પથરી,શ્વાસની તકલીફ,અને સીઝનલ તાવને જડમૂળથી મટાડસે આ 1 જ વસ્તુ,બસ દૂધ માં નાખીને આ રીતે કરો સેવન.

દરેક લોકોના રસોડામાં ઘણી બધી એવી વસ્તુઓ હોય છે તે આપણા રોજબરોજની નાની-મોટી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. આપણા રસોડાની અંદર મળતી આવી જ એક વસ્તુ છે કસૂરી મેથી સામાન્ય રીતે રસોડાની અંદર રહેલી કસુરી મેથી આપણા રસોઈનો સ્વાદ વધારવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. સાથે સાથે તેના કારણે આપણું સ્વાસ્થ્ય પણ ઠીક થઈ શકે છે. આયુર્વેદ શાસ્ત્રની અંદર કસૂરી મેથી એક ઉત્તમ ઔષધ માનવામાં આવ્યું છે. તેનો ઉપયોગ કરીને આપણે અનેક પ્રકારની સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકીએ છીએ. સાથે સાથે આ કસૂરી મેથી મહિલાઓ માટે પણ ફાયદાકારક સાબિત થાય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કે કસૂરી મેથી નું સેવન કરવાના કારણે તમને કયા પ્રકારના લાભ થશે.

દરેકના ઘરમાં કસૂરી મેથીનો ઉપયોગ થતો હોય છે. મેથીની ભાજીને સૂકવીને કસૂરી મેથી તૈયાર કરવામાં આવે છે. તેમાં આયર્ન, મેંગ્નીઝ, કોપર, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને વિટામિન બી6 જેવા ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે. આ કોઈ જડીબૂટીથી કમ નથી. આયુર્વેદમાં પણ કસૂરી મેથીને ઔષધી સમાન માનવામાં આવે છે. મહિલાઓ માટે કસૂરી મેથીનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. કસૂરી મેથી મહિલાઓની ઘણી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. ચાલો જાણીએ કસૂરી મેથી મહિલાઓની કઈ-કઈ સમસ્યાઓમાં લાભકારી છે.

ઈન્ફેક્શનથી બચાવ મોસમમાં થતાં ફેરફારથી ઘણી મહિલાઓને ઈન્ફેક્શનને કારણે ફ્લૂ, શરદી, ખાંસી, તાવ, શરીરમાં દુખાવો જેવી સમસ્યાઓ થતી હોય છે. જેનાથી બચવા માટે ડાયટમાં મેથીનો પ્રયોગ કરવો જોઈએ. આ એલર્જી, ગેસ અને હાર્ટ સંબંધી સમસ્યાઓથી પણ બચાવે છે.

લોહીની ઉણપ ભરાતમાં દર 5માંથી 3 મહિલા એનિમિયા એટલે લોહીની ઉણપનો શિકાર છે. જેથી કસૂરી મેથીમાં આયર્ન સારી માત્રામાં હોવાથી તેને ભોજનમાં સામેલ કરવાથી તે લોહીમાં હિમોગ્લોબિન વધારે છે.

હોર્મોનલ ફેરફારમાં મહિલાઓના શરીરમાં દરેક ઉંમરના તબક્કામાં ઘણાં હોર્મોનલ ચેન્જિસ થતાં હોય છે. માસિક ધર્મથી લઈને મેનોપોઝ સુધી હોર્મોન્સ ચેન્જ થવાને કારણે મહિલાઓને ઘણી સમસ્યાઓ પણ થાય છે. જેને દૂર કરવા માટે કેસૂરી મેથીનું સેવન લાભકારી સિદ્ધ થાય છે.

શુગર કંટ્રોલ કરે છેઉંમર વધવાની સાથે અને આજકાલની ખોટી ખાનપાનની આદતોને કારણે મહિલાઓમાં પણ ડાયાબિટીસનો ખતરો ખૂબ જ વધી ગયો છે. જેને કંટ્રોલ કરવા માટે કસૂરી મેથીને ડાયટમાં સામેલ કરવું જોઈએ. આ બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરે છે અને ટાઈપ-2 ડાયાબિટીસમાં ફાયદો કરે છે.

બ્રેસ્ટ મિલ્ક વધારે છે ડિલીવરી પછી જે મહિલાઓમાં બ્રેસ્ટ મિલ્ક ઓછું બને છે તેમના માટે કસૂરી મેથી દવાનું કામ કરે છે. રેગ્યુલર ડાયટમાં કસૂરી મેથીનું સેવન કરવાથી બ્રેસ્ટ મિલ્કમાં વધારો થાય છે.

ગર્ભાવસ્થા બાદ થતા ફાયદા ગર્ભાવસ્થા પછી કસૂરી મેથીનું સેવન ખુબ જ ફાયદાકારક હોય છે. એવી મહિલાઓ કે જે સ્તનપાન કરાવતી હોય તેવી મહિલાઓ કસૂરી મેથી નું સેવન અવશ્ય કરવું જોઈએ. કેમકે, તેનું સેવન કરવાના કારણે સ્તન નુ દુધ વધારવા માટે ફાયદાકારક સાબિત થાય છે.

બ્લડ સુગર ઘટાડવા માટે આજના સમયમાં મોટાભાગના લોકોને શૂગરની સમસ્યા હોય છે જ્યારે શરીરની અંદર સુગરનું લેવલ વધી જાય છે, ત્યારે તેને નિયંત્રિત કરવા માટે બહારથી ઇન્સ્યુલિન લેવા પડે છે. પરંતુ જો આવા વ્યક્તિઓ નિયમિતરૂપે કસ્તુરી મેથીનું સેવન કરે તો તેને શરીરમાં કુદરતી રીતે ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય છે. જે શરીરમાં સુગરનું લેવલ નિયંત્રિત કરે છે. જેથી કરીને ડાયાબિટીસના દર્દીઓને ડાયાબિટીસ સમસ્યામાંથી રાહત મળે છે.

પેટને રાખો હેલ્દી.કસૂરી મેથી ને ખાવાથી ગેસ, ડાયેરિયા, પેટ ફૂલવાની સમસ્યા, બદહજમી અને અન્ય સમસ્યાઓ થી છુટકારો મળી જાય છે. પેટ થી જોડાયેલ આ સમસ્યા થવા પર તમે કસૂરી મેથી ના પાવડર નું સેવન ગરમ પાણી ની સાથે કરી લો. દિવસ માં બે વખત કસૂરી મેથી અને ગરમ પાણી પીવાથી થોડાક જ દિવસો માં પેટ ની આ તકલીફો થી તમને છુટકારો મળી જશે.

ખીલ રાખે દુર કસૂરી મેથી ને ખાવાથી ચહેરા પર ખીલ નથી થતા. કસૂરી મેથી માં ઘણા પ્રકારના વિટામીન મળે છે અને આ શરીર ના તે બેક્ટેરિયા ને નષ્ટ કરવાનું કાર્ય કરે છે, જેમના કારણે ખીલ ની સમસ્યા થાય છે.

પીઠ ના દર્દ માં આપે રાહત 15 દિવસ જો નિયમિત મેથીના દાણા અથવા પાવડર પીવાથી પીઠનો દર્દ માટી જાય છે. કારણકે શરીર માં નબળાઈ હોય ત્યારે પીઠના મણકા માં દર્દ થાય છે. મેથી શરીર ને મજબૂતાઈ પૂરી પાડે છે.

શરીર પર ના ગુમડા દૂર કરવામાં સૌપ્રથમ મેથી ને 1 કલાક સુધી પલાળી રાખો. ત્યારબાદ તેને મિક્સર માં ક્રશ કરી તેનો લેપ બનાવી લો. આ લેપ ગુમડા પર કે દાજેલ ભાગ પર લગાવાથી તે નિશાન દૂર થાય છે.

Leave a Comment