મગફળી ના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી,સૌરાષ્ટ્ર માં મગફળી ના ભાવ માં એકસાથે થયો મોટો વધારો,જાણી લો મગફળી નો નવો ભાવ

0
923

એક બાજુ આજના સમયમાં મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે મગફળીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહો છે. ઘઉં અને કપાસના ભાવોમાં તો નોંધનીય વધારો જોવા મળ્યો જ હતો, પરંતુ હવે મગફળીના ભાવમાં પણ વધારો થયો છે.

રાજ્યની માર્કેટ યાર્ડ ની વાત કરવામાં આવે તો, બધા જ પાકોના ભાવમાં સારો એવો વધારો નોંધાયો છે.હાલ, માર્કેટયાર્ડમાં મગફળીની ખરીદી શરૂ થઈ ચૂકી છે ત્યારે ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે.સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે ત્યારે ખેડૂતોમાં પણ પોષણક્ષમ ભાવ મળી રહેતા ખુશી જોવા મળી હતી.

આપણે જણાવી દઈએ કે આ વર્ષે બધા જ પાકોના પહેલા કરતા વધારે સારા ભાવ મળી રહા છે.સૌરાષ્ટ્ર ની ભાવનગર માર્કેટ યાર્ડમા મગફળીના ભાવ મહત્તમ સપાટીએ પહોંચ્યા હતા.સૌરાષ્ટ્ર ની ભાવનગર માર્કેટિંગયાર્ડ માં 6400 રૂપિયાથી લઈને 6700 સુધી બોલાઇ રહ્યા છે,ત્યારે અમરેલી માર્કેટયાર્ડમાં મગફળીના ભાવ 6625 થી લઇને 6900 સુધી બોલાઇ રહ્યા છે.

અન્ય માર્કેટયાર્ડની વાત કરીએ તો, રાજકોટ માં મગફળીના ભાવ 6350 રૂપિયાથી લઈને 6750 સુધીના ભાવ નોંધાયા છે.સાવરકુંડલા માર્કેટયાર્ડમાં 6680 રૂપિયાથી લઈને 6770 સુધીના ભાવે મગફળી નું વેચાણ થઈ રહ્યું છે.સૌરાષ્ટ્ર ની જસદણ માર્કેટ યાર્ડમાં 6450 થી 6715 રૂપિયા મગફળી નો ભાવ નોંધાઈ રહ્યો છે,

આ વર્ષે મગફળીનું સારૂ ઉત્પાદન થયું છે પરંતુ કમોસમી માવઠાને કારણે મગફળીના પાકમાં થોડું ઘણું નુકસાન પણ થયું હતું. પરંતુ સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ ઉપરાંત મગફળીના ભાવો વધતા મગફળીના ખાદ્યતેલના ભાવમાં પણ વધારો જોવા મળશે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.