ગૃહિણીઓ માટે માઠા સમાચાર,સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં થયો મોટો વધારો,જાણો

0
27

હાલમાં મોંઘવારીના સમયમાં ગૃહિણીઓ માટે ઘર ચલાવવું ખૂબ મુશ્કેલ બની ગયું છે કારણકે દરરોજ શાકભાજી અને ખાદ્યતેલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં સીંગતેલ અને કપાસિયા ના ભાવ થોડાક દિવસો માટે સ્થિર હતા પરંતુ અત્યારે એકવાર ફરી નોંધપાત્ર ઉછાળો થયો છે. જેના પગલે સીંગતેલ માં 60 રૂપિયા અને કપાસિયાતેલમાં 50 રૂપિયાનો વધારો થયો છે.

આ ભાવ વધારો સીંગતેલ અને કપાસિયા તેલ ની સટ્ટાખોરી અને સંગ્રહખોરી ના કારણે થયો છે. જાણકાર લોકો જણાવી રહ્યાં છે કે અન્ય ખાદ્ય તેલના ભાવમાં પણ વધારો જોવા મળશે કારણ કે આ વર્ષે મગફળી તેમજ કપાસિયાં ઉત્પાદન ખૂબ જ મોટા પ્રમાણમાં થયું છે. તેથી સીંગતેલ અને કપાસિયા તેલ સસ્તુ મળશે પરંતુ સંગ્રહ કોઈ ના કારણે સિંગતેલનો ભાવ આસમાનની ઉંચાઈઓ અડી રહ્યો છે.

સીંગતેલ અને કપાસિયા તેલ મોટાભાગે ખાવામાં વપરાય છે. તેમજ પામોલિન અને મકાઈ તેલના ભાવમાં પણ 50 રૂપિયાનો વધારો નોંધાતા લોકોમાં હાહાકાર મચી ગયો છે. સીંગ તેલના ડબ્બાનો ભાવ 2400 રૂપિયાની નજીક પહોંચી ગયો છે જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2200 રૂપિયાની નજીક પહોંચી ગયો છે. દિવસેને દિવસે ખાધ તેલ ના ભાવમાં વધારો થઈ રહ્યો છે તો ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ જશે.

શાકભાજી તેમજ પેટ્રોલના ભાવમાં નોંધપાત્ર વધારાના કારણે મધ્યમ વર્ગના લોકો માટે જીવન જીવવું દિવસેને દિવસે અઘરું બનતું જાય છે. કારણ કે રોજ તો ભાવ વધારો ઘર ચલાવવા માટે મુશ્કેલી જનક સાબિત થાય છે. એમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ તાની સાથે જ શાકભાજી અને ફળો તેમજ દૂધના ભાવ ખૂબ જ વધી ગયા છે. રોજગારીની તકો દિવસે ને દિવસે ઘટતી જાય છે તો ભાવ વધારો દિવસેને દિવસે વધતો જાય છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.