Breaking News

પત્ની અથવા ગર્લફ્રેંડને હમેંશા માટે તમારી દીવાની થઈ જશે બસ આ એકજ કામ કરવાથી જાણીલો આ કામ વિશે.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, પતિ પત્નિના સંબંધો વિશ્વાસની ઈમારત પર ચણાયેલા હોય છે. સપ્તપદીના ફેરા ફરી યુગલ એકમેકના બન્યા પછી તેને આજીવન જાળવી રાખવાના હોય છે. પરંતુ સમયના વહન સાથે આ સંબંધોમાં તણાવ પેદા થઈ જતો હોય છે. સંબંધોને ટકાવી રાખવા વિશ્વાસ અને એકબીજા પ્રત્યેની વફાદારી મહત્ત્વની છે. જો સંબંધોમાં તીરાડ આવી જાય તો તૂટવામાં પણ વાર લાગતી નથી. એટલા માટે પતિ પત્નિ બંનેએ પોતાના સંબંધોની ઈમારતને ટકાવી રાખવા ખાસ ધ્યાન આપવું પડે છે.

લગ્ન બાદ પતિ પત્નીમાં પ્રેમ જળવાઈ રહે તે માટે સમયાંતરે બંને જણા એકબીજા માટે જીવી લેવાનો સમય કાઢવો જોઈએ. લગ્ન પછી પણ રોમાન્સ જાળવી રાખવા વિકએન્ડને એન્જોયફૂલ બનાવવા ક્યાંક હરવા ફરવાનો પ્લાન ઓચિંતો જ ઘડીને પત્નિને સરપ્રાઈઝ આપો. તમારા ઘર ગૃહસ્થીમાં ગોઠવાઈ ગયેલી પત્નિને વિકેએન્ડમાં રોમાન્સની સહેલ કરાવો. શોપિંગ કરવા લઈ જાઓ, અઠવાડિયામાં બેથી ત્રણ વખત રોમેન્ટિક સમય પસાર કરો.

બેડરૂમમાં પત્નિને પ્રેમથી તમારા ખોળામાં સુવાડીને તેની સાથે વાતો કરો. રોમાન્સને ઓછો ન થવા દો. તેને તમે પૂરતો સમય આપો. લગ્ન પછી પણ એકબીજાની બાહોમાં સમાઈ જવા ક્યાંક એવી રીતે સમય કાઢી લો કે તમારી પત્નિને તમારી વફાદારીનો દાખલો મળે. લગ્ન પહેલાં જે ચૂપચૂપકે મળવાનો આનંદ લેતા હતા તેમ સંયુક્ત પરિવારમાં હોવ તો ચૂપચૂપકે સમય કાઢીને થોડી ક્ષણો પણ રોમાન્સની તક જતી ના કરો.

લગ્ન પહેલાં આઈલવયુથી શરૂઆત કરનાર પ્રેમી લગ્ન પછી પત્ની પ્રત્યે પૂરતું ધ્યાન આપી શકતો નથી. લગ્ન પહેલાં એકમેકમાં ખોવાઈ જતાં પ્રેમ પંખીડા લગન પછી સરખી રીતે વાત કરવાનો પણ મુડ રહેતો નથી. જો આવું થાય તો ધીમે ધીમે બંને જણાને એકબીજા પ્રત્યેના પ્રેમમાં ઓટ આવવા લાગે છે. પરંતુ તમે દરિયો બનીને સમયે સમયે ઘુઘવાટા કરી પ્રેમનો એકરાર કરી પત્નિને તરબોળ કરી દો.

પત્નીને તમારા આવા વર્તનથી જે વચ્ચેના સમયમાં ઓટ આવી હશે તે પ્રેમની ભરતીના ઘૂઘવાટાથી ભરાઈ જશે. પત્નિને એવો અહેસાસ અપાવો કે તમે તેને પહેલા જેવો જ પ્રેમ કરો છો. તેને જ વફાદાર છો. લગ્ન પહેલા જે પ્રેમનો ઉમંગ હતો તેવો જ અત્યારે છે. એને એવો અહેસાક સરાવો કે તમારા જીવનમા તેનું સ્થાન કેટલું ઊંચું છે. જો આવું કરશો તો પત્નિ તરફથી ક્યારેય વિશ્વાસઘાત થશે નહીં.

લગ્ન પહેલાં છોકરીઓ પટાવવા માટે નીત નવા નુસખા કરતો યુવક લગ્ન પછી પોતાના શરીર પ્રત્યે બેધ્યાન બની જાય છે. લગ્ન પછી પોતાના આકર્ષક લૂક માટે આળશ ન દાખવવી જોઈએ. સ્માર્ટી બનીને રહેશો તો પત્ની પણ તમારા પર ઓળઘોળ બની રહેશે. ફીટ અને હેલ્ધિ બોડી સાથે સારા લૂકવાળા કપડા પહેરશો તો તમારા આકર્ષક દેખાવને જોઈ તમારી પત્ની અન્ય કોઈ વિશે વિચારશે પણ નહિ.

પતિ-પત્ની ના સંબંધમાં સૌથી વધારે સમસ્યાઓતો પતિએ જ ભોગવવી પડે છે. એના કરતાં સુધરી જવામાં ફાયદો છે. લગ્ન પછી નોકરી ધંધાને પ્રાધાન્ય આપવા સાથે પત્નિને પણ ચોક્કસ સમય આપો. જો આમ નહીં કરો તો ક્યાંક સંબંધમાં તીરાડ પડી ને તો છુટાછેડા બાદ પત્નીને બીજા લગ્ન કરવા માટે ઘણા બધી સારી ઓફર મળી જશે પરંતુ પુરુષને બીજા લગનમાં આંખે પાણી આવી જતા હોય છે. એટલા માટે જ એક આદર્શ પતિએ પોતાની પત્નીનો ભરપૂર ખ્યાલ રાખવો જોઈએ. કોઈપણ સંબંધો ની વચ્ચે વફાદારી હોવી અત્યંત આવશ્યક છે અને તેમા પણ ખાસ કરીને પતિ અને પત્ની વચ્ચેનો સબંધ વિશ્વાસ પર ટકેલો હોય છે.

ભારતીય સનાતન હિંદુ ધર્મમાં લગ્નની જે પદ્ધતિ છે તે પ્રમાણેની પદ્ધતિ વિશ્વના એક પણ ધર્મમાં નથી. કંકોત્રી લખવાથી લઈને દીકરી વિદાય અને ગૃહલક્ષ્મીનું ઘરમાં આગમન થાય ત્યાં સુધીની લગ્નની તમામ પરંપરાઓ ખૂબ જ માર્મિક અને નવયુગલના જીવનના મૂળ સાથે જોડાયેલી છે.

ભારતીય સનતાન હિંદુ ધર્મમાં લગ્નની જે પરંપરા અને રીત દર્શાવવામાં આવેલી છે તે ખરેખર અદભૂત છે. ત્રેતા યુગમાં ભગવાન રામ અને દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન જે પરંપરા અને મંત્રોચ્ચાર દ્વારા થયા હતા તે જ પરંપરાથી આજના સમયમાં યુગલો પણ લગ્નના બંધનમાં બંધાય છે. માણસના જન્મથી લઈને તેના મૃત્યુ સુધી તેને સોળ સંસ્કારો આપવામાં આવે છે. અને આ સોળ સંસ્કારો પૈકીના એક સંસ્કાર એટલે વિવાહ સંસ્કાર.

લગ્ન એટલે માત્ર બંધન જ નહી પરંતુ જન્મ જન્માંતર સુધી એકમેકનો સાથ આપવાનું વચન. લગ્ન એટલે માત્ર બે વ્યક્તિઓનું જ નહી પરંતુ બે આત્માઓનું મીલન. સમયની સાથે માણસો વિચારો પણ બદલાયા છે એટલે કેટલાક લોકો એવું માને છે કે લગ્ન કરવાથી માણસ બંધાઈ જાય છે. પરંતુ હકીકત એ છે કે લગ્ન કરવાથી માણસ બંધાતો નથી, પરંતુ સંધાય છે. લગ્ન બાદ જે જીવનસાથી તેના જીવનમાં તેનો સાથ આપવા આવે છે તે જીવનસાથી માત્ર તેની પત્ની નથી હોતી, પરંતુ તેના ઘરની ગૃહ લક્ષ્મી હોય છે.

આપણા ત્યાં લગ્ન બાદ દિકરાની પત્ની બનીને જે લક્ષ્મી ગૃહમાં પ્રવેશ કરે છે તેને પુત્રવધુ કહેવામાં આવે છે. પુત્ર વધુ એટલે જેનું મહત્વ પોતાના પુત્ર કરતા પણ વધુ છે તે પુત્ર વધુ. લગ્ન પ્રસંગે થતી વિવિધ વિધિઓ આપણે નિહાળીયે છીએ પણ તે બધાનો શું અર્થ હોય છે તે જાણવું ૫ણ જરૂરી છે. વરરાજા જ્યારે પરણવા આવે ત્યારે તેમને પોંખવામાં આવે છે. આ વખતે લાકડાના બનાવેલો નાનો રવઈયો, મુશળ ધુંસરી, તરાક વરરાજાના માથેથી ઉતારે છે અને પગથી કોડિયું ભંગાવી પ્રવેશ કરાવે છે આનો શું હેતુ છે? શું રહસ્ય છે? તેમજ બીજી વિધિઓનો શું અર્થ હોય છે? આ તમામ બાબતો પર એક નજર કરીએ.

લગ્ન.લગ્ન એટલે બે વ્યક્તિઓનું મિલન. મૂલતઃ લગ્નનો હેતુ બે અલગ અલગ વ્યક્તિઓને એકબીજાના પર્યાય બનાવવાનો છે. લગ્ન એટલે બે વ્યક્તિઓ દ્વારા એકમેકને જન્મ જન્માંતર સુધી સાથ આપવાનું એક દીર્ઘ વચન. વરઘોડો.વરઘોડો એટલે ઈન્દ્રિયોના ઘોડાને અંકુશમાં રાખવા માટેની ચેતવણીનું પ્રથમ પગથીયું.

પોંખણુ.વરરાજા જ્યારે જાન લઈને કન્યાના આંગણે પરણવા માટે આવે ત્યારે કન્યાની માતા દ્વારા વરરાજાને પોંખવામાં આવે છે. કન્યાની માતા જે વસ્તુથી વરરાજાને પોંખે છે તેને પોંખણું કહેવામાં આવે છે. પોંખણામાં ચાર લાકડાની દંડીકાઓ હોય છે જેને રવઈયો, મુશળ, ઘુંસરી અને તરાક કહેવામાં આવે છે. આવો તેના મહત્વ પર પણ એક નજર કરીએ. રવૈયો.માખણ કાઢવા માટે જેમ દહીંને રવૈયાથી વલોવામાં આવે છે તેમ જીવનને પણ પ્રેમમય બનાવવા માટે મનના તરંગોનું મંથન કરીને પ્રેમનું દોહન કરવાનો સંદેશ રવૈયા દ્વારા આપવામાં આવે છે.

મુશળ.મુશળ અતિ વાસનાઓને મુશળ અર્થાત સાંબેલાથી ખાંડીને પ્રેમ પ્રગટાવવાનું કહે છે. ઘુંસરી. સંસાર રૂપી રથના પતિ અને પત્ની બે ચાલકો છે. આ બંને ચાલકો શીલ અને સંયમના ચીલામાં સમાંતર રૂપે ચાલીને જીવન રથને સહકાર અને પ્રેમથી ખેંચે તો તેમનું લગ્ન જીવન સુખમય વીતે છે તે પ્રકારનો સંદેશ ઘુંસરી દ્વારા આપવામાં આવે છે.

તરાકઃ લગ્ન જીવન રેંટિયા જેવું છે. પતિ અને પત્ની રૂપી બે ચક્રને પ્રેમની દોરી વડે આ તરાકને બંધાયેલા અને ફરતા રાખે તો જ સ્નેહરૂપી સુતર નીકળે તેમ કહેવાનો ભાવ તરાક દ્વારા આપવામાં આવ્યો છે. આ પ્રકારે જમાઈરાજાને પોંખવા આવનાર સાસુ વરને માયરામાં આવતા પહેલા સાવધાન કરે છે અને વર તેનો જવાબ સંપુટ તોડીને આપે છે.

સંપુટ.કન્યાના માતા દ્વારા વરને પોંખી લીધા પછી બે કોડિયાના સંપુટને પગ તળે ભાંગીને વર માયરામાં પ્રવેશ કરે છે. આના દ્વારા વર કહેવા માંગે છે કે તમારી ચેતવણીને હું સમજ્યો છું પણ મારા એકલાની આશા, ઈચ્છા અને અરમાનો પર હવે હું નહી ચાલું અહીંયા તેનો ભાંગીને ભુક્કો કરૂં છું, હવેથી અમારા બંન્નેની આશા, ઈચ્છા અને અરમાનો એક હશે તેજ પ્રમાણે અમે બંન્ને પતી પત્ની અમારી જીવન યાત્રા કરીશું.

વરમાળા.ફૂલના હારથી વરકન્યા અરસ પરસનું સ્વાગત કરે છે પણ ગોરબાપા સુતરની એક આંટી બંનેના ગળામાં પહેરાવે છે. આમ એક જ હારથી બંનેના હૈયા એક કરવાનો પ્રયાસ છે. હસ્તમેળાપ.હસ્તમેળાપ લગ્ન વિધિનું મુખ્ય અંગ છે. પોતાની પુત્રીનો હાથ મા-બાપ વરરાજાને સોંપે છે અને વરરાજા તેનો સ્વીકાર કરે છે. આ વિધિને પાણિગ્રણ વિધિ પણ કહેવામાં આવે છે અને હસ્તમેળાપ માત્ર હસ્તમેળાપ ન રહીને હૈયામેળાપ બની જાય છે. આ વિધિથી વરઘોડિયાના દેહમાં ઝણઝણાટી જાગે છે અને બંન્નેના હૈયામાં એકબીજા પ્રત્યે આત્મીયતા પ્રગટે છે. તો આ સાથે જ જાનૈયા અને માંડવિયાના મન પણ આનંદ અને ઉલ્લાસથી નાચી ઉઠે છે.

મંગળ ફેરા.લગ્નના ચાર ફેરા દ્વારા ઋષીમુનીઓ ખૂબ જ મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે. લગ્નના ચાર ફેરા ધર્મ, અર્થ,કામ અને મોક્ષના ફેરા હોય છે. લગ્નના ચાર ફૈરા પૈકી ત્રણ ફેરામાં પુરૂષ આગળ હોય છે અને ચોથા ફેરામાં કન્યા આગળ હોય છે તેનું પણ અલૌકિક મહત્વ રહેલું છે. આવો આ ચાર ફેરાના મહાત્મ્યને પણ સમજીએ.

પહેલો ફેરો ધર્મનો.લગ્નના ચાર ફેરામાં પહેલો ફેરો ધર્મનો હોય છે. સ્ત્રીના પિયરમાં ગમેતે ધર્મનું પાલન કરવામાં આવતું હોય પરંતુ પરણ્યા પછી પતિ જે ધર્મ પાળતો હોય તેને જ પત્ની અનુસરે છે. અને આ સીવાય પતિ પ્રત્યેના ધર્મો, કુટુંબ પ્રત્યેના ધર્મો, ઘરના વડિલો પ્રત્યેના ધર્મો, સંતાનો પ્રત્યેના ધર્મો, સગા-સંબંધી અને સમાજ પ્રત્યોના ધર્મો પણ પત્ની પતિની આજ્ઞા અને ઈચ્છાસહ પાળે છે.

બીજો ફેરો અર્થનો.અર્થ એટલે પૈસા. અર્થોપાર્જન કરવાનું પૈસા કમાવવાનું કાર્ય અર્થાત પૈસા કમાઈને ઘરનું અને પોતાના પરીવારનું પોષણ કરવાનું કાર્ય પતિનું હોય છે. એટલે બીજા અને અર્થના ફેરામાં પતિ આગળ હોય છે. ત્રીજો ફેરો કામનો.સ્ત્રી એ લજ્જાનું પ્રતિક છે અને લગ્ન જીવન અને વંશવૃદ્ધી માટે સ્ત્રીઓ હંમેશા પતિની પાછળ જ રહે છે.

ચોથો ફેરો મોક્ષનો.ચોથા અને અંતિમ ફેરામાં ઋષીમુનીઓએ સ્ત્રીને આગળ રાખી છે. સ્ત્રીએ લક્ષ્મી અને શક્તિનું પ્રતિક છે. પહેલાના સમયમાં એવું કહેવાતું હતું એક સ્ત્રી પોતાના પતિનો જીવ બચાવવા માટે યમરાજા પાસે પણ એકસમયે લડી લે. અને એટલે જ કદાચ ઋષીમુનીઓએ લગ્નના ચાર ફેરાની પરંપરામાં મોક્ષના ચોથા અને અંતિમ ફેરામાં સ્ત્રીને આગળ રાખી છે કે કારણકે ઋષીમુનીઓને પણ ખબર હશે કે મોક્ષતો આ દેશની જગદંબાઓ જ આપાવી શકે બાકી કોઈની તાકાત બહારની વાત છે.

પરંતુ મોક્ષ પણ એવી વસ્તુ છે કે જે ઈચ્છા અનુસાર મળતો નથી. એના માટે પણ યોગ્ય કર્મ કરવા પડે છે. મોક્ષ એ તો ધર્મનું નિયમ પાલન, અને ઈશ્વરની સેવા-પુજા અને ભક્તિથી જ પ્રાપ્ત થાય છે અને એમાં સ્ત્રીઓ હંમેશા આગળ હોય છે. સહનશક્તિ, સદાચાર, શીલ આદિ ગુણો સ્ત્રીઓમાં સ્વાભાવિક છે. પતિ, સાસુ, સસરા, અને વડિલો પ્રત્યેનો આદર, સેવા-સમભાવ, ગરીબો પ્રત્યે કરૂણા, સંતાનો પ્રત્યે પ્રેમ અને મમતા આ બધા ગુણોનો શુભગ સમન્વય એટલે સ્ત્રી અને સ્ત્રીમાં રહેલા આવા ગુણોના લીધે જ તે મોક્ષના માર્ગ પર પુરૂષ કરતા આગળ છે અને એટલે જ મોક્ષના ફેરામાં ઋષીમુનીઓએ સ્ત્રીને હંમેશા આગળ રાખી છે.

About bhai bhai

Check Also

છૂટાછેડા પછી કુતરા સાથે કર્યાં લગ્ન, મહિલાએ કહ્યું- પતિ કરતાં વધુ ખુશ રાખે છે..જાણો શા માટે

લંડનમાં રહેતી એક મહિલાએ તેની પાલતુ કૂતરી સાથે લગ્ન કર્યા મહિલાએ તેના પતિથી છૂટાછેડા લીધા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *