Breaking News

પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવની સાથે સાથે સતીમાંની પૂજા કરવાથી પણ થાય છે ખુબજ લાભ, જાણીલો કઈ રીતે કરવી પૂજા…….

શ્રાવણ મહિનો એક એવો મહિનો છે, જેનું હિન્દુ ધર્મમાં બહુ જ મહત્વ હોય છે. આ મહિનો ભગવાન શિવનો પવિત્ર મહિનો છે. આ મહિનામાં ભગવાન શિવની પૂજા, ભક્તિ અને આરાધના થાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ પાવન મહિનો ભગવા શિવનો હોય છે અને જે પણ કોઈ સાચા મનથી ભગવાન શિવની પૂજા કરે છે, તેની તમામ મનોકામના પૂરી થાય છે. હિન્દુ ધર્મમાં આ મહિનાને મનોકામના પૂર્ણ કરવાનો મહિનો કહેવાય છે.

મહિનાઓના નામ નક્ષત્ર ઉપ૨થી પડયા છે. શ્રવણ નક્ષત્ર પ૨થી શ્રાવણ માસ નામ પડયુ છે. પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રા૨ંભ થયો છે.આ વર્ષ કો૨ોનાની બીમા૨ના લીધે ઘે૨ બેઠા શિવપૂજા અર્ચના ક૨વી હિતાવહ ૨હેશે. શ્રાવણ મહિના દ૨મ્યાન ઘે૨ બેઠા દ૨૨ોજ ૐ નમ: શિવાયના જપ ક૨વાથી જીવનમાં શાંતિ મળે છે તથા મૃત્યુંજયના જપ ક૨વાથી જીવનના ઉપવોનો નાશ થાય છે અને બીમા૨ીમાંથી મુક્તિ મળે છે.ખાસ ક૨ીને આ વર્ષે શ્રાવણ મહિનામાં ૨ક્ષાબંધનનો તહેવા૨ મહત્વનો છે ૨ક્ષાબંધનના દિવસે આયુષમાન નામનો યોગ છે જેથી આ યોગ બહેનો ૨ાખડી બાંધે છે. તે અત્યંત ઉતમ ગણાશે.આજે શ્રાવણ માસના પ્રા૨ંભના દિવસે મંગળવા૨ે પુષ્ય નક્ષત્ર છે. જે ઉતમ ગણાય છે.શ્રાવણ માસ દ૨મ્યાન સવા લાખ ૐ નમ: શિવાયના જપ ક૨વાથી બધા જ પ્રકા૨ના દુ:ખોનો નાશ થાય છે.શિવ પંચાક્ષ૨ સ્તોત્રનો પાઠ ક૨વાથી મનોકામના સિધ્ધ થાય છે.

આખા શ્રાવણ માસ દરમિયાન શિવ મંદિરોમાં ભક્તોની ભીડ લાગેલી રહે છે. શિવ ભક્તો શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે તેમની પૂજા અર્ચના અને પુણ્ય ન એકમ કરે છે. પરંતુ હાલ કોરોના ની મહામારી ના કારને લગભગ દરેક શિવ મંદિરો માં ભક્તો ને ભેગા થવાની મનાઈ છે ત્યારે આજે અમે તમને જણાવીશું કે ભગવાન શિવની આરાધના સાથે સાથે દેવી સતી ની આરાધના કરવાથી પણ ખુબજ લાભ પ્રાપ્ત થાય છે.

દેવીને પ્રસન્ન કરવા માટે શ્રાવણ માસ દરમિયાન તેમની પણ વિશેષ પૂજા કરવામાં આવે છે. શ્રાવણ માસમાં ભગવાન ભોલેનાથની વિશેષ પૂજા અર્ચના થાય છે. તો દરેક મંગળવારે દેવી માંને પ્રસન્ન કરવા મંગળાગૌરીનું વ્રત કરવામાં આવે છે. અઠવાડિયામાં ત્રણ દિવસ દેવીમાંની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. મંગળવાર, શુક્રવાર અને શનિવારે માતાજીની ઉપાસના કરવામાં આવે છે.

તંત્ર શાસ્ત્ર અનુસાર શ્રાવણમાસમાં જો કોઇ દુર્ગા સપ્તશતીનો પાઠ કરે તો તેની દરેક મનોકામાન પૂર્ણ થાય છે. શિવજીની સાથે દેવીની સાધના કરવાથી વિશેષ લાભ થાય છે. સપ્તશતીનો પાઠ ભક્તોને ખુબ સારૂ ફળ આપે છે. વેદની જેમ સપ્તશતી પણ અનાદિ ગ્રંથ છે. શ્રીવેદ વ્યાસના માર્કળ્ડેય પુરાણમાં દુર્ગા સપ્તશતીનો અધ્યાય છે. સાત સૌ શ્લોક વાળી દુર્ગા સપ્તશતીના ત્રણ ભાગમાં મહાકાળી મહાલક્ષ્મી અને મહાસરસ્વતી નામત્ઝી ત્રણ ચરિત્ર છે. પ્રથમ ચરિત્રમાં ફક્ત પ્રથમ અધ્યાય, મધ્યમ ચરિત્રમાં બીજો, ત્રીજા અને ચોથા અધ્યાય અને બાકી બધા અધ્યાય ઉત્તમ ચરિત્રમાં મુકવામાં આવ્યા છે.

શ્રી દુર્ગા સપ્તશતીના પાઠ મનોરથ સિદ્ધિ માટે કરવામાં આવે છે, કારણ કે દુર્ગા સપ્તશતી દૈત્યોના સંહારની શોર્ય ગાથાથી વધુ કર્મ, ભક્તિ અને જ્ઞાનની ત્રિવેણી છે. આ શ્રી માર્કળ્ડેય પુરાણનો અંશ છે. આ દેવી મહાત્મય ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુરૂષાર્થોને પ્રદાન કરવામાં સક્ષમ છે. સપ્તશતીમાં કેટલાક એવા પણ સ્ત્રોત અને મંત્ર છે, જેની વિધિવત પારાયણથી ઈચ્છિત મનોકામનાની પૂર્તિ થાય છે. આમ જો શ્રાવણ માસ દરમિયાન દેવી દુર્ગા સપ્ત સતી નો નિયમિત પથ કરવામાં આવે તો ભગવાન શિવ ની સાથે સાથે દેવીના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને જીવન આનંદિત અને મધુર અણી જાય છે.

અષાઢ વદ અમાસનું મહત્વ અનેકઘણું છે. કારણ કે તે શ્રાવણમાસ પૂર્વે આવે છે અને અનેક શ્રદ્ધાળુઓ અમાસથી અમાસ સુધી પણ શ્રાવણ મહિનો કરતા હોય છે. સોમવતી અણાસના દિવસે શ્રદ્ધાળુઓ ખાસ જપ તપ વ્રત આરાધના દાન કરે તો અનેકઘણું પુણ્ય મળે છે. આજના દિવસને દિવાસો તરીકે પણ ઓળખવામાં આવે છે. દિવાસોથી દેવ દિવાળી સુધીના અંદાજિત 100 દિવસો થાય છે. જેમાં અનેક તહેવારો પણ આવે છે. જેમ કે રક્ષાબંધન, જન્માષ્ટમી, નવરાત્રિ, દશેરા, દિવાળી વગેરે. આ ઉપરાંત એવરત-જીવરત વ્રત પણ કરવાની આપણામાં પરંપરા છે. દશામાનું વ્રત પણ થાય છે.

ભગવાન શિવના આશીર્વાદથી સાધકના જીવનની તમામ બાધાઓ દૂર થાય છે અને તેમને મનોવાંછિત ફળ મળે છે. શ્રાવણ માસમાં શિવની પૂજા કરવાથી શત્રુઓનો નાશ થાય છે અને રોગ અને શોક દૂર થાય છે. આવો જાણીએ કે શ્રાવણ માસમાં કેવી રીતે વિધિ વિધાનથી શિવજીની પૂજા કરવી જોઈએ. આજે મહામૃત્યુંજય મંત્ર, ગાયત્રી મંત્ર, શતરુદ્રનો પાઠ, પુરુષ સૂક્તનો પાઠ, અને પંચક્ષર આદિ શિવમંત્રોનો જાપ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. અત્રે જણાવવાનું કે શ્રવણ નક્ષત્રની પૂર્ણિમા તિથિ જોડે યોગ હોવાને કારણે આ માસને શ્રાવણ કહે છે. શ્રાવણમાં શ્રવણ નક્ષત્ર અને સોમવાર સાથે ભગવાન ભોલેનાથને ગાઢ સંબંધ છે. ભગવાન શંકરે પોતે સનતકુમારને કહ્યું કે મને બધા મહિનામાં શ્રાવણ મહિનો સૌથી વધુ પ્રિય છે. શ્રાવણની વિશેષતા એ છે કે તેનો દરેક દિવસ વ્રત કરવા યોગ્ય હોય છે.

નોંધનીય છે કે કોરોનાના કારણે આ વખતે મંદિરોમાં વિશેષ આયોજનો રખાયા નથી. જો કે અમદાવાદની વાત કરીએ તો શહેરના જાણીતા મંદિરો જેમ કે નારણપુરાનું કામેશ્વર મહાદેવ મંદિર, શાહપુરનું પ્રાચીન કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં શિવભક્તોને દર્શન માટે અલગ અલગ નિયમો બનાવવામાં આવેલા છે. આ બાજુ ભાટ ગામ નજીક આવેલા કોટેશ્વર મંદિરમાં ભક્તોને માસ્ક વગર પ્રવેશ અપાશે નહીં. સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે જ લોકોને દર્શન કરવા દેવામાં આવશે.

માતૃપિતૃ ભકત શ્રવણે તેમના અંધ માતા પિતાની મનોકામનાને સંતૃપ્ત કરવા કાવડમાં બેસાડીને તિર્થસ્થાનોની યાત્રા કરાવી હતી એ કારણે આપણા પૂર્વજોએ એને શ્રવણ-સસ્કૃતિ તરીકે વર્ણવી હતી, જે આપણા ઈતિહાસમાં અજરઅમર છેશ્રાવણ મહિનામાં શિવશંકરની ભકિત અને આરાધનાનો અવસર ગણાવ્યો છે. આ મહિનામાં એકટાણા-પૂર્ણઉપવાસનો પણ મહિમા છે. પૂણ્યપ્રાપ્તીના શુભદિન રીતે પણ આ મનિ મહિમાવંતી છે. સંસ્કૃતિને સજીવ રાખવાની ગરજ અ મહિનો સારે છે.

આ પવિત્ર મહિનાનાના શુભારંભે અયોધ્યામાં રામજન્મભૂમિ મંદિરના નિર્માણનો વડાપ્રધાનની પૂનિત ઉપસ્થિતિમાં શિલાન્યાસ વિધિ થનાર છે. દેશભરમાંથી રામભકત આબાલવૃધ્ધ નરનારીઓ આપણા દેશના હમણા સુધીનાં અભૂતપૂર્વ અવસરે ખુશાલી આનંદ ઉમંગના ઘંટારવ કરશે તેમજ અયોધ્યા નગરીને જયઘોષ વચ્ચે શણગારશે એમ મનાય છે.આ પ્રસંગે વડાપ્રધાન કેવી રીતે માહિતી આપશે, તે જાણવા આખો દેશ આતૂર રહેશે એવી આગાહી થઈ શકે છે.

આવતા દિવસોમાં કેટલીક બહુ મહત્વની ઘટનાઓ આપણા દેશમાં બનવાની છે!એમાંની એક પવિત્ર શ્રાવણ મહિનાનો શુભારંભ થઈ રહ્યો છે, એ છે, અને બીજી, અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિરનાં નિર્માણનાં શ્રી ગણેશ થનાર છે એ છે.આમતો આપણો દેશ અત્યારે ‘કોરોના’ વાયરસના અભૂતપૂર્વ કહેર વચ્ચે ઝઝૂમી રહ્યો છે. અને સમગ્ર વિશ્ર્વની જેમ આપણાદેશની પ્રજા પણે અસંખ્ય હાલાકીઓની પીડા ભોગવી રહી છે.

આપણા દેશની પ્રજાને કોઈ બહુ મોટા સ્વરૂપના આનંદ ઉમંગની અને ખુશાલીઓ માણવાની હોશ નથી. તો પણ શ્રાવણનું આગમન અને અયોધ્યા મંદિરના ઐતિહાસીક શિલાન્યાસની ઘડીએ બંને આપણાદેશની પ્રજાના ગમે તેવા દુ:ખા અને આપત્તીઓને કોરાણે મૂકી દે તેમ છે.કોઈપણ સમાજ માટે અને માનવો માત્ર માટે કસોટીની ઘડીઓ આવે જ છે.આપણા રામાયણ, મહાભારત તેમજ ભાગવત સહિતના તમામ પૂરાણગ્રંથો આ સનાતન સત્યના સાક્ષીઓ છે, અને માનવજાત માટે માર્ગદર્શક પણ છે.

આપણે ત્યાં અત્યારે ચોમાસાની ઋતુ છે, વરસાદની મોસમ છે. નદીઓમાં પૂરની, ઘોડાપૂરની અને જળાશયોમાં નાની મોટી ઉથલપાથલોની ઘટનાઓ બન્યા કરવાની આ મોસમ છે. હરિમંદિરોમાં ભકતોની ભીડનીને ધરમકરમની સાંસ્કૃતિક પરંપરાઓનું જતન કરવાનો માહોલ પણ આપણા શહેરો તેમજ ગ્રામ્ય પ્રદેશોમાં પ્રવર્તે છે.પ્રજાની મુશિબતો અને મુંઝવણો વચ્ચે આપણા શાસકો તેમજ સુકાનીઓની જવાબદારીઓ વધે છે. વહિવટી તંત્રનો બોજ પણ વધે છે.પ્રજાની પડખે નહિ ઉભા રહેનારા સુકાનીઓએ કરોડો ગરીબો પ્રત્યેનો તેમનો ધર્મબજાવવો જ પડે તેમ છે.શિક્ષણ સહિતના તમામ ક્ષેત્રો આપણા હાલના કોરોનાગ્રસ્ત કહેર વચ્ચે નિષ્ફળતા સિવાય અને હાલાકીઓ સિવાય પ્રજાને કાંઈ જ આપી શકતા નથી, એવી બૂમરાણ છે.

આપણો દેશ અને માનવ સમાજ શ્રાવણ મનિનો યથાર્થ ઉપયોગ કરે, શ્રવણ-સંસ્કૃતિને પૂનર્જીવિત છે. કથાશ્રવણ કરે, ધર્મપ્રધાન અને કર્તવ્ય પ્રધાન બને તો જ શ્રાવણ મહિનાની સાર્થકતા જળવાશે.આપણે અયોધ્યા-મંદિરને પર આપણાદેશની તવારિખી ઘટના ગણીએ અને રામ-મંદિર દ્વારા રામરાજય પ્રસ્થાપિત કરવાનો સંકલ્પ કરીએ…આપણા દેશમાં રામરાજય સ્થાપવાની પ્રતિજ્ઞા આપણા નેતાઓઐ અને આપણી ધર્મસત્તાએ લીધી હતી.આપણે એક આપણી સંસ્કૃતિને સજીવન અને ચેતનાવંત બનાવવીના પ્રતિજ્ઞા લઈએ એકતાને સંગીત અને મજબૂત બનાવીએ અને ભારતને મહાનરાષ્ટ્ર બનાવવાના મહાયજ્ઞમાં સામેલ થઈ જઈએ…દશરાજાએ કરેલી ભૂલ અંગે આપણે સજાગ કરીએ. આ મહાયજ્ઞ પવિત્ર છષ, અને એને અપવિત્ર ન જ થવા દઈએ.

રાજકીય પ્રપંચો અને રાજગાદીલક્ષી રાજકારણે આ દેશને બરબાદ કર્યો છે. અને આ દેશમાં રામરાજય થવા દીધું નથી. ‘કોરોના’ની રાષ્ટ્રીય આપત્તિ વખતે કમસેકમ આપણે દેશના અધ:પતનને રોકવાના તમામ પ્રયત્નો કરીએ નહિતર, રામમંદિર રાજકારણથી ખરડાશે અને દેશના વધુ ભાગલાને અને વિખવાદને એ વકરાવ્યા વિના નહિ રહે !

About Admin

Check Also

ચરોતરમાં આવેલું છે માં સિકોતરનું ચમત્કારીક મંદિર,જાણો આ મંદિર વિશે.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ભારત એક એવો દેશ છે, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *