પોતાનાથી 16 વર્ષ નાના બોયફ્રેન્ડ સાથે રોમેન્ટિક બની પૂર્વ મિસ યુનિવર્સ,તસવીરો જોતા જ મો માં પાણી આવી જશે….

1994 માં મિસ યુનિવર્સનો ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય મહિલા સુષ્મિતા સેન, બોલિવૂડની ખૂબ જ સુંદર અભિનેત્રીઓમાંની એક છે. સુષ્મિતા એ અભિનેત્રીઓમાં શામેલ છે, જેમણે ખૂબ જ ઓછા સમયમાં ફિલ્મ જગતમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. મિસ યુનિવર્સ જીત્યા પછી, સુષ્મિતાની સમગ્ર કારકિર્દી બદલાઈ ગઈ અને તેણે ફિલ્મ જગતમાં પ્રવેશ કર્યો. બોલિવૂડમાં આવતાની સાથે જ તેને સફળતા મળવાનું શરૂ થયું. તેમની પહેલી ફિલ્મ 1996 માં દસ્તક આવી હતી.

સુસ્મિતા સેન દસ વર્ષ બાદ બૉલીવુડમાં કમબૅક કરવાની છે. જોકે તે કઈ ફિલ્મ દ્વારા કમબૅક કરશે એ વિશે જાણવા નથી મળ્યું. તે છેલ્લે ૨૦૧૦માં આવેલી ‘નો પ્રૉબ્લેમ’માં જોવા મળી હતી. તેણે પોતાની અડૉપ્ટ કરેલી દીકરીના ઉછેરમાં પૂરતો સમય આપવા માટે ફિલ્મોમાંથી બ્રેક લીધો હતો.

હવે પોતાના કમબૅકની માહિતી આપતાં પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સુસ્મિતાએ કૅપ્શન આપી હતી કે ‘હું હંમેશાંથી લોકોનો આદર કરું છું જે ધૈર્ય રાખતા જાણે છે. આ એક બાબતે જ મને મારી ફૅન બનાવી દીધી હતી. સ્ક્રીન પર મારા પાછા ફરવાની લોકોએ દસ વર્ષ સુધી રાહ જોઈ હતી. તેઓ હંમેશાં મને નિઃસ્વાર્થભાવે ડગલે ને પગલે પ્રોત્સાહન આપતા રહ્યા છે.

સુષ્મિતા સેન હાલમાં જ ફિલ્મ જગતની દુનિયાથી દૂર હોઈ શકે છે પરંતુ અગાઉ તેણે ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં ઘણું નામ કમાવ્યું છે. તેણે બોલિવૂડમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. જેમાં ‘મૈં હૂં ના’ ફિલ્મ દરેકના દિલમાં ઘર કરી ગઈ છે. જોકે હવે તે પોતાની અંગત જિંદગીમાં ખૂબ ખુશ છે અને સુષ્મિતા ઘણીવાર તેની અંગત જિંદગીને લીધે સોશિયલ મીડિયા પર હેડલાઇન્સમાં રહે છે. આ દિવસોમાં સુષ્મિતા તેના કરતા 16 વર્ષ નાના રોહમન શાલને ડેટ કરી રહી છે.

રોહમન અને સુષ્મિતાના ફોટા હંમેશા સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. બંને ઘણીવાર સોશ્યલ મીડિયા પર તેમના સુંદર ફોટા અપલોડ કરે છે. આ ક્ષણે જ્યારે આખો દેશ કોરોનાને કારણે લોકડાઉન હેઠળ છે. આવી સ્થિતિમાં રોહમન અને સુષ્મિતા બંને સાથે છે અને હાલમાં જ સુષ્મિતાએ તેના બોયફ્રેન્ડ સાથે યોગ કરતી વખતે ફોટો શેર કર્યા છે. જે આ સમયે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

યોગ કરતા બંનેની તસવીરો જોઈને લાગે છે કે બંનેએ એકબીજાને ખૂબ સારી રીતે સંતુલિત કરી લીધા છે. આ તસવીરોમાં સુષ્મિતા અને રોહમનની જબરદસ્ત કેમિસ્ટ્રી પણ જોવા મળી રહી છે. જણાવી દઈએ કે સુષ્મિતા સેને આ ફોટાઓ સાથે એક વિશેષ મેસેજ પણ આપ્યો છે. તો ચાલો જાણીએ કે તેણે કેપ્શનમાં શું લખ્યું છે.

સુષ્મિતા ફોટો સાથે લખે છે કે જીવનમાં હંમેશા મુશ્કેલ સમય આવતો નથી. મુશ્કેલ સમય લોકો બનાવે છે. તે સાચું છે. જીવનમાં હંમેશા પ્રતિબદ્ધ રહેવું એ શક્તિશાળી બનવા જેવું છે. આ તસવીરોમાં સુષ્મિતાનો લુક સુંદર દેખાઈ રહ્યો છે. તેણે બ્લેક કલરનો યોગ ડ્રેસ પહેર્યો છે. વળી, જ્યારે તેના બોયફ્રેન્ડ રોહમનની વાત કરવામાં આવે તો તેણે પણ બ્લેક કલર જ પહેર્યો છે.

સુષ્મિતા સેન લખે છે – આપણે માનસિક રીતે મજબૂત અને શારીરિક રીતે સ્વસ્થ રહેવાની જરૂર છે. જેથી આપણે બધી મુશ્કેલીઓનો સારી રીતે સામનો કરી શકીએ. સુષ્મિતા અને રોહમનની આ તસવીરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ વાયરલ થઈ રહી છે અને તેના ચાહકો આ ફોટાઓને ખૂબ પ્રેમ આપી રહ્યા છે.

તમને જણાવી દઇએ કે આ સમયે સમગ્ર દેશમાં લોકડાઉન છે. તો આ સમયગાળામાં, બોલિવૂડના ઘણા કપલ્સ એક સાથે સમય પસાર કરી રહ્યા છે. સુષ્મિતા સેન અને રોહમન શાઉલ પણ સૂચિમાં સામેલ છે.

સુસ્મિતા સેનના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેનો પરિવાર પ્રેમ દેખાઈ રહ્યો છે. ત્યારે તેનો બોયફ્રેન્ડ રોહમન શૉલ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં કાંઈક એવું નાખી રહ્યો છે જેનાથી લાગી રહ્યું છે બંનેની વચ્ચે બધું સારું નથી ચાલી રહ્યું.

રોહમને તેની એક ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું કે, “તો તમને એવું લાગી રહ્યું છે કે તમે એક સંબંધમાં ઘણું કરી રહ્યા છો પણ તમારો પાર્ટનર તેનો જવાબ નથી આપી રહ્યો. તમે તમારા પાર્ટનર સાથે જે કરો છો એ તમારો કૉલ છે. તમે તેના પર એવું દબાણ ન કરી શકો કે તે તમને એવી જ રીતે પ્રેમ કરે.”

જ્યારે સુસ્મિતા રોહમનના ફોટોસ શેર કરતી રહે છે, આ વસ્તુ તમામ લોકોનો હેરાન કરી રહી છે. પૂર્વ મિસ યુનિવર્સે પોતાની લવ લાઈફ લોકોથી ક્યારેય નથી છુપાવી. એટલે જ ચાહકોના મનમાં સવાલ આવી રહ્યો છે કે આખરે આવું કેમ થઈ રહ્યું છે.

આ બંને એક ફેશન શોમાં મળ્યા હતા. અને ત્યારથી તેઓ એકબીજા સાથે છે. એકબીજાના જન્મદિવસ સાથે મનાવવાથી લઈને પરિવાર સાથે સમય વિતાવવા સુધી બંને એક સાથે જ હતા.

અફવાઓ તો એવી પણ હતી કે સુસ્મિતા અને રોહમન આ વર્ષે લગ્ન કરી શકે છે. બંનેએ પોતાના લગ્નની યોજનાઓની ચર્ચા કરી લીધી છે. અને જો બધુ યોજના પ્રમાણે રહ્યું તો બંને સાત ફેરા ફરી શકે છે. પરંતુ સુસ્મિતાએ આ વાતને નકારી હતી.

Leave a Comment