આપને જણાવી દઇએ કે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈપણ પ્રકારનો ફેરફાર જોવા મળ્યો નથી પરંતુ ભારતના પાડોશી દેશ શ્રીલંકામાં એક મહિનામાં ત્રીજી વખત વધારો કરવામાં આવ્યો છે. શ્રીલંકામાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન કંપનીએ ડીઝલની રિટેલ કિંમતમાં 75 રૂપિયા પ્રતિ લીટર અને પેટ્રોલના રિટેલ ભાવમાં 50 રૂપિયા નો મોટો વધારો પ્રતિ લિટરે કર્યો છે.
ભારતના પાડોશી દેશ શ્રીલંકામાં ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની કંપનીએ ફરી એકવાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં આટલો મોટો વધારો કર્યો છે. એક મહિનામાં ત્રીજી વખત વધારો કરવામાં આવ્યો છે અને કંપનીનું કહેવું છે કે શ્રીલંકાના રૂપિયાના ભાવમાં ભારે ઘટાડાના કારણે તેને નિર્ણય લીધો છે.
વધેલી કિંમત આજરોજથી લાગુ થઈ ગઈ છે.શ્રીલંકામાં પેટ્રોલ ની કિંમત 254 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 214 રૂપિયા પ્રતિ લીટર છે. એલઆઇઓસી ના મેનેજીંગ ડિરેક્ટર મનોજ ગુપ્તાએ જણાવ્યું કે સાત દિવસ ની અંદર અમેરિકન ડોલર સામે શ્રીલંકાના રૂપિયામાં 57 રૂપિયાનો ઘટાડો થયો છે.
જેની સીધી અસર તેલ અને ગેસોલિન ઉત્પાદનોની કિંમતો પર પડી છે. રશિયા અને યુક્રેન ના યુદ્ધ બાદ પશ્ચિમી દેશો રશિયા પર પ્રતિબંધ લગાવી રહ્યા છે, જેના કારણે તેલ અને ગેસના ભાવ પણ વધી રહ્યા છે.શ્રીલંકા ઇન્ડિયન ઓઇલ કંપનીના શ્રીલંકાની સરકાર તરફથી કોઈપણ પ્રકારની સબસીડી મળતી નથી.
મનોજ ગુપ્તાએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરે ઊંચી કિંમતના કારણે હવે અમને નુકશાન થઈ રહ્યું છે. કિંમત વધારવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી અને ભાવ વધારા છતાં મોટું નુકસાન વેઠવું પડે છે. રશિયા અને યુક્રેન ના યુદ્ધના કારણે તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવ બેરલદીઠ 139 ડોલરે પહોંચ્યા હતા.
તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.