મોંઘવારીએ હવે બોવ કરી! સીંગતેલ સહિતના અન્ય ખાદ્ય તેલના ભાવમાં થયો મોટો વધારો,જાણો 1 લીટર તેલનો ભાવ

0
679

વૈશ્વિક બજારમાં તેજી વચ્ચે સ્થાનિક બજારમાં પણ ખાદ્ય તેલના ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે. ગઈકાલે સરસવ, મગફળી,કપાસિયા,સીપીઓ, પામોલીન અને સોયાબીન સહિત તમામ તેલના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે અને આ સિવાય મલેશિયા એક્સચેન્જમાંમાં 3 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે જ્યારે શિકાગો એક્સચેન્જ ગઈકાલે રાત્રે 1.5 ટકાના વધારા સાથે સુધર્યો હતો.

આપને જણાવી દઇએ કે વિદેશી તેલમાં વધારા ઉપરાંત દેશમાં ડ્યુટી ઘટાડવા ની ચર્ચાને કારણે વિદેશી બજારોમાં ભાવમાં વધારો થયો હતો. તેમને કહ્યું કે આ વર્ષે મે મહિનામાં સરસવના તેલની કિંમત ગયા વર્ષના સમાન સમયગાળાની કિંમત કરતા 15-20 રૂપિયા ઓછી છે જ્યારે સીંગદાણાના તેલની કિંમત ગયા વર્ષના સ્તરે છે.

સરકારે સીપીઓ,પામોલિન, સોયાબીન, સનફ્લાવર જેવા આયાતી તેલોની આયાત ડ્યૂટીમાં 40-50 રૂપિયા પ્રતિ કિલો નો ઘટાડો થયો છે પરંતુ તેમ છતાં વિદેશી તેલના ભાવ ઊચા રહે છે અને તેમને કહ્યું હતું કે સરસવના સારા ઉત્પાદનને કારણે આયાતી તેલોની મોંઘવારીથી જ કટોકટી ઊભી થઈ શકે અને તે ટળી ગઈ છે.

કારણ કે દેશના સૌથી ગરીબ ગ્રાહકો મોંઘા ખાધતેલની આયાત કરવાને બદલે સસ્તુ સરસવનું તેલ ખરીદી રહ્યા છે.ખાદ્ય તેલના ભાવ ની વાત કરવામાં આવે તો સરસવના તેલબીયા 7615-7665 પ્રતિ ક્વિન્ટલ છે જ્યારે મગફળી 6885 થી 7020 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે. મગફળી સોલવન્ટ રિફાઇન તેલ 2650 થી 2840 પ્રતી ટીન જ્યારે સરસવનું તેલ દાદરી 15300 પ્રતિ ક્વિન્ટલ છે

જ્યારે સરસવ પાકી ધાણી 2405-2485 પ્રતી ટીન છે. તલના તેલની મીલ ડિલિવરી 17000 થી 18500 પ્રતિ ક્વિન્ટલ છે.સોયાબીન ઓઇલ મીલ ડીલવરી દિલ્હી 17050 પ્રતિ ક્વિન્ટલ છે. સોયાબીન મીલ ડીલવરી ઇન્દોર 16450 પ્રતિ ક્વિન્ટલ છે જ્યારે સોયાબીન તેલ કંડલા 15550 પ્રતિ ક્વિન્ટલ છે. કપાસિયા મીલ ડીલેવરી હરિયાણા 15650 પ્રતિ ક્વિન્ટલ છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.