મગફળી ના ભાવમા ભુક્કા બોલાવતી તેજી,આ વર્ષે રાજ્યની માર્કેટયાર્ડ માં પહેલીવાર મગફળી ના ભાવમાં થયો મોટો વધારો,જાણો

0
148

એક બાજુ આજના સમયમાં મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે મગફળીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહો છે. ઘઉં અને કપાસના ભાવોમાં તો નોંધનીય વધારો જોવા મળ્યો જ હતો, પરંતુ હવે મગફળીના ભાવમાં પણ વધારો થયો છે.

રાજ્યની માર્કેટ યાર્ડ ની વાત કરવામાં આવે તો, બધા જ પાકોના ભાવમાં સારો એવો વધારો નોંધાયો છે.હાલ, માર્કેટયાર્ડમાં મગફળીની ખરીદી શરૂ થઈ ચૂકી છે ત્યારે ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે.સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે ત્યારે ખેડૂતોમાં પણ પોષણક્ષમ ભાવ મળી રહેતા ખુશી જોવા મળી હતી.

આપણે જણાવી દઈએ કે આ વર્ષે બધા જ પાકોના પહેલા કરતા વધારે સારા ભાવ મળી રહા છે.સૌરાષ્ટ્ર ની અમરેલી માર્કેટ યાર્ડમા મગફળીના ભાવ મહત્તમ સપાટીએ પહોંચ્યા હતા.સૌરાષ્ટ્ર ની અમરેલી માર્કેટિંગયાર્ડ માં 6675 રૂપિયાથી લઈને 6940 સુધી બોલાઇ રહ્યા છે,ત્યારે અમરેલી ની સાવરકુંડલા માર્કેટયાર્ડમાં મગફળીના ભાવ 6638 થી લઇને 6875 સુધી બોલાઇ રહ્યા છે.

અન્ય માર્કેટયાર્ડની વાત કરીએ તો, રાજકોટ માં મગફળીના ભાવ 6305 રૂપિયાથી લઈને 6705 સુધીના ભાવ નોંધાયા છે.જામનગર માર્કેટયાર્ડમાં 5455 રૂપિયાથી લઈને 6205 સુધીના ભાવે મગફળી નું વેચાણ થઈ રહ્યું છે.સૌરાષ્ટ્ર ની જસદણ માર્કેટ યાર્ડમાં 6200 થી 6600 રૂપિયા મગફળી નો ભાવ નોંધાઈ રહ્યો છે,

અન્ય માર્કેટયાર્ડની વાત કરીએ તો, જૂનાગઢ માં મગફળીના ભાવ 5330 રૂપિયાથી લઈને 6305 સુધીના ભાવ નોંધાયા છે.બનાસકાંઠા માર્કેટયાર્ડમાં 6000 રૂપિયાથી લઈને 6960 સુધીના ભાવે મગફળી નું વેચાણ થઈ રહ્યું છે.આ વર્ષે મગફળીનું સારૂ ઉત્પાદન થયું છે

પરંતુ કમોસમી માવઠાને કારણે મગફળીના પાકમાં થોડું ઘણું નુકસાન પણ થયું હતું. પરંતુ સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ ઉપરાંત મગફળીના ભાવો વધતા મગફળીના ખાદ્યતેલના ભાવમાં પણ વધારો જોવા મળશે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.