લગ્ન સમારોહ માં આટલા લોકોની આપવામાં આવી પરવાનગી,રાજ્ય સરકાર ની નવી માર્ગદર્શિકા થઈ જાહેર

0
24

ગઈ કાલે સાંજે રાજ્ય સરકાર ની નવી SOP જાહેર કરવામાં આવી છે.રાજ્યના 8 મહાનગરો સહિત 27 શહેરોમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યુ અમલમાં રહેશે.29 જાન્યુઆરી સુધી રાત્રી કરફ્યુ ની માર્ગદર્શિકા અમલમાં રહેશે.

લગ્ન સમારોહ માં લોકોની હાજરીને લઈ ને કોઈ ફેરફાર કરાયો નથી.રાજ્યમાં લગ્ન પ્રસંગોમાં ખુલ્લી જગ્યા માં 150 લોકો ની મર્યાદામાં યોજી શકાય.બંધ અથવા ઇન્ડોર સ્થળે ક્ષમતાના 50 ટકા તથા મહત્તમ 150 લોકો ની મર્યાદામાં ભેગા થઈ શકશે.

લગ્ન માટે ડીજીટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે. અંતિમ ક્રિયામાં મહત્તમ 100 લોકોને મંજૂરી આપવામાં આવી છે.રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણના હેતુસર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાત્રી કર્ફ્યુ વધુ 17 નગરોમાં અમલ કરવા સહિતના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લીધા છે.

હાલ આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જુનાગઢ, ભાવનગર અને ગાંધીનગર ઉપરાંત આણંદ અને નડિયાદમાં રાત્રિ કરફ્યુ અમલમાં છે.મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ આ ઉપરાંત કોરોના સંક્રમણ નો વધુ પોઝિટિવિટી રેશ્યો

ધરાવતા 17 નગરો સુરેન્દ્રનગર, ધાંગધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી, ગોંડલ, જેતપુર, કાલાવાડ, ગોધરા, નવસારી, બીલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં પણ આજથી રાત્રિના 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યું નો અમલ કરાવવાનો નિર્ણય કરાયો છે.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.