2022 ના બજેટની જાહેરાત બાદ પેટ્રોલના ભાવમાં થશે ધરખમ વધારો,જાણો કેટલો વધશે ભાવ?

0
31

આ વખતે પેટ્રોલ-ડીઝલ ને લઈને બજેટમાં મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. નિર્મલા સીતારમણે કહ્યું કે 1 ઓક્ટોમ્બર 2022 થી બેફામ ઈંધણ પર 2 રૂપિયા પ્રતિ લીટર એક્સાઇઝ ડ્યુટી લગાવવામાં આવશે એટલે કે 1 ઓક્ટોબરથી તમારે બ્રાન્ડેડ ડીઝલ પેટ્રોલ માટે 2 રૂપિયા વધારાના ચૂકવવા પડશે.

ઇથેનોલ શેરડી માંથી બનાવવામાં આવે છે. ઇથેનોલ આથો અને નિસ્યંદન ની પ્રક્રિયા પછી મેળવવામાં આવે છે. આવી સ્થિતિમાં બ્લેડનિંગ ને ફરજિયાત બનાવવાના નિર્ણય માટે વધુ ઇથેનોલ ની જરૂર પડશે અને તેનાથી ખેડૂતોને ફાયદો થશે.

દરેક પ્રસંગે સરકાર બલેન્ડિંગ પર પણ ભાર મૂક્યો છે. બજેટમાં કરવામાં આવેલી જાહેરાતનો હેતુ ફૂડ ઓઈલ ની આયાત ઘટાડવાનો છે.ગયા વર્ષે સરકારે 2022 સુધીમાં પેટ્રોલ માં 10 ટકા ઇથેનોલ અને 2030 સુધીમાં 20 ટકા ઇથેનોલ નું મિશ્રણ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો.

હાલમાં પેટ્રોલમાં લગભગ 8.5 ટકા ઇથેનોલ ભેળવવામાં આવે છે જયારે 2014 માં આ મિશ્રણ નું સ્તર 1 થી 1.5 ટકા સ્તર હતું જયારે 20 ટકા મિશ્રણ શરૂ થશે ત્યારે ઇથેનોલ ની ખરીદી નું પ્રમાણ વધશે.

ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ આયાતકાર દેશ છે. જે તેની માંગના 85 ટકાથી વધુ ને પહોંચી વળવા માટે વિદેશથી જ થતી આયાત પર આધાર રાખે છે. હાલના ઇથેનોલ પુરવઠા વર્ષમાં ભારત ગેસોલીન સાથે 10 ટકા ઇથેનોલ મિશ્રિત કરવાની યોજના ધરાવે છે અને તેના માટે ચાર અબજ લિટર ઇથેનોલ ની જરૂર પડશે.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.