Breaking News

પોતાની પેહલી ફિલ્મથી જ થઈ બની ગયો હતો સુપર સ્ટાર આ અભિનેતા આજે જીવે છે ગુમનામ જિંદગી, અત્યારે કરે છે કઈક આવું કામ

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, સફળતા ક્યારેય એક જગ્યાએ ટકી રહેતી નથી. આવું જ કંઈક એક્ટર ગૌરવ સાથે થયું જેણે 80 ના દાયકામાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી હતી. કુમાર ગૌરવ તેમના સમય દરમિયાન ચોકલેટી હીરો તરીકે પ્રખ્યાત થયા હતા. કુમાર ગૌરવ પ્રખ્યાત ફિલ્મ અભિનેતા રાજેન્દ્ર કુમારનો પુત્ર હતો. તેનો જન્મ 11 જુલાઈ 1960 ના રોજ લખનૌમાં થયો હતો. તેમના પિતા રાજેન્દ્ર કુમાર અને તેમનો પરિવાર ભારત-પાકિસ્તાન ભાગલા સમયે પાકિસ્તાનથી ભારત આવ્યા હતા.

કુમાર ગૌરવની કારકિર્દીની શરૂઆત સુપરહિટ ફિલ્મથી થઈ હતી. તેમની પહેલી ફિલ્મ લવ સ્ટોરી 1981 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું દિગ્દર્શન તેમના પિતા રાજેન્દ્ર કુમારે કર્યું હતું. આ પ્રેમ કથા કુમાર ગૌરવ માટે એક સીમાચિહ્નરૂપ સાબિત થઈ. આ ફિલ્મમાં તેણે બંટીનો રોલ કર્યો હતો. વાસ્તવિક જીવનમાં પણ, કુમાર ગૌરવને ઘરે બંટી તરીકે બોલાવામાં આવતા હતા.

આ ફિલ્મ પછી તેની 1986 માં આવેલી ફિલ્મ ‘જનમ’ આવી હતી. આ ફિલ્મમાં પણ તેની અભિનયને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મ માટે, તેને ફિલ્મફેર એવોર્ડ્સમાં બેસ્ટ એ કટર માટે નામાંકિત કરાયા હતા. તેમની ફિલ્મ તેરી કાસમ અને નામ પણ પ્રેક્ષકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. 1985 માં, તેમણે નામ નામની ફિલ્મમાં અભિનય કર્યો, પરંતુ તેની સફળતાનો શ્રેય સંજય દત્તને મળ્યો

80 ના દાયકાનો આ સુપરહિટ સ્ટાર 90 ના દાયકા સુધીમાં પોતાની સફળતાને સંચાલિત કરી શક્યો નહીં. કુમાર ગૌરવની તુલના તેના પિતા રાજેન્દ્ર કુમાર સાથે કરવામાં આવી હતી પરંતુ તે પિતાના સ્ટારડમને આગળ વધી શક્યો ન હતો.

કુમાર ગૌરવે સતત ફ્લોપ ફિલ્મો આપ્યા પછી 90 ના દાયકામાં લાંબી વિરામ લીધી. ત્યારબાદ તે બોલિવૂડથી અનામી રહ્યો છે. કુમારને પ્રેક્ષકોને યાદ પણ નહોતું. તેણે દીપા મહેતાની 1998 માં આવેલી ફિલ્મ પૃથ્વીમાં ફરી બોલિવૂડનો રોલ કર્યો હતો. ત્યારબાદ તેણે 2000 માં રજૂ થયેલી કાન્તે ફિલ્મમાં કામ કર્યું હતું. તે તેની છેલ્લી સફળ ફિલ્મ હતી પરંતુ મલ્ટિસ્ટારર હોવાને કારણે તેનું ધ્યાન તે તરફ આવ્યું નહિં.

અંગત જીવનની વાત કરીએ તો કુમાર ગૌરવે 1984 માં સંજય દત્તની બહેન નમ્રતા દત્ત સાથે લગ્ન કર્યા છે. નમ્રતા સુનીલ દત્ત અને નરગીસની પુત્રી અને સંજય દત્તની બહેન છે. સંજય દત્ત અને કુમાર ગૌરવ નામ અને કાંતે ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. કુમાર ગૌરવ અને નમ્રતાથી બે પુત્રી છે. એકનું નામ સચિ છે અને બીજાનું નામ સિયા છે. સચિના લગ્ન બિલાલ અમરોહી સાથે થયા છે. બિલાલ અમરોહી ફિલ્મ નિર્દેશક કમલ અમરોહીનો પૌત્ર છે.

હાલમાં જ કુમાર ગૌરવની દીકરી સિયાના લગ્ન થયા. આ લગ્નમાં સંજય દત્ત પોતાની પત્ની માન્યતા દત્ત સાથે ગયા હતા. કુમાર ગૌરવના લગ્ન સંજય દત્તની બહેન નમ્રતા દત્ત સાથે ૧૯૮૪માં થયા હતા. લગ્નના થોડા ફોટા પણ સામે આવ્યા. આ ફોટામાં કુમાર ગૌરવનો લુક એકદમ અલગ લાગી રહ્યો. કુમાર ગૌરવની ગણતરી એક સમયે બોલીવુડના હીટ હીરોમાં કરવામાં આવતી હતી.

૮૦ના દશકમાં એક સ્ટાર કીડ તરીકે બોલીવુડમાં એન્ટ્રી કરી કુમાર ગૌરવે પોતાની માસુમ અદાઓથી બધાના મન મોહી લીધા હતા. કોઈએ વિચાર્યું પણ ન હતું કે પહેલી જ ફિલ્મથી આ ચોકલેટી બોય રાતોરાત સ્ટાર બની જશે અને બીજા અભિનેતાઓને જોરદાર ટક્કર આપશે. કુમાર ગૌરવ અભિનેતા રાજેન્દ્ર કુમારના દીકરા છે. કુમાર ગૌરવનું ડેબ્યુ કોઈ સપનાથી ઓછું ન હતું.

તેની પહેલી ફિલ્મ હતી ‘લવ સ્ટોરી’ જે જોરદાર હીટ રહી અને ગૌરવને તે સમયમાં હીટ અભિનેતાની લાઈનમાં લઈને ઉભો કર્યો. પહેલી જ ફિલ્મથી કુમાર ગૌરવને એવી સફળતા મળી કે ફેંસ પણ તેની સ્ટાઈલની નકલ કરવા લાગ્યા. પરંતુ કહેવાય છે ને કે સમય હંમેશા એક જેવો નથી રહેતો. કુમાર ગૌરવનો પણ સમય બદલાયો અને ધીમે ધીમે તેની કારકિર્દી નીચે આવી ગઈ.

પછી એક દિવસ તે હંમેશા માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સામેથી ગુમ થઇ ગયો. નવાઈની વાત એ છે કે જેના પિતાનો જ સ્ટારડમ એટલો હતો કે તેમને જુબલી કુમારના નામથી ઓળખવામાં આવતા હતા તેનો દીકરો અચાનક જ આવી રીતે અટવાઈ ગયો. જ્યાં હમેશા લોકો અટવાઈ જવાના ડરથી પોતાને દારુમાં ડુબાડી લે છે કે ડીપ્રેશનમાં જતા રહે છે,ત્યાં કુમાર ગૌરવે આવા પ્રકારના વિચારો તેની ઉપર ન આવવા દીધા.

હકીકતમાં તેનો સમય ખરાબ ચાલી રહ્યો હતો પરંતુ તેમણે ઉદાસ થયા વગર પોતાની ઓળખ જાળવી રાખવા માટે સખત મહેનત ચાલુ રાખી. ફિલ્મોમાં તે ન ચાલ્યા તો શું થયું? ફિલ્મો તેને ન મળી તો શું થયું? કુમાર ગૌરવે નક્કી કરી લીધું હતું કે તે પોતાના પિતાનું નામ આવી રીતે નહિ ડુબાવા દે. ખરેખર તે પોતાના પિતા જેવા સુપરસ્ટાર ન બની શક્યા પરંતુ કુમાર ગૌરવે પોતાની એક અલગ ઓળખ ઉભી કરી લીધી.

આજે તે એક મોટા બિઝનેસમેન છે. કદાચ લોકો નહિ જાણતા હોય કે કુમાર ગૌરવનો માલદીવમાં ટ્રાવેલનો બિઝનેસ છે. તે ઉપરાંત કંસ્ટ્રક્શનનો બિઝનેસ પણ રહેલો છે. તેનો આ બિજનેસ ઘણો જોરદાર ચાલી રહ્યો છે અને તેનો વર્ષનો કરોડોનો વેપાર છે. કુમાર ગૌરવ આજે જેટલું કમાઈ રહ્યા છે કદાચ તે ફિલ્મી કારકિર્દીમાં પણ આટલું ન કમાઈ શક્યા હોત.

આજે કુમાર ગૌરવ પોતાના બિઝનેશ જીવનમાં ખુશ છે અને તેમને ફિલ્મોથી દુર રહેવાનો કોઈ અફસોસ નથી. કુમાર ગૌરવ, સંજય દત્તનો બનેવી પણ છે. તેને બે દીકરી સિયા અને સાચી છે. સાચીના લગ્ન ફિલ્મ ‘પાકીઝા’ ના ડાયરેક્ટર કમાલ અમરોહીના પૌત્ર બીલાલ સાથે થયા છે. સાચીના લગ્નના સમયે સંજય દત્ત જેલમાં હતા. અને સંજય, પોતાની ભાણકી સિયાના લગ્નમાં સામેલ થઈને ખુશ જોવા મળ્યો.

વર્ષ 1986 માં સંજય દત્ત અને કુમાર ગૌરવ ની ફિલ્મ નામ આવી હતી.આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી અને આ ફિલ્મ માં બતાવવા માં આવેલી બે યારો ની દોસ્તી લોકો ને ખુબજ ગમી હતી અને તે કુમાર ગૌરવ ની પણ ખુબજ હિટ ફિલ્મ રહી હતી.ભલે કુમાર ગૌરવ નું કરિયર વધારે ચાલ્યું નહીં પણ સંજુ નું કરિયર બનાવવા માં તેનો મોટો હાથ હતો.કુમાર ગૌરવે તેનું આખું ધ્યાન સંજુ ના કરિયર માં લગાવ્યું અને ધીરે ધીરે એનું કરિયર ખતમ થઈ ગયું.

80 ના દાયકા માં સંજુ અને ગૌરવ ની દોસ્તી ની ચર્ચા બધેજ હતી.કુમાર ગૌરવ ની ફિલ્મ લવ સ્ટોરી(1981),તેરી કસમ(1982) અને નામ (1986) કર્યા બાદ કુમાર ગૌરવે તેનું બધું ધ્યાન સંજુ ના કરિયર માટે લગાવી દીધું.પછી સંજુ ની જિંદગી માં રિચા શર્મા આવી અને સંજુ એ રિચા સાથે લગ્ન કર્યા.સંજય દત્ત અને ગૌરવ ની દોસ્તી ખુબજ સારી રહી પણ મુંબઇ બૉમ્બ લાસ્ટ પછી બન્ને વચ્ચે દુરીઓ વધતી ગઈ.ફિલ્મ કાંટે માં સંજય સાથે ફરી કામ કર્યુ અને તેની દોસ્તી ફરી થઈ ગઈ એની મિત્રતા ખતમ થઈ ગઈ હતી પણ તેના સબંધો કાયમ રહ્યા.

કુમાર ગૌરવ છે સુપર સ્ટાર ના દીકરા.11 જુલાઈ,1960 માં જન્મેલા કુમાર ગૌરવ ના પિતા બૉલીવુડ સ્ટાર રાજેન્દ્ર કુમાર હતા,જેનું નિધન વર્ષ 1999 માં કેન્સર ના કારણે થયું.કુમાર ગૌરવે પોતાના કરિયર ની શરૂઆત ફિલ્મ લવ સ્ટોરી હતી,ફિલ્મ સુપર હિટ રહી અને તે ઇન્ડસ્ટ્રી ના ચોકલેટી બોય બનાવ્યા.ત્યારબાદ તેઓ એ લગભગ 30-35 માં કામ કર્યું જેમાં લવ સ્ટોરી,નામ,કાંટે, ફૂલ,તેરી કસમ,દિલ દિયા તુઝકો,જનમ, ઈજ્જત અને ગુંજ જેવી સફળ ફિલ્મો માં કર્યું.

About bhai bhai

Check Also

માત્ર 21 વર્ષ ની ઉંમર માં જ આ મોડલ બની ગઈ હતી અરબોપતિ,અને એક દિવસ માં લે છે 500 સેલ્ફી,જોવો તસવીરો….

નમસ્કાર મિત્રો આજ ની અમારી પોસ્ટ માં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *