Breaking News

પેસાબ થી પણ તમે જાણી શકો છો કે તમારું શરીર રોગગ્રસ્ત છે કે નહી, જાણી લો કેવી રીતે….

શરીરમાંથી ઉત્સર્જિત તત્વ પણ તમારા સ્વાસ્થ્યના ઘણા રાજ ખોલે છે. તેમાં મુખ્યત્વે તમારા પેશાબનો રંગ અને તેમાં થનારા બદલાવ પણ સ્વાસ્થ્ય સાથે જોડાયેલી મહત્વની જાણકારી આપે છે.કિડની એ આપણા શરીરમાથી ઝેરી પદાર્થોને બહાર કાઢે છે. તે વિષાણુ, બેક્ટેરિયા ઉપરાંત વધારાના પ્રોટીન અને સુગર પણ મૂત્ર વાટે બહાર કાઢે છે. આ જ કારણોસર સ્વાસ્થ્ય કથળતા દાકતર યૂરિનની તપાસ કરાવે છે. મૂત્ર એ સામાન્ય રીતે પીળા રંગનુ હોય છે તેની પાછળનુ જવાબદાર કારણ છે પિગમેન્ટ કે જેને આપણે યૂરોક્રોમ કે યૂરોબિલિન તરીકે ઓળખી શકીએ છીએ. જયારે આપણા શરીરમા આવશ્યક માત્રામા પાણી હોય ત્યારે શુદ્ધ યૂરિન આવે છે.આજે, આ લેખમા આપણે યુરીનના રંગ પરથી શરીરમા કઈ બીમારી છે? તેના વિશે માહિતી મેળવીશુ.

જો તમારા શરીરમા પાણીનુ પ્રમાણ ખુબ જ ઓછુ હોય તો ઘાટો પીળા રંગનો પેશાબ થાય છે એટલા માટે આખા દિવસ દરમિયાન શક્ય તેટલુ વધુ પાણીનુ સેવન કરવુ જોઇએ. અમુક સંક્રમણના કારણે પેશાબ લીલો અને વાદળી થાય છે. આ સિવાય પાણીની અછતને કારણે તમારા પેશાબમા તીખી ગંધ આવે છે. આ સમસ્યા લસણ જેવા તીખા ખાધપદાર્થોનુ વધુ પડતુ સેવન કરવાથી પણ થઇ શકે છે. યૂરિનરી ટ્રેકમા ચેપ, લિવરની સમસ્યા તથા મેટાબોલિક ડિસઓર્ડર એ પેશાબની ગંધને બદલી શકે છે.

શોધકરતા ઓ ના જણાવ્યા મુજબ , તપાસ દરમિયાન યુરીન નો રંગ જો વાદળી હોઈ તો તે કોલોન કેન્સર હોવાના સંકેત આપે છે, તેમનો દાવો છે કે તપાસ નો આ રીત ઘણી સસ્તી છે, જેથી સામાન્ય માણસ પણ તેનો ઉપયોગ કરી શકશે, આ શોધ મેસાચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી અને લંડન ના ઇમ્પીરિયલ કોલેજે મળી ને કરી છે, સંશોધકો ના જણાવ્યા મુજબ , યુરીન ની તપાસ થી શરૂઆત ના જ સ્ટેપ માં જ કેન્સર ની જાણકારી મળી શકે છે.

પેશાબનો રંગ આછો પીળો હોવું સામાન્ય વાત છે અને એનો અર્થ એ છે કે તમે સંપૂર્ણ સ્વસ્થ છો. પરંતુ અલગ અલગ પરિસ્થિતિમાં શરીર અલગ અલગ પ્રતિક્રિયાઓ આપે છે જે પેશાબના રંગના આધારે ઓળખાય છે. પેશાબ ના રંગ માં કઈ રીતે બદલાવ આવે છે તે ખૂબ મહત્વપૂર્ણ છે.

આ સિવાય મૂત્ર સાથે સંકળાયેલ એક ભયંકરસમસ્યા કે જેને આપણે સૌ “એલ્કપટોનુરિયા” તરીકે ઓળખીએ છીએ, તે એક એવી દુર્લભ સ્થિતિ છે કે જ્યા તમારુ શરીર એક આવશ્યક પ્રકારની એમિનો એસિડની પ્રક્રિયા કરી શકતુ નથી. ઘણીવાર વારંવાર પેશાબ જવુ એ સંકેત છે કે, તમારા શરીરમા બ્લેડર ઇન્ફલેમેશન, ઓવરએક્ટિવ બ્લેડર, ડાયાબિટીસ અને પ્રોસ્ટેટ વધેલુ છે. ડિહાઇડ્રેશન, યૂરિનરી ટ્રેકમાં ચેપ કે બ્લોકેજ, દવાઓની અસર અને કિડનીની સમસ્યાના કારણે ઘણીવાર પેશાબ સાવ ઓછુ આવવાની સમસ્યા થાય છે.

જ્યારે તમારો પેશાબ લીલા રંગનો થઇ જાય ત્યારે પ્રોપોફોલ, ટેગામેટ, મેથિલિન બ્લુ, એમીટ્રીટીલાઇન અને ઇન્ડસીન સહિતની અમુક દવાઓની આડઅસર છે તેવુ કહી શકાય. આ ઉપરાંત જો તમારા શરીરમા કોઈ કારણોસર કેલ્શિયમના સ્તર વધી જાય તો તે વાદળી રંગના મૂત્રનુ કારણ બની શકે છે, આ સ્થિતિ સામાન્ય રીતે “વાદળી ડાયપર સિન્ડ્રોમ” તરીકે ઓળખાય છે.

જો તમે એનિમિયાની સમસ્યાથી પીડાઈ રહ્યા છો એટલે કે તમારા શરીરમા આવશ્યક માત્રામા રક્ત નથી અને તેની સારવાર માટે તમે આયર્નના ઇન્જેક્શન લઇ રહ્યા છો તો પેશાબ કાળો આવવાની શક્યતા પરિણમી શકે છે. રક્તની ખુબ જ ઓછી માત્રા તમારા પેશાબનો રંગ બદલી શકે છે પરંતુ, પેશાબમા લોહી પણ પેશાબની નળીઓનો વિસ્તાર સાથે એક નોંધપાત્ર સમસ્યાનું નિશાન બની શકે છે.

ફીણવાળુ પેશાબ એ તમારા પેશાબમા એલિવેટેડ પ્રોટીનનુ નિશાન પણ હોઈ શકે છે. આ સિવાય જાંબલી પેશાબ ત્યારે જ થાય છે જ્યારે દર્દીમાં અત્યંત આલ્કલાઇન પેશાબ અને મૂત્રનલિકા હોય છે. વાસ્તવમા પેશાબના રંગમા પરિવર્તન થતુ નથી. તે માત્ર એકત્રિત બેગમા જાંબલી રંગનુ દેખાય છે અને જો મૂત્રનલિકા અને સંગ્રહિત બેગ બદલવામા આવે તો પેશાબ ફરીથી તેના સામાન્ય રંગમા દેખાય છે.

આછો લાલ કે મધ જેવા રંગનો હોઈ તો તમને અંદરથી પાણીની ઉણપ થઇ ગઈ છે. વહેલાસર પાણી પીવો.
સીરપ કે બ્રાઉન દેખાઈ તમને લીવરની તકલીફ હોઈ શકે છે. ડોકટરનો સંપર્ક કરો.
બેરંગ કે પારદર્શી દેખાઈ તો તમે કઈક વધુ જ પાણી પી રહ્યા છો. શરીરમાં જતા પાણીનું પ્રમાણ થોડું ઓછું કરો.
માનસિક તણાવના કારણે પણ પેશાબ વાદળછાયુ થઈ શકે છે. પ્રોસ્ટેટની સમસ્યાઓ, ગનેરિયા જેવા પ્રોટીનની વૃદ્ધિ અને પ્રોસ્ટેટ વૃદ્ધિ જેવા પરિબળો આ માટે જવાબદાર છે. પેશાબ જે ફીણવાળુ દેખાય છે તે ખાસ કરીને ખૂબ જ બળવાન પેશાબ પ્રવાહનુ પરિણામ છે. આ ઉપરાંત પેશાબમા જે ગંધ હોય તેની પાછળ અનેકવિધ કારણો જવાબદાર છે.

ડિહાઇડ્રેશનની સમસ્યા એ તમારા પેશાબને વધારે મજબૂત બનાવે છે અને ગંધમા વધારો કરી શકે છે. આ સિવાય અમુક પકારનુ ભોજન પણ પેશાબની આ ગંધનુ કારણ બની શકે છે. આ ઉપરાંત મીઠી ગંધ એ ડાયાબિટીસની સમસ્યા પણ સૂચવી શકે છે. તીવ્ર ગંધ પેશાબ ઘણીવાર યકૃત રોગ અથવા યકૃતની નિષ્ફળતાનુ પરિણામ છે. આમ, તમે પેશાબના આ પરિવર્તિત થતા રંગો પરથી જાણી શકો છો કે તમારા શરીરમા કઈ સમસ્યા છે.

About bhai bhai

Check Also

શિયાળામાં આ ડ્રાયફ્રૂટ્સ ખાવાનું ફાયદાકારક છે, ફાઈબરથી ભરેલું આ ડ્રાયફ્રૂટ્સ સ્વાસ્થ્યને આપશે ઘણા ફાયદા

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, શિયાળામાં લોકો પાસે ખાવાના ઘણા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *