ચેકઅપ કરાવતા નહીં અને દારુ પીને મારઝૂડ કરતો હતો.

પરિણીતાના સસરા તેને કામવાળી જેવું વર્તન કરતા અને કામવાળી કહીને જ બોલાવતા હતા તેમજ તેને સંતાનમાં પુત્ર થતો નથી એટલે મારા સાળાને બીજે લગ્ન કરવા છે તેમ કહીને નણંદોઇ પણ ત્રાસ આપતો હોવાથી આખરે મહિલા પોલીસ સ્ટેશનમાં ફ્રિયાદ આપતા મહિલા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

આવી જ બીજી ઘટના લોકડાઉન બાદ મહિલાઓ પર થતા અત્યાચારના બનાવો પણ વધ્યા છે. તેમજ પરિણીતાઓને સાસરિયા દ્વારા અપાતી ફરિયાદો પણ વધી છે. તેવામાં આદિપુર મહિલા પોલીસ મથકે પરિણીતાઓને સાસરિયા દ્વારા અપતા ત્રાસની વધુ બે ફરિયાદો નોંધાઈ છે. આદિપુર મહિલા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ મૂળ નખત્રાણાના નેત્રા ખીરસરાની રહેવાસી અને હાલ ગાંધીધામના ભારતનગરમાં રહેતી શીતલબેન તુષારભાઈ ગઢવી (ઉ.વ. રર)એ તેના પતિ તુષાર દેવકરણ ગઢવી, સાસુ અનસૂયાબેન દેવકરણ ગઢવી, સસરા દેવકરણ આણંંદજી ગઢવી, નણંદ અવનીબેન અજયભાઈ ગઢવી, દિયર અતુલભાઈ દેવકરણ ગઢવી વિરૂદ્ધ શારીરિક માનસિક ત્રાસ આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી દહેજની માંગણી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી.

બીજા બનાવમાં હાલ ગાંધીધામના કાર્ગો ઝુપડપટ્ટીમાં રહેતી અને ડીસાના ઝેરડામાં પરણેલી અલ્પાબેન રામજીભાઈ શ્રીમાળીએ ફરિયાદ નોંધાવી હતી. પરિણીતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેના પતિ રામજી ઉર્ફે રાહુલ બળવંતભાઈ શ્રીમાળી, સાસુ બબીબેન બળવંતભાઈ શ્રીમાળી, સસરા બળવંતભાઈ જેઠાભાઈ શ્રીમાળીએ પરિણીતાને માર માર્યો હતો. ફરિયાદીના જણાવ્યા પ્રમાણે તેના પતિના અન્ય સાથે આડા સબંધો હોવાને કારણે તેમજ ઘરની નાની- નાની બાબતોમાં બોલાચાલી કરીને મેણા ટોણા મારીને સાસુ – સસરા દ્વારા પણ માર મારવામાં આવતો હતો.

આદિપુર મહીલા પોલીસ મથકે ભચાઉના ભટ્ટફળિયા વિસ્તારમાં રહેતા લીલાબેન રમેશભાઇ બારોટે ફરિયાદ નોંધાવી છે કે તેમનો પતિ રમેશ ગોવાભાઇ બારોટ ખોટો શક અને વહેમ રાખી તેમને અવાર નવાર મહેણા ટોણા મારી તેમને શારીરીક માનસિક ત્રાસ આપે છે જેમાં તા.4/6 ના પણ બધા લોકો તારી સામે કેમ જુએ છે કહી મારકૂટ કરી હોવા બાબતે 181 મહિલા હેલ્પલાઇનમાં ફોન કરતાં તેમને સખી વન સ્ટોપ સેન્ટર રીફર કરવામાં આવ્યા છે. વધુ તપાસ આદિપુર મહીલા પોલીસે હાથ ધરી છે.

આવીજ બીજી ઘટના UPSCની એક્ઝામ આપી IAS બનવાની તૈયારી કરતી 23 વર્ષીય પરિણીતાને અભ્યાસ છોડી દેવા તેમજ દહેજ બાબતે પતિ સહિત સાસરિયા ત્રાસ આપવાનો હોવાનો કિસ્સો અમદાવાદ શહેરમાં સામે આવ્યો છે.

આ પરિણીતાના ફોઇજી તેના પતિને અભ્યાસ છોડાવવા માટે ચડાવતા હોવાની વિગતો પરિણીતાએ જણાવી હતી. તેના પતિને તેના ફોઈજી ક્લાર્ક બનવાને લાયક નથી અને કલેક્ટર બનવાના સપના જોવે છે, તેનો અભ્યાસ છોડાવી ઘરકામ કરાવો જેવા મહેણા ટોણા મારતા હતા. ઉપરાંત તેના જેઠ જેઠાણી પણ તેના જેટલું ભણેલા ન હોવાથી તેને વંશવેલો આગળ વધારવા પર ધ્યાન આપ તેમ કહી માનસિક યાતના આપતા હતા.ચાંદખેડા વિસ્તારમાં આવેલા આદિત્ય રેસીડન્સીમાં રહેતી આ પરિણીતાએ તેના પતિ, સાસુ, સસરા, બે નણંદ, જેઠ, જેઠાણી, મોટા સસરા, ફોઈજી સામે ફરિયાદ નોંધાવી છે. આ તમામ પાટણના રહેવાસી છે.

યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે 2017માં પાટણના સિદ્ધનાથ નગર સોસાયટીમાં રહેતા યુવક સાથે તેના લગ્ન અમદાવાદના સુખડ ગામમાં થયા હતા. લગ્ન બાદ યુવતી સાસરે ગઈ ત્યારે તેના સાસુ દાગીનાનું વજન કરાવવા જવેલર્સને ત્યાં લઈ ગયા હતા. જ્યાં દાગીનાનું વજન 38.5 તોલા થતા સાસરીયા ઉશ્કેરાયા હતા અને યુવતીના માતા-પિતાના અપેક્ષા મુજબ દહેજ આપ્યું નથી તેમ જણાવી તેને વારંવાર માનસિક રીતે હેરાન કરતા હતા. સાસરિયાની ચડવણીને પગલે પરિણીતાના પતિએ પણ તેની સાથે મારપીટ કરી હતી.

સાસરિયાના ત્રાસથી કંટાળી આ પરિણીતા આખરે તેના માતા પિતાના ઘરે રહેવા ચાલી ગઇ હતી અને સ્ત્રીધન પરત મેળવવા માંગણી કરી હતી પરંતુ સાસરિયા દ્વારા તેના દાગીના અને રોકડ સહિત સ્ત્રીધન પાછું ન અપાતા તેણે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરી હતી. હાલ આ મામલે ફરિયાદ નોંધી ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદમાં એક પરિણિતાએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. પરિણિતાના આપઘાતત કેસમાં પરિવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે હંગામો મચાવ્યો હતો. ત્યારે મૃતકના પરિવારજનોએ દીકરીના સાસરિયા દ્વારા તેની હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતી ભાવના અને હિતેશના દોઢ વર્ષ પહેલા લગ્ન થયા હતા. હિતેશ સાંણદ વિસ્તારમાં તલાટીની નોકરી કરે છે. ભાવના પહેલાથી ડાઇવોર્સી હતી અને ત્યાર પછી તેને હિતેશ સાથે પ્રેમ થયો હતો. ત્યારબાદમાં બંનેએ કોર્ટ મેરેજ કર્યા હતા. લગ્નના થોડા સમય સુધી તો બધુ જ ઠીક ચાલ્યું હતું. પરંતુ હિતેશ અને તેના પરિવારજનો ભાવનાને દહેજ માટે ત્રાસ આપી રહ્યાં હતા.

ભાવના અવારનવાર પિયર ફોન કરી પતિ અને સાસરિયા દ્વારા દહેજ માટે ત્રાસ આપવામાં આવતો હોવાની વાત કરવામાં આવતી હતી. એટલું જ નહીં પરિવારજનોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, થોડા સમય પહેલા ભાવનાનો અકસ્માત થયો હતો અને તેના પગમાં ફેક્ચર થયું હતું. જેના કારણે ભાવના આટલી ઊંચાઇએ જઇ ગળે ફાંસો ખાઇ આપઘાત કરે તે વાત શક્ય નથી.

તો બીજી તરફ ભાવનાએ ફાંસો ખાઇ આપઘાત કર્યા હોવાનું પોલીસને જણાવ્યા વગર તેના પતિ હિતેશે ભાવનાનો મૃતદેહ ઉતારી હોસ્પિટલ લઇ ગયો હતો. જેના કરાણે યુવતીના પરિવારજનોએ શંકા વ્યક્ત કરી છે કે, મારી દીકરીએ આપઘાત કર્યો નથી, તેની હત્યા કરવામાં આવી છે. આ ઘટનાને પગલે ચાંદખેડા પોલીસે પણ ફરિયાદ વધુ તપાસ હાથ ધરી છે.

About bhai bhai

Check Also

છૂટાછેડા પછી કુતરા સાથે કર્યાં લગ્ન, મહિલાએ કહ્યું- પતિ કરતાં વધુ ખુશ રાખે છે..જાણો શા માટે

લંડનમાં રહેતી એક મહિલાએ તેની પાલતુ કૂતરી સાથે લગ્ન કર્યા મહિલાએ તેના પતિથી છૂટાછેડા લીધા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *