પવિત્ર શ્રાવણ માસમાં સ્ત્રીઓએ ભૂલથી પણ શિવલિંગને સ્પર્શનાં કરવો જોઈએ નહીંતો આવશે આવું ગંભીર પરીણામ……

પવિત્ર શ્રાવણ માસમાં સ્ત્રીઓએ ભૂલથી પણ શિવલિંગને સ્પર્શનાં કરવો જોઈએ નહીંતો આવશે આવું ગંભીર પરીણામ……

આપણે બધા સામન્ય રીતે જાણીએ છીએ કે હિંદુ ધર્મમાં બહું બધા એવા રીતરીવાજો છે જેને લીધે લોકો ઘણા નિભાવતા હોય છે તથા ઘણા લોકો નથી નિભાવતા હોતા. તો અમે એવી જ એક કહેવત વિશે તમને કહીશું. આ માન્યતા અનુસાર ભગવાન શિવજીના શિવલિંગ વિશેની છે. આશરે બધા જ લોકોએ સાંભળ્યું હશે કે કુંવારી છોકરીએ અને પતિવ્રતા પત્નીએ ક્યારેય પણ શિવલિંગનો સ્પર્શ ક્યારેય ન કરવો જોઈએ. આપણા પુરાણોમાં તેને સ્પર્શ કરવાની કોઈપણ જાતની મનાઈ કહેવામાં આવી છે.

ઘણી વખત એવું લાગે છે કે, હવે લોકો મંદિરે જતાં ઓછા થઈ ગયાં છે, લોકોની ઈશ્વર પરની શ્રધ્ધામાં ઓટ આવી છે, સંસારની માયાજાળમાં બધા સર્જનહારને વિસરી રહ્યાં છે..! પણ શ્રાવણ માસ આવતા આ બધી ભ્રમણાઓ ખરેખર ભાંગી જાય છે. સવાર-સવારમાં શિવમંદિરમાં થતો મંત્રાભિષેક અને હાથમાં ફૂલોનો થાળ લઈને મંદિરે જતી નાની બાળાઓને જોઈને ફરીવાર એક લાગણી જન્મે કે, ના, હજી ઉત્સવ તો છે જઆટલી શ્રધ્ધા રહેશે ત્યાં સુધી ભયોભયો! શ્રાવણ મહિનામાં તો ભક્તો નિયમિત શિવદર્શને જતાં હોય છે. પણ અમુક લોકો શિવજીના દર્શન કરવાના અમુક નિયમોને જાણતા નથી હોતાં. અલબત્ત, શ્રધ્ધાનો વિષય હોય ત્યાં નિયમોના બંધનો ગૌણ બની જાય છે તો પણ નિયમ એ નિયમ. અમુક એવા નિયમો છે જ જેને લીધે આજે સંસાર ચાલે છે. નિયમોને લીધે ચારિત્ર્ય હદમાં રહે છે, પરીણામે સંસાર હદમાં રહે છે.

શિવલિંગનો અર્થ : શિવ નો અર્થ થાય છે કલ્યાણ કરનારા અને લિંગ નો અર્થ થાય છે બનાવનાર. તેથી શિવલિંગ પૂજામાં આપને આપના સંપૂર્ણ જગતના નિર્માતા સર્વ શક્તિમાન શિવની પૂજા કરે છે. શિવલિંગ ભગવાન શિવની નિરાકાર રૂપ ની મહિમા ને દર્શાવે છે. શિવ આદિ, અનાડી છે અને અંત પણ છે. સંપૂર્ણ જગતનો આધાર છે શિવ. સંપૂર્ણ બ્રહ્માંડ લિંગ રૂપમાં છે અને જલધારી પૃથ્વી છે. શબ્દોના ઘણા અર્થ છે. કોટી નો અર્થ પ્રકાર પણ થાય અને કરોડ પણ થાય છે. એવી જ રીતે લિંગ શબ્દ ના અર્થ પણ ઘણા બધા થાય છે. તેને શિવલિંગ ના સબંધમાં જનનાંગ ના લેવો જોઈએ.

શિવમંદિરમાં પણ દર્શન કરવાના અમુક નિયમો છે જેનું પાલન કરવું ભક્તો માટે, દર્શનાર્થીઓ માટે જરૂરી હોય છે. અમુક કાર્ય ના થતું હોય તે ના જ થાય. (એ કરવાથી પણ કોઈ ફાયદો નથી થતો તો ન કરવામાં જ શું ખોટુંએ દેખીતી કોઠાસૂઝથી તો આ વસ્તુ સમજી શકાય ને?!) આગળ એકાદ લેખમાં પણ અમે શિવમંદિરમાં પ્રદક્ષિણા કેમ અડધી જ કરવી એનો ઉલ્લેખ આપ્યો છે. આ જ વેબસાઈટ પર તમે તે વાંચી શકશો. એવી જ રીતે અહીં એક અન્ય નિયમ પણ અમે કહેવા જઈ રહ્યાં છીએ જેનું પાલન શિવભક્તોએ કરવું જરૂરી છે.

કુંવારી છોકરીઓએ તથા પતિવ્રતા સ્ત્રીઓ શિવલિંગને સ્પર્શ તો નથી કરી શકતી પણ તેમની પૂજા પણ નથી કરી શકતી. કુંવારી કન્યાઓ ભગવાન શિવજીની પૂજા કરતા હોય છે. પણ ફક્ત એકલા ભગવાન શિવજીની પૂજા નથી કરી શકતી. કુંવારી કન્યા ભગવાન શિવ અને પાર્વતીજીની એક સાથે જ પૂજા કરી શકે છે. કુંવારી કન્યા માટે માત્ર શિવજીની પૂજા કરવી તે પણ વર્જિત ગણવામાં આવે છે. જ્યારે કુંવારી છોકરીઓ સોળ સોમવારનું વ્રત રાખે છે ત્યારે શિવજીની પૂજા કરે છે. પરંતુ માતા પાર્વતીની પણ સાથે પૂજા કરે છે અને તેનું કારણ એ છે કે ભગવાન શિવને જ સૌથી શ્રેષ્ઠ પતિ માનવામાં આવ્યા છે. એટલા માટે છોકરીઓ ભગવાન શિવજી જેવા પતિની ઈચ્છા લઈને જ ભગવાન શિવજી અને પાર્વતીની પૂજા કરતી હોય છે.

પૌરાણિક કથાઓ પ્રમાણે એવું કહેવામાં આવે છે કે ભગવાન શિવજી ખુબ જ કઠીન અને પવિત્ર તપસ્યામાં લીન થતા હતા. તેઓ કોઈ જંગલ અથવા શિખરની ટોચ પર જઈને તપસ્યામાં લીન થતા. ત્યાંથી મનુષ્ય જીવન તથા સભ્યતા ખુબ જ દુર હોય. તે જગ્યા પર કોઈ સ્ત્રી તો શું, પુરુષનું જવું પણ શક્ય ન હતું. માનવામાં આવે છે કે જ્યારે ભગવાન શિવજી તપસ્યામાં લીન હોય, ત્યારે દેવીઓ અને અપ્સરાઓ પણ ખુબ જ સાવચેતી રાખતા કે ભૂલથી પણ તેમનાથી ભગવાન શિવજીની તપસ્યામાં ભંગ ન થાય. જો તેના લીધે ભગવાન શિવની તપસ્યામાં કોઈ ભંગ પડે તો તેમણે તેના ક્રોધના ભોગી બનવું પડે, એટલા માટે દેવીઓ તથા અપ્સરાઓ પણ સાવધાની રાખતી હતી. ત્યારથી જ આ માન્યતા આવે છે કે કોઈએ પણ ભગવાન શિવજીના લિંગને સ્પર્શ ક્યારેય કરવો નહિ.

વાત એમ છે કે, મંદિરના ગર્ભગૃહમાં આવીને મહિલાઓએ શિવલીંગનો સ્પર્શ ના કરવો જોઈએ. મહિલાઓ થોડું અંતર રાખીને શિવલીંગ પર અભિષેક કરી શકે છે, જળ ચડાવી શકે છે પણ શિવલીઁગને સ્પર્શ કરી શકતી નથી એવી માન્યતા શાસ્ત્રોમાં કહેવાયેલી છે. આખરે શું છે આની પાછળનું કારણ? રાસ્ત છે કે, કારણ જાણવાની ઈચ્છા સૌને હોય. તો અહીં અમે તમને જણાવી રહ્યાં છીએ આમ કરવા પાછળનું કારણ પણ :

આ કારણથી મહિલાઓ નથી સ્પર્શી શકતી શિવલીંગને.

કહેવાય છે કે, શિવલીંગ એ શિવજીના યોનિનો જ ભાગ છે. શિવલીંગના ઉદ્ભવની કથામાં આવે છે તેમ, સતીના મૃત્યુના શોકથી મહદઅંશે ભાન ભૂલી ગયેલા શિવજી તાંડવ કરતા નગ્નવેશે ધરતી પર ઘૂમી રહેલા તેને જોઈને મુનિ પત્નીઓ ભાન ભૂલી ગયેલી. શિવના રૂપને અલૌલિક માનવામાં આવે છે. આથી ક્રોધિત થઈને મહર્ષિઓએ શિવને શાપ આપેલ. એ ઘટનાથી શિવનું લીંગ ધરતી પર અવતર્યું અને તે કાળથી આજે પણ પૂજાય છે.

 

આમ, શિવલીંગ એ શિવના પૌરુષત્ત્વની નિશાની છે. સ્ત્રીઓ તેની પૂજા-અર્ચના કરી જ શકે છે. પણ સ્પર્શ કરવાથી દૂરી બતાવવામાં આવી છે. અમુક વાતો એવી ખરા અર્થમાં ગૂઢ હોય છે જેને સમજવામાં આવે ત્યારે ખરેખર હિંદુ સંસ્કૃતિની અદ્ભુત મહાનતા કળી શકાતી હોય છે. વૈરાગ્યની પ્રબળ ભાવના કોને કહેવાય એ માત્ર શિવ જ સમજાવી શકે.

એક માન્યતા પ્રમાણે શિવમંદિરના ગર્ભગૃહમાં મહિલાઓને પ્રવેશ વર્જ્ય છે. જો કે, સોમનાથ જેવાં વિશાળ અને પ્રસિધ્ધ મંદિરોમાં ગર્ભગૃહમાં માત્ર બ્રાહ્મણો સિવાય બીજાં કોઈ પ્રવેશ લઈ શકતાં નથી પણ મહદઅંશે નિર્જન અને ગામ અથવા તો વગડામાં આવેલા શિવમંદિરમાં એવી કોઇ વ્યવસ્થા હોતી નથી. આથી બધાં ભાવિકો ગર્ભગૃહની અંદર આવીને શિવની પૂજા કરે છે.

અહીઁ કોઈ બંધન ન હોવાને કારણે અને ખ્યાલ પણ ના હોવાને લીધે સ્ત્રીઓ ગર્ભગૃહની અંદર આવે છે. માન્યતા પ્રમાણે, શિવલીંગના થાળામાં સ્ત્રીનો પડછાયો પડવો ના જોઈએ. પણ સ્ત્રી ગર્ભગૃહમાં દાખલ થાય તો સંભવ છે કે, એનો પડછાયો થાળામાં પડે. આમ કરવું યોગ્ય નથી. માટે બની શકે તો, ગર્ભગૃહની બહારથી જ શિવદર્શન કરવા હિતાવહ છે.

Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *