Breaking News

પ્રાચીન ગ્રંથો અને અમુક સાહિત્ય મુજબ સંભોગ નો બેતાઝ બાદશાહ હતું વર્ષો પહેલાંનું ભારત આ રીતે આખા વિશ્વને શિખવાડ્યું હતું….

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, કહેવામાં આવી રહ્યું છે કે સંભોગ મામલે પ્રાચીન ભારત વિશ્વગુરૂ હતું. કામસૂત્ર‘ના લેખક વાત્સ્યાયને સદીઓ પહેલાં ગ્રીક સાહિત્યમાં કામવાસના વિશે કરેલી અવધારણા પર વ્યાપક ચર્ચા કરી હતી. પ્લેટોનું માનવું હતું કે ‘કામ અન્ય પર અધિકાર જમાવવા માટેની આકાંક્ષા હોય છે. ‘સિમ્પોઝિયમ’માં ગ્રીક નાટ્યકાર એરિસ્ટોફેનિસે લખ્યું હતું કે જીવનમાં એક તબક્કો એવો આવે છે કે મનુષ્ય પોતાનામાં જ પરિપૂર્ણ થઈ જાય છે અને બીજાની જરૂર પડતી નથી.

તેના કારણે મનુષ્ય બહુ શક્તિશાળી બની ગયો હતો અને દેવતાઓને પણ પડકારવા લાગ્યો હતો. તેથી દેવતાઓના રાજા ઝીયૂસે મનુષ્યને ઠેકાણે પાડવા માટે તેને સ્ત્રી અને પુરુષ એમ બે ભાગમાં વહેંચી દીધો.તેના કારણે મનુષ્ય સીધો ઊભો રહી શક્યો, બે પગ પર ચાલવા લાગ્યો અને એવું લાગ્યું કે તેની સામેના અંગો વિભાજિત થઈ ગયા. પ્લેટો કહે છે કે આ અપૂર્ણતાને કારણે આપણે બીજાને ચાહવા મજબૂર બનીએ છીએ. પ્લેટો સંભોગને પૂર્ણતા માટેની ઇચ્છા તરીકે વ્યાખ્યાયિત કરે છે. આપણે જે પણ વસ્તુને ચાહીએ છીએ જે આપણી નથી.

સંભોગ વિશે બે માન્યતાઓ હતી:- જોકે બાદમાં એવો સમય પણ આવ્યો કે એવું કહેવા લાગ્યાકે સંભોગ બેકાર ચીજ છે. સંભોગ ગંદું છે અને તે પાપ છે. ઈ.સ.325માં કેથલિક ચર્ચ દ્વારા નીતિનિયમો બન્યા ત્યારે સ્પષ્ટ કહેવામાં આવ્યું કે ‘શરીર બૂરી ચીજ છે. શારીરિક સુખ વાહિયાત છે અને તેને પામવાની ઇચ્છા રાખવી પાપ છે. ચર્ચનું માનવું હતું કે સંભોગનો એકમાત્ર ઉદ્દેશ સંતાનપ્રાપ્તિ છે. તે જ સમયગાળામાં ગંગા નદીના તટ પર બેસીને વાત્સ્યાયન કામસૂત્ર લખી રહ્યા હતા. યૌનસુખને સારી બાબત ગણાવીને તેના આનંદને કેવી રીતે વધારી શકાય તેની રીતો તેઓ દર્શાવી રહ્યા હતા.

પ્રાચીન ભારતીય વાસ્તુકલાના એવા ઘણા નમૂના મળે છે જે દર્શાવે છે કે પ્રાચીન સમયમાં સભોગ અંગે લોકોના વિચારો મોકળાશભર્યા હતા. ઓડિશામાં આવેલા કોણાર્ક સૂર્યમંદિરમાં નગ્ન મૂર્તિઓ કોતરાયેલી છે. એ જ રીતે બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલી અજંતા અને ઇલોરાની ગુફાઓમાં પણ નગ્ન યુવતીઓની મૂર્તિઓ બનેલી છે. અજંતાની ગુફામાં થયેલાં ચિત્રો ઈસુ પૂર્વે 200 વર્ષ પહેલાંનાં છે. તે જ રીતે ઇલોરાની કલાકૃતિઓ પાંચથી દસમી સદી દરમિયાન બનેલી મનાય છે. મધ્ય પ્રદેશના ખજુરાહો મંદિરમાં પણ ખુલ્લેઆમ જાતીય સમાગમનું ચિત્રણ કરાયેલું છે. આ મંદિર એક હજાર વર્ષ જૂનું મનાય છે. ચંદેલ રાજાઓએ સન 950થી 1050 દરમિયાન તેને ચણાવ્યાં હતાં. તે વખતે કુલ 85 મંદિરો બનાવવામાં આવ્યાં હતાં, પણ તેમાંથી અત્યારે 22 જ બચ્યાં છે.

સમલૈંગિક સંબંધોને પ્રાચીન ભારતમાં સામાજિક માન્યતા મળેલી:- યુનેસ્કોએ 1986માં ખજુરાહોને વર્લ્ડ હેરિટેજ જાહેર કર્યું છે. આ મંદિરોના શિલ્પોમાં દરેક પ્રકારના સમાગમનું નિરૂપણ જોવા મળે છે. દરેક પ્રકારના સંભોગનાં આસનો બતાવાયાં છે અને એક સાથે ત્રણ વ્યક્તિઓ વચ્ચે યૌનસંબંધો દર્શાવાયા છે. અનોખી બાબત છે કે હમણાં સુધી ભારતમાં સમલૈંગિક સંબંધો ગેરકાનૂની હતા, પણ સદીઓ પહેલાં આ દેશમાં શિલ્પોના માધ્યમથી સમલૈંગિકતા બતાવવામાં આવી હતી.

13મી સદીમાં માઉન્ટ આબુ પાસેના દેલવાડાનાં મંદિરોમાં પણ સંગેમરમરમાં અંતરંગ સંબંધોનાં શિલ્પો બનેલાં છે. દુનિયાના બીજા દેશોમાં સમલૈંગિક સંબંધોના મામલે સંઘર્ષ ચાલતો રહ્યો હતો, પરંતુ પ્રાચીન ભારતમાં તેને સામાજિક માન્યતા મળેલી હતી. અમર દાસ વિલ્હેમના પુસ્તક ‘તૃતીયા પ્રકૃતિ : પીપલ ઑફ ધ થર્ડ સેક્સ: અંડરસ્ટેન્ડિંગ હૉમોસેક્યુઆલિટી, ટ્રાન્સજેન્ડર આઇડેન્ટિટી થ્રૂ હિન્દુઇઝમ’માં આ વિશે લખાયું છે. તેમાં મધ્યયુગના અને સંસ્કૃતના ગ્રંથોના પ્રમાણો આપીને જણાવાયું હતું કે ભારતીય સમાજમાં ત્રીજા લિંગ તરીકે સમલૈંગિકતાની હાજરી હતી.

આ પુસ્તકમાં કામસૂત્રને ટાંકીને જણાવાયું છે કે એક જમાનામાં લૅસ્બિયનને ‘સ્વારાની’ કહેવામાં આવતી હતી. આવી મહિલા બીજી મહિલા સાથે લગ્ન કરતાં હતાં. સમાજમાં તેમના સંબંધોને સ્વીકારવામાં આવતા હતા. આ પુસ્તકમાં ગે પુરુષોને ‘ક્લીવ’ નામે ઓળખાવાયા છે. તેમને નપુંસક કહેવામાં આવ્યા છે, જેમને સ્ત્રીઓમાં રસ પડતો નહોતો.

પ્રાચીન ભારતમાં સંભોગ વિશેના ઘણા બધા ગ્રંથો:- પ્રાચીન ભારતમાં સંભોગ વિશેના ઘણા બધા ગ્રંથો છે, પરંતુ કામસૂત્રમાં પ્રથમ વાર એ માન્યતા તોડવામાં આવી કે સંભોગમાં નારીના આનંદનું મહત્ત્વ પુરુષના આનંદ જેટલું નથી હોતું. પહેલાં એવી ધારણા હતી કે સ્ત્રીએ પરમસુખ એટલે કે ઑર્ગેઝમ માટે પુરુષ પર આધાર રાખવો પડે છે. પરંતુ વાત્સ્યાયને પ્રથમ વાર કામસૂત્રમાં જણાવ્યું કે સ્ત્રીઓને પરમસુખ માટે પુરુષોની જરૂર નથી. એક પ્રેમી તરીકે પુરુષ અને સ્ત્રીમાં ઘણો ફરક હોય છે અને તેની જાતીય ઇચ્છા અને વૃત્તિઓમાં જમીન આસમાનનો ફરક હોય છે.

વાત્સ્યાયન કહે છે, ‘પુરુષની સંભોગની ઇચ્છા આગ જેવી હોય છે, જે જનનાંગથી ઉપર ઊઠીને મસ્તક સુધી જાય છે. આગની જેમ તે બહુ ઝડપથી વ્યાપી જાય છે અને એટલી જ ઝડપથી શમી પણ જાય છે. તેનાથી વિપરીત સ્ત્રીની કામેચ્છા પાણી જેવી હોય છે, જે મગજથી શરૂ થઈને નીચેની તરફ આવે છે. પુરુષોની સરખામણીએ તેને જાગૃત થવામાં ઘણો સમય લાગે છે.’

ભારતના લોકો લૈંગિકતાને ખુલ્લેઆમ સ્વીકારવાનો ઇતિહાસ ધરાવે છે, જેનો મોટાભાગનો ભાગ આંતરિક રીતે ધર્મ સાથે જોડાયેલો છે. જો જીવંત કલાકૃતિઓ અને લેખિત કૃતિઓ પ્રામાણિક સંકેતો છે, તો પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં પ્રેમક્રીડા (લવમેકિંગ) વિષયાસક્ત હતું, જેમાં ખુલ્લા સંબંધો, શૃંગારિક પાઠો અને કલાત્મક કૃતિ અને શૃંગારિક ક્રીડાઓ (ટેન્ટલાઇઝિંગ) રમતોનો સમાવેશ થતો હતો. ભારતમાં લૈંગિકતાના કોઈપણ ઇતિહાસમાં કામસૂત્ર, જે પ્રેમ, સંબંધો અને લૈંગિકતા પરનો પ્રાચીન સંશોધન ગ્રંથ છે.

જેમાં સૂચવેલા મુદ્દાઓ પર સંશોધનાત્મક તપાસ કરવી જોઈએ. તેના ભૌગોલિક સ્થાનને જોતાં – ઉત્તર તરફ પર્વતોથી અલગ અને તેના વિશાળ દ્વીપકલ્પની આસપાસના સમુદ્રો – ભારત એક અનોખા ક્ષેત્ર તરીકે વિકસિત થયો. પ્રાચીન ગ્રીક અને રોમ સહિત તેની આસપાસની સંસ્કૃતિઓ સાથે નિયમિત સંપર્ક હોવા છતાં, ભારત, ચીનની જેમ એક અવિરત સંસ્કૃતિ છે, અને ગ્રીસ અથવા રોમ જેવી પ્રાચીન વિશ્વની સંસ્કૃતિઓ ની જેમ તેને ધ્યાનમાં લેવું જોઈએ.

About bhai bhai

Check Also

જો શારીરિક સંબંધ બાંધતી વખતે સતત થતો રહે છે દુઃખાવો યો આ એક ઉપાયથી તેને કરીશકો છો ગાયબ,જાણીલો આ ઉપાય વિશે…

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, સેક્સ કરવાથી તાજગીનો સંચાર થાય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *