Breaking News

પ્રેમીને પામવા પત્નીએ પતિને અધમુવો કરી નાખ્યો, અને આખી રાત એવું કાર્ય કરતી રહી કે જાણી ચોંકી જશો……

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજે આપણે એક એવી ઘટના વિશે વાત કરીશું જે જાણીને તમે ચોંકી જશો, આ ઘટના રાજસ્થાનના બાડમેર જિલ્લામાંથી એક સનસનાટીભર્યો કિસ્સો બહાર આવ્યો હતો. જેમાં એક મહિલાએ પ્રેમી સાથે મળીને તેના પતિની હત્યા કરી હતી. આ હત્યા એવી રીતે કરવામાં આવી હતી કે કોઈને તેની ખબર પણ ન પડી. પરિવારના સભ્યોએ તેને સામાન્ય ઘટના ગણાવી અને અંતિમ સંસ્કાર કર્યા. મહિલાએ તેના પરિવાર અને પોલીસની સામે કહ્યું હતું કે તેના પતિનું મોત કરંટ લાગવાથી થયું છે

પોસ્ટમોર્ટમ બાદ પોલીસે મૃતદેહ પરિવારજનોને સોંપી દીધો. પરિવારજનોએ પણ કરંટથી મોતની ધારણા કરી અંતિમ સંસ્કાર કર્યા હતા. આ ઘટના બાદથી મૃતકનો ભાઈ તોગરામ તેની ભાભી પર સતત શંકા કરતો હતો. આ સમયે, પરિવારના સભ્યોએ મનારામની પત્નીને પૂછ્યું, શરૂઆતમાં તે ગેરમાર્ગે દોરતો રહ્યો.પરંતુ ત્રણ-ચાર દિવસ બાદ જ્યારે પરિવારના સભ્યોએ સખત પૂછપરછ કરી તો તેણે આખું રહસ્ય ખુલ્લું રાખ્યું. તેણીએ જણાવ્યું કે પતિને, તેના પ્રેમી સાથે મળીને કરંટના આંચકાથી મારી નાખ્યો હતો અને પછી આખી રાત તેના શબ સાથે સૂઈ રહી હતી. જેથી કોઈને શંકા ન થાય. હવે પોલીસે કેસ નોંધીને તેની તપાસ શરૂ કરી છે.

પોલીસનું કહેવું છે કે મહિલાએ પરિવારને જણાવ્યું હતું કે તે ગામમાં રહેતા એક યુવક સાથે પ્રેમમાં હતી. આ અંગે પતિ મનારામને ખબર પડી. ત્યારે બંનેએ મનરામને રસ્તા પરથી હટાવવાનું કાવતરું ઘડ્યું હતું. પહેલી મહિલાએ ઉંઘની ગોળીઓ ખાવા આપી. ત્યારબાદ તેનો પ્રેમી ઇલેક્ટ્રિક વાયર લાવ્યો.વાયરનો એક ભાગ પ્લગમાં મુકાયો હતો અને બીજો ભાગ ગોળાકાર કરીને સુઇ રહેલા મનરામના હાથ અને પગમાં મુકી દીધો હતો, ત્યારબાદ તેની પત્નીએ સ્વીચ ચાલુ કરી દીધી હતી. મનારામે તડપી-તડપીને દમ તોડી દીધો અને ત્યાર બાદ તેનું મૃત્યું થયું હતુ.

આવીજ બીજી ઘટના અંદાજ પાર્ટી પ્લોટથી મહંમદપુરા જતા રોડ પર યુવકની ઘા ઝીંકી હત્યા કરવાની ઘટનામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીઓને પકડી પાડયા છે. પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરાવી હોવાનું સામે આવતા ક્રાઈમ બ્રાન્ચે બંનેની ધરપકડ કરી છે. યુવકની પત્નીએ પ્રેમીને તેના પતિનો કાંટો કાઢી નાંખવાની વાત કરતા પ્રેમીએ રૂપિયા પાંચ લાખમાં હત્યાની સોપારી આપી હતી. ત્યારબાદ પ્રેમી તથા અન્ય બે માણસોએ ભેગા મળી યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી લાશ ફેંકી દીધી હતી. આમ, ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં જ સરખેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાનો ગુનો ઉકેલ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અંદાજ પાર્ટી પ્લોટથી મહંમદપુરા જતા રોડ પર ઝાડીમાં પ્રમોદ પટેલની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. પ્રમોદ પટેલના મોઢાના ભાગે, માથાના ભાગે, ગળાના ભાગે તથા પીઠના ભાગે ઘા ઝીંકી હત્યા થઈ હતી. જેથી પ્રમોદના ભાઈ જયેશે સરખેજ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરાવ્યો હતો. આ ગુનો ઉકેલાયો ન હોય પોલીસ કમિશનર દ્વારા મળેલી સૂચનાના આધારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી વિગતો તથા બાતમીના આધારે હત્યામાં મરનારની પત્ની અને પ્રેમી સંડોવાયેલા હોવાનું જણાતા તે દિશામાં આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ક્રાઈમ બ્રાન્ચે અમરત રબારી (ઉ. વ. ૩૧, રહે. હિંમતનગર) અને કિંજલ પ્રમોદ પટેલ (ઉ. વ. ૨૫, રહે. આંબાવાડી) ની અટકાયત કરી ગુના અંગે પૂછપરછ કરતા તેમણે ગુનાની કબૂલાત કરી હતી. જેથી તેમની ધરપકડ કરવામાં આવી હતી.

પકડાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, પ્રમોદ પટેલના અગાઉ બે વખત લગ્ન થઈ છૂટાછેડા થયા હતા. કિંજલ સાથે પ્રમોદના ત્રીજા લગ્ન થયા હતા. જોકે કિંજલ અમરતને પ્રેમ કરતી હોવાથી બંને પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. જેથી કિંજલ પતિથી છુટકારો મેળવી લેવા માટે અને પ્રેમી સાથે જવું હોવાથી ગમે તે રીતે પ્રમોદનો કાંટો કાઢવા માટે પ્રેમી અમરતને જણાવ્યું હતું. જેથી અમરત પોતાના મિત્ર સુરેશ કે જે રાજસ્થાનનો વતની છે તેને પ્રમોદની હત્યા કરવાની વાત કરી હતી અને આ કામ માટે રૂપિયા પાંચ લાખ સોપારી પેટી આપવાનું નક્કી કર્યું હતું.

અમરતે સુરેશને પ્રમોદની નોકરીનું સ્થળ તથા આવવાની જગ્યા અગાઉ બતાવી દીધી હતી. આ રીતે નક્કી થયા મુજબ જ્યારે પ્રમોદ ફાર્મ હાઉસથી ઘરે આવતા મોડું થાય તેમ હોવાનું પત્ની કિંજલને ફોન કરી જાણ કરતાં કિંજલ પોતાના ફોનથી અમરતને આ બાબતની જાણ કરી હતી. જેથી અમરત સુરેશ તથા બીજા એક અજાણ્યા વ્યક્તિને લઇ પોતાની કારમાં અમદાવાદ આવ્યો હતો. ત્યારબાદ તેઓ રસ્તામાં પ્રમોદની આવવાની રાહ જોઈને બેઠા હતા. મોડેથી પ્રમોદ સ્કૂટર લઈને નોકરી ઉપરથી ઘરે જવા નીકળ્યો ત્યારે રસ્તામાં રોકી ત્રણેય જણાએ મળી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેની હત્યા કરી હતી અને લાશ ફેંકી દીધી હતી.

આવીજ બીજી ઘટના સ્વાર્થ સાચું ખોટું નથી જોતું પણ પરંતુ હેતું જોવે છે. હરિયાણામાં આવેલા ચરખી દાદરીમાં આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક યુવકને દોસ્તે દગો આપ્યો અને સાથે જીવવા મરવાની કસમ ખાનાર પત્નીએ જ જીવની દુશ્મન બની હતી. જે પત્નીને ભણાવીને શિક્ષિકા બનાવી અને આગળ વધવાની છૂટ આપી એજ પત્નીએ (wife) પ્રેમિ સાથે મળીને પતિની હત્યા (husband murder) કરાવી હતી. આ વાતનો ખુલાશો થતાં મૃતકના પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.મળતી માહિતી પ્રમાણે ચરખી ગામમાં રહેતા પ્રદીપ સાંગવાનની હત્યામાં મોટો ખુલાશો થયો છે. મૃતક પ્રદિપની પત્નીએ પોતાના પ્રેમી જયવીર સાથે મળીને પોતાના પતિની હત્યા કરવાનું ષડયંત્ર રચ્યું હતું. આ ષડયંત્ર અંતર્ગત ગત 10 એપ્રિલે પ્રદિતને મોતને ઘાટ ઉતાર્યો હતો. પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી હતી. આરોપી મહિલા જેબીટી અધ્યાપક તરીકે ફરજ બજાવતી હતી.

આજ કારણે તેણે પોતાના પ્રેમી જયવીર સાથે મળીને પ્રદીપને ઠેકાણે પાડવાનો પ્લાન ઘડ્યો હતો. યોજના અનુસાર 10 એપ્રિલે આરોપી મહિલાએ પોતાના પતિ પ્રદિતને જયવીરના ઘરે મોકલ્યો હતો અને જયવીરને ફોન ઉપર જાણ કરી હતી. ત્યારબાદ પ્લાન પ્રમાણે તેને જ્યૂસમાં ઊંઘની ગોળીઓ ભેળવી અને ઈન્જેક્શન આપીને મોતને ઘાટ ઉતાર્યો હતો.પોસ્ટમોર્ટમના રિપોર્ટ, મૃતકના ભાઈ સુનિલ તથા પ્રત્યક્ષદર્શિઓના નિવેદનના આધારે પોલીસે પ્રદિપના સાથી જયવીર ઉપર હત્યાનો કેસ નોંધ્યો હતો અને પ્રદીપની પત્નીની પણ ધરપકડ કરી હતી.

About bhai bhai

Check Also

સુંદર સ્ત્રી જોઈ કંટ્રોલનાં કરી શક્યો યુવક પકડીને કરવા લાગ્યો એવું વિચિત્ર કૃત્ય કે જાણી ચોંકી જશો……

મિત્રો આપણે ઘણીવાર જોવામા આવ્યુ છે કે આજકાલના યુવાનોને લગ્ન કરવાની એટલી ઉતાવળ હોય છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *