મગફળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી,આ વર્ષે મગફળીના ભાવ પહોંચ્યા ઐતિહાસિક સપાટીએ,જાણો

0
1108

આપણે લગભગ ખ્યાલ જ હશે કે આ વર્ષે મગફળીનું વાવેતર ખૂબ જ સારા એવા પ્રમાણમાં થયું છે તો મગફળીના ભાવ પણ ખૂબ જ સારા એવા પ્રમાણમાં મળી રહ્યા છે જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યની પોરબંદર માર્કેટિંગ યાર્ડ મગફળી ક્વિન્ટલ દીઠ ભાવ ની વાત કરવામાં આવે તો 5250 થી 6200 રૂપિયાને પાર પહોંચી ગયા છે.

રાજ્યના બનાસકાંઠા માર્કેટ યાર્ડમા મગફળીના ક્વિન્ટલ દીઠ ભાવ 5905 થી 6000 રૂપિયા સુધી પહોંચી ગયા છે. રાજ્યની વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ક્વિન્ટલ દીઠ ભાવ 5590 થી 6780 રૂપિયા સુધી પહોંચી ગયા છે. સૌરાષ્ટ્રના રાજકોટ માર્કેટિંગ યાર્ડ મગફળી ના ક્વિન્ટલ દીઠ ભાવ ની વાત કરવામાં આવે તો 6180 થી 7000 રૂપિયા સુધી બોલાય રહ્યા છે.

આ વખતે મિત્રો આપણે જાણીએ છીએ કે તમામ પાક ના ભાવ આ વર્ષે ખૂબ જ સારા એવા પ્રમાણમાં મળી રહ્યા છે તેનું એકમાત્ર કારણ એ જ છે કે આ વર્ષે વાતાવરણની અનિયમિતતાના કારણે દરેક પાકોમાં મોટું નુકસાન થયું છે. સામે પાકની ખૂબ જ વધારે માંગ હોવાથી ખેડૂતોને સારો એવો પાક નો ભાવ ચૂકવવામાં આવી રહ્યો છે.

આ વખતે દરેક પાકના ખૂબ જ સારા ભાવ મળતા લોકો પાક નો સંગ્રહ કર્યા વગર રાજ્યની માર્કેટયાર્ડ સુધી પાકને વેચવા માટે જઈ રહ્યા છે. માર્કેટયાર્ડમાં જુદી જુદી પાંચ જર્સીમાં સમગ્ર ગુજરાતમાં રેકોર્ડ ભાવ બોલાવ્યો હતો જેમાં સૌપ્રથમ સમગ્ર દેશભરમાં ઊંચા ભાવ બોલાયા હતા. જોકે કૃષિ જાણકારોના અનુસાર વાવેતર ખેડૂતોના વધારે

પ્રમાણે માફક આવતા પાક માં સારા પ્રમાણમાં ગુણવત્તા જોવા મળી રહી છે. આગામી સમયમાં પણ જો વાતાવરણ સારું હશે તો ખેડૂત આગામી પાક લેવામાં ફાયદો લઈ શકે છે અને પાક માટે યોગ્ય રકમ મેળવી શકે છે. આ ઉપરાંત નિષ્ણાતોનું માનવું છે કે આગામી સમયમાં હજુ પણ મગફળીના ભાવમાં વધારો થવાની પુરેપુરી શક્યતાઓ છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.