Breaking News

પવિત્ર શ્રાવણમાં દરેક લોકો શિવલિંગ પર બીલીપત્ર ચડાવતાં હશે પરંતુ બીલીપત્ર નું આ મહત્વ તમે ભાગ્યજ જાણતાં હશો, જાણો વિગતે……

બીલીના ફળમાં દર ૧૦૦ ગ્રામ ખાવાલાયક ભાગમાં પાણી ૫૪.૯૬ગ્રામ, પ્રોટીન ૧.૮ ગ્રામ, ચરબી ૦.૨ ગ્રામ, કાર્બોહાઇડ્રેટ્સ ૨૮.૧૧ ગ્રામ, કેરોટીન ૫૫ મીલીગ્રામ જેટલા પોષક તત્વો હોય છે. વધુમાં બીલીના પાન, ફળ, છાલ તેમ જ મૂળમાં વિવિધ ઉપયોગી રસાયણો જેવા કે આલ્કેલોઇડઝ, કુમેરીન, સ્ટેરોઇડ, થાઇમીન, રીબોફલેવીન તથા વિટામીન-સી પણ ગણનાપાત્ર પ્રમાણમાં રહેલા છે.

આપને સૌ એ વાત તો જાણીએ છીએ કે શિવજી ની પૂજામાં બીલીપત્ર નો ઉપયોગ થાય છે. બીલીપત્ર વિના શિવ પૂજા અધુરી માનવામાં આવે છે. પરંતુ ઘણા ઓછા લોકો હશે જે હિવાકી પર બીલીપત્ર ચડાવવાની સાચી રીત વિષે જનતા નહિ હોય. શિવપુરાણમાં બીલીપત્રના જડ મૂળમાં બધા તીર્થસ્થાન રાખવામાં આવેલા છે. તેથી બીલીપત્રની પૂજાને શિવ ઉપાસના માં વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે.

શિવપુરાણમાં બીલીપત્રને પૂજવાની પાછળ માત્ર ધાર્મિક કારણ જ નથી, પરંતુ વૈજ્ઞાનિક કારણ પણ છે આવો જાણીએ બિલીના ધાર્મિક તેમજ આયુર્વેદિક ગુણ વિશે. સાથે જ કેવી રીતે શિવજીને બીલીપત્ર ચઢાવવા જોઈએ એના વિશે. તો ચાલો જાણીએ શિવજી ને કઈ રીતે બીલીપત્ર ચડાવવા જોઈ એની પૂરી રીત. શિવને આમ તો ત્રણ પાંદડા વાળા બીલીપત્ર ચઢાવવાથી ન કેવલ પાપનો નાશ કરે છે પરંતુ પાપ નાશ થવાથી ઘરમાં ધનલક્ષ્મી આવે છે, જે બધા કામ અને મનોરથને સિદ્ધ કરી દે છે.

ભારતીય ઋષિઓએ બીલીપત્રને ભગવાન શિવજીની પૂજામાં સ્થાન આપી તેનું મહત્ત્વ વધાર્યું છે. એક વખત ફરતાં ફરતાં દેવી પાર્વતીના લલાટ ઉપર પ્રસ્વેદ બિંદુ આવ્યું. દેવીએ તે ખંખેરીને જમીન ઉપર નાખ્યું અને તેમાંથી એક વિશાળ વૃક્ષ પાંગર્યું.

અન્ય એક પૌરાણિક એવી પણ સમજણ છે કે વૃક્ષના મૂળમાં શિવપાર્વતી, છાલમાં ગૌરી, પુષ્પોમાં ઉમાદેવી, પત્રોમાં પાર્વતી તથા ફળમાં કાત્યાયની છે. ટૂંકમાં, સમગ્ર વૃક્ષમાં દેવીનો જુદા જુદા સ્વરૂપે વાસ છે. તેથી ભગવાન શિવજીના પૂજનમાં બિલ્વપત્રનું અદકું મહત્ત્વ છે.

એમ કહેવાય છે કે બિલ્વવૃક્ષ એ મહાદેવનું જ રૂપ છે અને દેવતાઓ પણ એની સ્તુતિ કરે છે. બિલ્વપત્ર માટે એક તાત્ત્વિક સમજણ છે કે તે ત્રિદલ છે અને ત્રણ પાંદડા જ્ઞાન, કર્મ અને ભકિતનું પ્રતીક છે.

બીલીપત્ર એટલે ધાર્મિક તેમ જ આર્યુવેદીક મહત્વ ધરાવતી વનસ્પતિ બીલીનાં પાંદડાં. બીલીપત્રનું ત્રણ પાંદડાનું ઝુમખું હોય છે. શંકર ભગવાનના પુજનમાં બીલીપત્ર ચડાવવામાં આવે છે.

બીલીપત્ર આ પ્રમાણે ચડાવો : સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડા પહેરીને શિવાલયમાં જઈને શિવજી પર પાણી અથવા દૂધની ધારા સમર્પિત કરવી. પંચોપચાર પૂજામાં ગંધ, અક્ષત પછી ત્રણ પાંદ વાળા ૧૧,૨૧,૫૧ અથવા શ્રદ્ધાનુસાર વધારેમાં વધારે બીલીપત્ર શિવલિંગ પર એક મંત્ર બોલીને ચડાવવું, જે આ મંત્ર છે…दर्शनं बिल्वपत्रस्य स्पर्शनं पापनाशनम् ।अघोरपापसंहारं बिल्वपत्रं शिवार्पणम् ।।त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं त्रयायुधम्।त्रिजन्म पापसंहारंमेकबिल्वं शिवार्पणम।।

જેનો મતલબ છે હે ત્રણ ગુણ, ત્રણ નેત્રો, ત્રિશૂળ ધારણ કરનારા અને ત્રણેય લોકના પાપનો સંહાર કરનારા હે શિવજી તમને ત્રિદદ બીલ્વ અર્પણ કરુ છુ…
પૂજા, નૈવેદય તેમજ બીલીપત્ર અર્પણ કરીને પછી શિવજીના મંત્ર જાપ કરવા અને સ્તુતિ કરીને પછી શિવજી ની આરતી કરવી જોઈએ. છેલ્લે શિવ પાસેથી સુખદ અને નીરોગી જીવનની કોઈ પણ માનો કામના કરવી. જે શિવજી ચોક્કસ પૂર્ણ કરશે.

શિવરાત્રીના દિવસે કે સોમવારે આપણે મોટાભાગે શંકર ભગવાનને બીલીપત્ર અર્પણ કરીએ છીએ. બીલીપત્ર ચઢાવવાથી મનુષ્યના સર્વકાર્ય અને મનોકામના પૂર્ણ થાય છે. શ્રાવણ માસમાં પણ બીલીપત્રો ચઢાવવાનુ વિશેષ મહત્વ છે. બીલીપત્ર ચડાવવા માટે ૬ મહિના સુધી વાસી ચડાવવામાં નથી આવતા. અને એક વાર શીવલિંગ પર ચઢાવ્યા પછી ઘોઈને ફરીથી ચઢાવી શકાય છે. ઘણી જગ્યા પર શિવાલયોમાં બીલીપત્ર ઉપલબ્ધ ન હોવાને કારણે એના ચૂર્ણને ચઢાવવાનું વિધાન હોય છે. એટલે પુજારી ત્યાં બીલીપત્રના ચૂર્ણ ને પણ ચડાવવાનું કહે છે. આમ જો શિવ પૂજામાં બીલીપત્ર નો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો ભગવાન શિવના આશીર્વાદ હંમેશા આપણા પર બની રહે છે. અને આપણને શિવ પૂજાનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે.

બીલીનું વૃક્ષ વિશેષ ધાર્મિક મહત્વ ધરાવે છે. શાસ્ત્રોક્ત માન્યતા છે કે બીલીના વૃક્ષને ગંગાજળ દ્વારા સિંચન કરવાથી સમસ્ત તીર્થોનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. બીલીપત્ર એક વૃક્ષના પાન છે. જેમાં દરેક પાન ત્રણના સમૂહમાં હોય છે. અને કોઈક તો ચાર, પાંચના સમૂહમાં પણ હોય છે. પરંતુ ચાર, પાંચના સમૂહના પાન દુર્લભ હોય છે.

બીલીના પાનમાં ઔષધિ ગુણ પણ સમાયેલ છે. જેના ઉચિત ઔષધિ પ્રયોગ દ્વારા ઘણા રોગોનું નિદાન થઈ શકે છે. બીલ્વ વૃક્ષને ભગવાન શિવનું જ સ્વરૃપ માનવામાં આવે છે એવી ધાર્મિક માન્યતા છે. એની જડમાં શિવલીંગ સ્વરૃપી શિવજીનો વાસ હોય છે.જેથી કરીને બીલીવૃક્ષના મૂળમાં ભગવાન શિવનું પૂજન કરવામાં આવે છે. પૂજનમાં વૃક્ષના મૂળ એટલે કે એની જડને સીંચવામાં આવે છે.ઘરમાં બીલીનું વૃક્ષ લગાવવાના ફાયદાનો ઉલ્લેખ શિવપુરાણમાં પણ કરવામાં આવ્યો છે. જે મુજબ ઘરમાં જે સ્થાને આ છોડ કે વૃક્ષ લગાવેલો હોય છે તે સ્થળ કાશી તીર્થની જેમ પવિત્ર અને પૂજનીય સ્થળ હોય છે. આવી જગ્યા કે ઘર તમામ પ્રકારના તંત્ર બાધાઓથી મુક્ત થાય છે.

અહીં રહેવાવાળા લોકો પર ક્યારેય ચંદ્રમાની ખરાબ દશા નહીં આવે, દરેક સભ્ય યશસ્વી બને છે અને આખો પરિવાર સમાજમાં ઉચ્ચ સમ્માન મેળવે છે. ઘરની વિવિધ દિશાઓમાં બીલીનો છોડ હોવાથી અનેક ફાયદા થતા હોય છે.ઘરની ઉત્તર-પશ્ચિમ દિશામાં બીલીનો છોડ રોપેલો હશે તો તેવા ઘરના સભ્યોના યશસ્વી વધુ તેજવાન બને છે. આના માટે સમ્માન અને પ્રસિદ્ધિ મેળવવા માટે છોડવાને ઉત્તર-પશ્ચિમ દિશામાં લગાવવો.

ઘરની ઉત્તર-દક્ષિણ દિશામાં બીલીનો રોપો લગાવવાથી આર્થિક સંપન્નતા પ્રાપ્ત થતી હોય છે. આવા પરિવારના દરેક વ્યક્તિ ધનવાન બને છે અને તેમને ક્યારેય ધનની કમી પડતી નથી હોતી. કરજામાંથી મુક્તિ માટે આ દિશામાં જ બીલીનો છોડ લગાવવો જોઇએ.તમામ પ્રકારની ખુશીઓ મેળવવા માટે ઘરની વચ્ચોવચ બીલીનો છોડવો રોપવો જોઇએ. આવા ઘરમાં પરિવારના તમામ સભ્યો વચ્ચે પ્રેમ-ભાવ રહે છે. એમના જીવનમાં ક્યારેય પણ કોઇપણ પ્રકારના અચાનક દુખ-શોક નથી આવતા.

વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘર આંગણે બીલીનો છોડવો હોવાથી તમે બધી પ્રકારની નકારાત્મક ઉર્જાથી બચી શકશો. રોપાને નિયમિત રૂપે પાણી આપવું અને તેની સેવા કરવી. પણ જે રીતે ઘરમાં તુલસીનો છોડવો રાખવાનો નિયમ છે, એવી જ રીતે બીલીના છોડવા માટે પણ કેટલાક નિયમો પાળવા પડે છે. આવો જાણીએ એ નિયમ વિશે.હિન્દી પંચાંગ મુજબ કોઇપણ મહિનાની અષ્ટમી, અમાસ, પૂર્ણિમા તિથિ કે સોમવારના દિવસે બીલીપત્ર ન તોડવું જોઇએ. બહુ ઓછા લોકો જાણે છે કે બીલના પત્તા કે બીલપત્રને શિવ પૂજામાં તમે એકથી વધુ વખત પણ ઉપયોગમાં લઇ શકો છો.

શિવને ચડાવેલા બીલ તમે ધોઇને ફરી ઉપયોગમાં લઇ શકો છો અને જ્યાં સુધી બીલપત્ર ખરાબ ન થઇ જાય ત્યાં સુધી તમે આવું કરી શકો છો. બસ ધ્યાન રાખવું કે બીલપત્ર સુકાયેલાં ન હોય. તેથી જો તમે દરરોજ શિવપૂજા કરતા હોવ તો ઉપર જણાવેલી તિથિના એક દિવસ પહેલાં બીલપત્ર તોડી લેવાં અને સોમવારે બીલપત્ર બિલકુલ ન તોડવાં.

કોઇપણ મહિનામાં દ્વાદશી રવિવારના દિવસે પડતી હોય તો સાંજના સમયે આ છોડવાની નીચે દીવો જરૂર પ્રગટાવવો. દીવો પ્રગટાવતી વખતે મનમાં તમારી મનોકામના બોલવી. આવું કરવાથી તમારી ઇચ્છા જલદી પૂરી થતી હોય છે. સાથે જ આવું કરવાથી એ ઘરમાં ક્યારેય ધનની અછત પડતી નથી અને તમામ જન્મોના મહાપાપોથી મુક્તિ મળે છે.

About Admin

Check Also

કરજણ માં છે બાપા બજરંગ દાસનું સેવા આશ્રમ, તસવીરો માં જુઓ ત્યાંનો મન મોહક નજારો.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ગુજરાતની એક એવી પવિત્ર ભુમી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *