Breaking News

પોતાની ભાભીઓ સાથે ભરપૂર રોમાન્સ કરી ચૂક્યાં છે આ બોલિવૂડ અભિનેતાઓ,જુઓ તસવીરો…….

બોલીવુડમાં ઘણી એવી ઓનસ્ક્રીન જોડી છે જેમણે એક સાથે એક મોટી સ્ક્રીન પર ધમાલ મચાવી છે અને જેમની જોડીને ડાયરેકટર અને પ્રોડ્યુસર સાથે લેવા માંગતા હતા. પરંતુ શું તમે જાણો છો કે ઘણા કલાકારોએ તેમની ભાભી કે સાલી સાથે રોમેન્ટિક ફિલ્મો કરી છે. જો કે આ સંબંધો ફિલ્મોના આગમન પછી બન્યા હતા, પરંતુ જો તમને જૂના દિવસો યાદ આવે, તો તમે જાણતા હશો કે ઘણા કલાકારોએ તેમની ભાભી અને સાલી સાથે રોમેન્ટિક ફિલ્મો આપી છે.અહીંયા અમે તમને બોલિવૂડના આવા સ્ટાર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

સેફ અલી ખાન અને કરિશ્મા કપૂરકરીના કપૂર સાથે જ્યારે સૈફ અલી ખાનના લગ્ન થયા નહોતા તે પહેલા ઓન-સ્ક્રીન કરીના કપૂરની બહેન કરિશ્મા કપૂરની સાથે સૈફ અલી ખાનની જોડી ખૂબ જ જામી હતી. ફિલ્મ હમ સાથ સાથ હે માં બંને સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં સૈફ અલી ખાન અને કરિશ્મા વચ્ચે કેમેસ્ટ્રી ખૂબ જ સારી જોવા મળતી હતી. દર્શકોને સેફ અને કરિશ્માની જોડી ખૂબ જ પસંદ આવી હતી.

કરિશ્મા કપૂરના લગ્ન જીવન વિષે વાત કરીએ તો તેમને લગ્ન બાબતે હંમેશા નિરાશા જ મળી છે. સમાચારો પરથી મળતા અહેવાલ મુજબ કરિશ્મા કપૂરના પતિ સંજય કપૂર વારંવાર તેમની સાથે મારપીટ કરતા હતા. જેના કારણે છેલ્લા ઘણા વર્ષોથી સતત તે કોર્ટમાં છૂટાછેડાની કાયદાકીય લડાઈ લડી રહી હતી અને છેલ્લે કોર્ટે કરિશ્મા કપૂરના હકમાં નિર્ણય લીધો અને તેમને સંજય કપૂરથી છુટકારો મળી ગયો. સંજય કપૂરે બીજા લગ્ન કરી ફરી પોતાનું ઘર વસાવી લીધું હતું. પરંતુ કરિશ્મા હજુ સુધી એકલતાથી લડતી આવી રહી હતી.

આજકાલ કરિશ્મા કપૂર ફરી એક વાર મીડિયાની હેડલાઈનમાં ચર્ચામાં છે. ખબરો મુજબ જાણવા મળી રહ્યું છે કે જલ્દી જ કરિશ્મા કપૂર પણ પોતાનું નવું ઘર ફરીથી વસાવવા જઈ રહી છે. આ વખતે તેમના પતિ બીજું કોઈ નહીં પરંતુ તેમના મિત્ર સંદીપ તોષનીવાલ બનવા જઈ રહ્યા છે. સમાચાર પરથી પ્રાપ્ત થતી વિગતોનું માનીએ તો કરિશ્મા કપૂર અને સંદીપ તોષનીવાલ છેલ્લા ૩ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. સંદીપ તોષનીવાલ એક પ્રખ્યાત બિઝનેસમેન છે.

રાની મુખરજી અને ઉદય ચોપડાફિલ્મ મુજસે દોસ્તી કરોગે માં રિતિક રોશન, કરીના કપૂર ખાન અને રાની મુખર્જી મુખ્ય ભૂમિકામાં હતા. ફિલ્મમાં ઉદય ચોપડા પણ અમુક સમય માટે જોવામાં આવ્યા હતા. આ ફિલ્મની કહાનીમાં રાની મુખરજી ઉદય ચોપરાને ખૂબ જ પસંદ કરે છે અને તેમની સાથે લગ્ન કરવા માંગે છે. જોકે ફિલ્મ જ્યારે સમાપ્ત થાય છે તો રાની મુખર્જી અને રિતિક રોશન ના લગ્ન થઈ જાય છે. રિયલ લાઇફમાં જોવામાં આવે તો રાની મુખરજી ઉદય ચોપડા ની ભાભી બની ગઈ છે. ઉદયના મોટાભાઈ આદિત્ય ચોપડાની સાથે રાની મુખર્જીએ લગ્ન કર્યા છે.એક જુના ઈન્ટરવ્યુંમાં ઉદયે કહ્યું હતું, ‘હું રાનીને વર્ષોથી ઓળખું છું. તે ઘણી સારી વ્યક્તિ છે. તેની સાથે કામ કરીને મને સારો અનુભવ થયો હતો. તે એક સારી અભિનેત્રી હોવા સાથે જ ઘણી સારી હોમ મેકર પણ છે, તેણે અમારા આખા કુટુંબને ખુબ જ પ્રેમપૂર્વક એક સાથે જોડીને રાખ્યા છે.

અજય દેવગન અને રાની મુખર્જીબોલિવૂડ અભિનેતા અજય દેવગન અને અભિનેત્રી રાની મુખર્જી ની જોડી ઓન-સ્ક્રીન ખૂબ જ જામી હતી. બંને એ ફિલ્મ ચોરી ચોરી અને LOC કારગીલ માં સાથે કામ કર્યું છે. મોટા પડદા પર રાની મુખર્જી અને અજય દેવગન ની કેમેસ્ટ્રી અલગ જ રંગ જમાવતી હતી. મહત્વપૂર્ણ છે કે અજય દેવગન ની પત્ની કાજોલ રાણી મુખર્જી ની કઝિન બહેન છે.કાજોલ ના પરિવારનો ફિલ્મ દુનિયા સાથે ગાઢ સંબંધ છે. તેમની મા તનૂજા અને પિત્રાઈ રાની મુખર્જી તથા મોહનીશ બહેલ ફિલ્મ અભિનેતા છે. અન્ય પરિવારજનો માં તેની માસી અને પ્રસિદ્ધ અભિનેત્રી નૂતન તથા દાદી શોભના સમર્થ નો સમાવેશ થાય છે. અભિનેતા અજય દેવગણ સાથે કાજોલ ના લગ્ન થયા છે.

અનિલ કપુર અને શ્રીદેવીબોલિવૂડની સૌથી બેસ્ટ ઓનસ્ક્રીન જોડીની વાત કરવામાં આવે તો અનિલ કપુર અને શ્રીદેવીનું નામ જરૂર લેવામાં આવે છે. અનિલ કપૂર અને શ્રીદેવીની હિટ જોડી એ સાથે ઘણી હિટ ફિલ્મો આપી છે. મિસ્ટર ઈન્ડિયામાં અનિલ કપૂર અને શ્રીદેવીની જોડી યાદગાર બની ગઈ હતી. બાદમાં અનિલ કપૂરના મોટાભાઈ બોની કપૂર સાથે શ્રીદેવી લગ્ન કરી લીધા અને આવી રીતે શ્રીદેવી અનિલ કપૂર ની ભાભી બની ગઈ હતી.

રણધીર કપૂર અને નીતુ સિંહઓનસ્ક્રીન બૉલીવુડ અભિનેતા રણબીર કપૂર અને નીતુ સિંહની જોડી પણ ખૂબ જામી હતી. રણવીર કપૂર કે જેવો બોલિવૂડનાં સદાબહાર અભિનેતાઓમાં ગણવામાં આવે છે, નીતુ સિંહની સાથે ફિલ્મ ઢોંગી માં તેમની જોડે યાદગાર રહી હતી. તે સિવાય ફિલ્મ કસમે વાદે અને હીરાલાલ પન્નાલાલ માં પણ નીતુ સિંહની સાથે રણબીર કપૂર રોમાન્સ કરતા નજરે આવ્યા હતા. નીતુ સિંહ રિયલ લાઇફમાં રણધીર કપૂરનાં નાના ભાઈ ઋષિ કપૂર સાથે લગ્ન કરી લીધા હતા આવી રીતે નીતુ સિંહે ઋષિ કપૂર સાથે લગ્ન કરી લીધા બાદ નીતુ કપૂર બની ગઈ હતી.

About bhai bhai

Check Also

કતારની સૌથી ઉંચી ઈમારત પર મૌની રોયની સ્ટાઈલિશ ચાલ, ચાહકોએ કરી વાહ વાહ – જુઓ વીડિયો

બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય તેના ખૂબસૂરત અને અદભૂત લુકને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે મૌની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *