Breaking News

પોતાને દેવી ગણાવી સાસુ સંપૂર્ણ નગ્ન થઈ પોતાનીજ પુત્રવધુ સાથે કરતી એવું કાર્ય કે જાણી આંચકો લાગશે.

દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો અને તેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે તો આવો જાણીએ તેના વિશે.

ઘણી વખત અંધશ્રદ્ધા એટલી હદે હાવી થઈ જાય કે પોતાની સાથે અન્ય લોકોનું જીવવું દોખજ બનાવી દે છે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં મહિલાઓ પર શારીરિક અને માનસિક ત્રાસના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યાર અમદાવાદમાં સાસરિયાઓએ હદ વટાવી દીધી છે. પરિણીતાએ દીકરીને જન્મ આપ્યા બાદ હું દેવી છું, કહીને સાસુ નિર્વસ્ત્ર થઈ જતી હતી અને ઘરમાં રહેલી પુત્રવધૂને ડરાવતી રહેતી હતી.એટલું જ નહીં આ કિસ્સામાં પરિણીતાને સંડાસની બાજુમાં બેસાડી ઘરમાં વઘેલું ભોજન જમવા આપતી હોવાની ઘટના સામે આવે છે. આખરે સાસરિયાઓના ત્રાસથી કંટાળીને તેને પોલીસનું શરણું લીધું છે.

પરિણીતાએ હાલ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી છે. હાલ પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રહેતી યુવતીના લગ્ન સમાજના રિવાજ મુજબ થયાં હતાં, થોડા દિવસ સારું ચાલ્યા બાદ સાસરિયાએ પોતાનો રંગ બતાવ્યો હતો. યુવતી પર લોભી અને લાલચુ સાસરિયાંએ તેના પર ત્રાસ ગુજારવાનું શરૂ કરી દીધું હતું. થોડા સમય બાદ પરિણીતાએ દીકરીને જન્મ આપ્યો હતો.

પરંતુ સાસરિયાઓને તે મંજૂર નહોતું, જેના કારણે સાસું અવાર નવાર હેરાન પરેશાન કરતી રહેતી હતી.યુવતીનો પતિ જ્યારે કામે જાય ત્યારે સાસુ પોતાના તમામ કપડાં કાઢીને નિર્વસ્ત્ર થઈ જતી હતી અને જોર જોરથી રાડો પાડીને પરિણીતાને ડરાવતી રહેતી હતી. આ વાતની જાણ પરિણીતાએ જ્યારે પતિને કરી ત્યારે પતિએ જણાવ્યું કે, મમ્મીને દેવીનો પવન આવે છે, કહીને વાત ઉડાડી દીધી હતી. આટલેથી ઓછું નહોતું. દીકરીને જન્મ આપ્યા બાદ પરિણીતાના ખરાબ હાલ હવે શરૂ થયા હતા.

હવે પરિવારના અન્ય લોકો પર તેના પર ત્રાસ ગુજારવા લાગ્યા હતા. પરિણીતાને સંડાસની બાજુમાં બેસાડીને જમવા માટે પણ રાતનું વધેલું ખાવાનું આપવામાં આવતું હતું.સાસરિયામાં અસહ્ય ત્રાસથી કંટાળીને તેને પિયરમાં વાત કરી હતી. પરંતુ કોઈ સમાધાન ન આવતા પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ સમગ્ર હકીકત પોલીસને જણાવી તો મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં પરિણીતાની ફરિયાદના આધારે ગુનો નોંધીને તપાસ શરૂ કરી દેવાઈ છે.

આવોજ એક બીજો કિસ્સો અમદાવાદ શહેરમાં રહેતી એક ૪૪ વર્ષીય મહિલાએ બાપુનગર ના એક યુવક સાથે લગ્ન કર્યા હતા. આ મહિલાના પણ બીજા લગ્ન હતા અને તેના આ પતિના પણ બીજ લગ્ન હતા. મહિલાને પહેલા લગ્નમાં કોઈ સંતાન ન હતું, પણ તેના આ બીજા પતિને પહેલા લગ્ન જીવનથી એક પુત્ર હતો. લગ્ન બાદ જ્યારે મહિલા સાસરે આવી ત્યારે સાસરિયાઓ એ તેને ઘરકામ બાબતે અને દહેજ માંગવા બાબતે ત્રાસ ગુજાર્યો હતો. આટલું જ નહીં મહિલાના આ પતિનો જે પુત્ર હતો તેને આ મહિલા પાસે પણ મોકલતા ન હતા.

જેથી આખરે કંટાળીને આ મહિલાએ પોલીસ ફરિયાદ આપતા મહિલા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. અમદાવાદના મેઘાણીનગરમાં રહેતી ૪૪ વર્ષીય મહિલાએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. આ મહિલાએ આક્ષેપ કર્યો છે કે વર્ષ ૨૦૧૯ ના ઓક્ટોબર માસમાં તેના લગ્ન બાપુનગરના યુવક સાથે થયા હતા. આ મહિલા અને તેના પતિના બીજા લગ્ન હતા. મહિલાને પહેલાં લગ્નજીવનથી કોઈ સંતાન ન હતું

પરંતુ તેના બીજા પતિ ને અગાઉના લગ્નથી એક પુત્ર જન્મ્યો હતો. જે હાલ ૧૪ વર્ષનો છે. લગ્ન બાદ આ મહિલા તેના સાસરે ગઈ હતી. બાદમાં થોડા જ સમયમાં તેના સાસુ સહિત આ તમામ લોકોએ પિયરમાંથી કઈ લાવી નથી એમ કહી તેની સાથે ઝઘડો કરતા હતા અને તેને ત્રાસ આપતા હતા. એટલું જ નહીં પરંતુ આ જે મહિલા છે તેને નણંદ તેની સાથે ઝઘડા કરતી અને તારી મા એ ઘરનું કામ શીખવાડ્યું નથી તેમ કહી ત્રાસ ગુજરાતી હતી. અવારનવાર તેના સાસરા પક્ષના લોકો તેને અપશબ્દો બોલી અપમાનીત કરતા હતા.

એટલું જ નહીં તેના પતિના પહેલા લગ્ન થકી જન્મેલા પુત્રને પણ તેની પાસે આવવા દેતા નહોતા. અને આ મહિલા ઘરમાં ગમે તે કામ કરે ત્યારે સાસુ અને નણંદ તેને ગમે તેમ બોલતા હતા. અવારનવાર ઘરકામ બાબતે અને પિયરમાંથી દહેજ લાવી નથી તેમ કહી મહેણા ટોણા મારી સાસરિયાઓએ ત્રાસ ગુજારતા હતા. એક દિવસ આ મહિલાના પતિ સાસુ-સસરા.

અને જેઠાણી તથા ભાણિયો આ તમામ લોકોએ ભેગા મળી આ મહિલાને માર મારી હતી અને કહ્યું હતું કે તું અમને જોઈતી નથી અહીંયા થી નીકળી જા તને રાખીશું નહીં. જેથી આખરે કંટાળીને આ મહિલાએ સાસરીયાઓ સામે ફરિયાદ આપતા મહિલા પૂર્વ પોલીસે આ અંગે ફરિયાદ નોંધી તમામ સાસરીયાઓ સામે તપાસ શરૂ કરી છે.

આવોજ એક બીજો કિસ્સો સુરત શહેરનાં ઓલપાડ દિહેણ ગામની મહિલાએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે. લગ્ન જીવનનાં ત્રણ વર્ષમાં નિ:સંતાન પરિણીતાને સાસરિયા દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતાં. દહેજની માંગ કરતા આ મહિલા વકીલએ ઝેરી દવા પી લીધી હતી. જેમનું ગઇકાલે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ઓલપાડ પોલીસે આ અંગેનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, ઓલપાડનાં દિહેણ ગામની 26 વર્ષની રીંકલ પટેલનાં ત્રણ વર્ષ પહેલા લગ્ન થયા હતાં. આ પરિણીતાનો પતિ ધવલ પટેલ બેંકમાં કેશિયર તરીકે કામ કરતાં હતાં. પરિણીતા પોતે વકીલ હતા. જોકે મૃતકનાં પરિવારનો આક્ષેપ છે કે, છેલ્લા 6 મહિનાથી સાસુ તેમની દીકરીને છૂટાછેડાનું દબાણ કરતી હતી. અને આ ઉપરાંત અવારનવાર ત્રાસ આપીને તેને હેરાન કરવામાં આવતી હોવાને કારણે મહિલા વકીલ 6 મહિના પોતાના પિયરમાં પણ રહી હતી.

જોકે બાદમાં આ પરિણીતા થોડા દિવસો પહેલા પોતાના સાસરે પરત આવી હતી. જે બાદ 20મી ડિસેમ્બરે સાંજે તેણે પોતાની માતા સાથે વાત કરી હતી. જે બાદ તેણે ઝેરી દવા પી લીધી હતી. જોકે, તેમને તરત જ ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. પરંતુ પરિણીતાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગે સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મહિલા વકીલ નું ફોરેન્સિક પી.એમ પણ કરવામાં આવ્યું છે. પરિવારનો આક્ષેપ છે કે મૃતકને જબરદસ્તી ઝેરી દવા પીવડાવામાં આવી છે.

About bhai bhai

Check Also

અહીં લગ્ન પહેલા યુવતીઓને થવું પડે છે ગર્ભવતી,કારણ છે ખૂબ અજીબ…

ભારત ની આ એવી જગ્યા છે જ્યાં લગ્ન પહેલા જાતીય સબંધ બાંધવા માટે ખુદ પરિવાર …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *